Posts Tagged ‘માઝ’
રીમોટ, ગુડ સન્ડે, ગાર્લિક બ્રેડ, સમસ્યા
– અમારા ટીવીનું રીમોટ કોમામાં જતું રહ્યું અને ટીવીનું રીમોટ બગડી જાય એ સૌથી દુખજનક ઘટના ગણી શકાય. જો કે આજે રીપેર કરાવી લેવામાં આવતા હાશ અનુભવાઈ ( જો કે ભરબપોરે તડકામાં રખડવું પડ્યું એ અલગ વાત છે).
– ગયા રવિવારે માઝને દાદા-દાદી અને કાકા જોડે ધીંગા-મસ્તી કરવાની મઝા આવી. એકંદરે રવિવાર સરસ ગયો.
– ઘરે ગાર્લિક બ્રેડ બનાવવામાં આવી જે એકંદરે સરસ અને સફળ વાનગી રહી. (હવે તંદુરી ચિકનનો વારો આવશે).
– આવતા અઠવાડિયે એકાદી પિક્ચર જોવાનો પ્લાન છે. (મોટેભાગે “The Avengers”)
– મારા ખ્યાલથી ભારતમાં માઓવાદ એ આતંકવાદ કરતા વધુ વિકરાળ સમસ્યા છે (જુઓ ન્યુઝ)
ઓવન, માઝની બાઈક સવારી, ક્રેડીટ કાર્ડ, મુવી
* ગયા રવિવારે ઓવન(OTG) ખરીદવાની પળોજણમાં પડયું, મોટેભાગે કોઈ પણ શોપ માં બે થી વધુ બ્રાંડના ઓવન ના જોવા મળ્યા. લાગે છે હજુ થોડી રાહ જોવી પડશે સારા વિકલ્પો માટે.
* માઝની પ્રથમ (યાસુની પણ છ મહિના પછીની પ્રથમ) બાઈક રાઈડ એકંદરે સરસ રહી (આ ઓવન ખરીદવાના ચક્કરમાં એને સરસ ફરવા મળી ગયું). જોકે બપોરનો સમય હોવાથી ચાલુ બાઈક માં સુઈ ગયો.
* ક્રેડીટ કાર્ડ તમને અત્યંત ખર્ચાળ બનાવી દે છે(સ્વ અનુભવ). હવે તો તેને ઘરે રાખવામાં જ ભલાઈ છે.
* થોડા દિવસો પહેલા ઘોસ્ટ રાઈડર ૨ અને મિશન ઈમ્પોસીબલ ૪ જોવામાં આવી, જેમાં MI4 અત્યંત સુંદર (અનીલ કપૂરનો કાર્ટુન જેવો રોલ) હતી. જયારે ઘોસ્ટ રાઈડર ૨ માં પહેલા ભાગ જેવી મજા નાં આવી (અંતમાં શેતાનને પાતાળમાં કેવી રીતે મોકલી દેવામાં આવે છે તે પણ એક જ સાંકળ ના ઝાટકે, એ વાત હજમ જ ના થઇ).
* આ રવિવારે યાસુ એ સ્વાદિષ્ટ નિહારી (એક વાનગી) બનાવી, ખુબ મજા આવી ગઈ.
* અમદાવાદમાં બી.આર.ટી.એસ. ને કારણે રસ્તા સાંકડા કરવાનું કામ પુરજોશમાં ચાલુ છે. (યુનીવર્સીટી રોડ સાંકડો થઇ રહ્યો છે)
* ગરમીનો પારો ખુબજ વધી રહ્યો છે (અને કેરીનો ભાવ પણ આસમાને પહોચેલ છે).
* જો તમે મીઠાઈના શોખીન હોવ તો મુંબઈના પ્રખ્યાત અફલાતુન(અને બીજી ઘણી બધી મીઠાઈઓ) મંગાવવા www.sulemanmithaiwala.com પર ઓનલાઈન ઓર્ડર આપવા જેવો છે. (આ જાહેરાત ના સમજવી, મેં પોતે મંગાવી છે એટલે શેર કરું છુ)
* દુધના ભાવ ફરી થી વધવાના છે (પેટ્રોલના પણ વધવામાં જ છે), જેથી હવે બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી થઇ ગયો છે.
હેપી ધૂળેટી, એરપોર્ટ, કલોલ મુલાકાત
– સૌ કોઈ ને હેપી હોળી અને ધૂળેટી.
– સવારે સગાંને એરપોર્ટ પર પીક-અપ કરવા જવાનું થયું, ઘણા સમય પછી તેઓને મળીને સારું લાગ્યું. એરપોર્ટ જવા હેલો ટેક્સીની એક દમ સરસ સર્વિસ અને વ્યાજબી ભાડું ( આને જાહેરાત ના સમજવી, સ્વ અનુભવને આધારે વર્ણન [ફરી જરૂર સેવા લેવા જેવી છે]).
– માઝ અને યાસુને પણ સવાર-સવારમાં બહાર ફરવા જવાની મઝા પડી.
– ઘરે પરત આવ્યા બાદ, મારા વતન કલોલની ઉડતી મુલાકાત લેવામાં આવી. હાઇવે પર બાઈક બંધ પડી જશે એમ લાગ્યું પરંતુ તેણે સાથ આપતા કલોલ પહોંચી જ જવાયું જ્યાં તરત જ બાઈક ની સર્વિસ કરાવવામાં આવી. (સદનસીબે ધૂળેટીની રજા છતાં એક મુસ્લિમ ભાઈની ગેરેજ માં કામ પાર પડી ગયું.)
– મમ્મીએ સરસ પાલક-પનીર અને પરાઠા બનાવ્યા હતાં, સ્વાદ દાઢે વળગી ગયો .
– અમદાવાદ પાછા આવતી વખતે પપ્પા તેમજ હુરયરહ (નાનો ભાઈ) સાથે પેરેડાઈઝની પ્રખ્યાત (કલોલમાં ) ચા પીધી. ( જેમ અમદાવાદ માં લકી ની ચા વખણાય છે તેમ કલોલ માં પેરેડાઈઝની તેમજ લકીની ચા વખણાય છે.)
– કલોલની મુલાકાતમાં(સમય ના અભાવે) કોઈ મિત્રોને ના મળી શકાયું એનો જ અફસોસ.