Posts Tagged ‘અંગત’
ઓગસ્ટ અપડેટ્સ
– ઘણા દિવસ પછી કંઈક લખવાની ઈચ્છા જાગી. આટલા દિવસ સુધી ગેરહાજર રહેવા બદલ ક્ષમાયાચના.
– આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ જે વિષે બીજા બ્લોગર મિત્રો એ ઘણું લખી દીધું.
– એક વાત સારી થઇ કે રમઝાન માસમાં ખાસું એવું વજન ઘટી ગયું ( જો કે કસરત હજુ પણ ચાલુ થઇ શકી નથી).
– તરવાનું ગયા વરસથી શીખવું છે પણ પોતાની જાત માટે સમય નીકળવો ઘણો અઘરો થઇ ગયો છે આજકાલ.
– રોજનું એક મુવી (ક્યારેક બે ) જોવાનું સતત ચાલુ છે એટલે કયા કયા મુવી જોયા એ કહેવું અઘરું છે, પણ હા મોટાભાગે અંગ્રેજી મુવી વધુ જોવાયા અને હિન્દીમાં મદ્રાસ-કેફે સારું લાગ્યું (જોન નો અદ્ભુત અભિનય).
– આટલા દિવસોમાં યાત્રા રૂપે ડીગ્રી-સર્ટી લેવા રાજકોટની મુલાકાત લેવાઇ જેમાં મિત્ર અશ્ફાક જોડે સારો એવો સમય પસાર કર્યો.
– યુ.પી.એ. સરકાર દ્વારા ફૂડ સિક્યુરીટી બીલ પસાર થઇ ગયું જે ગરીબોને મહદઅંશે મોંઘવારીથી લડવામાં જરૂર સહાયરૂપ થશે. (જો કે વાંક્જોયા લોકો આમાં પણ કોંગ્રેસને ભાંડવાના જ છે.)
– પી.એમ. પદ માટે જબરજસ્ત હોડ ચાલી રહી છે. સત્તાથી મોટો કોઈ નશો હોતો નથી એ આ રાજનેતાઓ જાણે અજાણે જાહેર કરી જ દેતા હોય છે.
એપ્રિલ અપડેટ્સ
– એપ્રિલની ગરમીમાં વરસાદનો સારો એવો અનુભવ થઇ ગયો. આ મોસમમાં આવેલ પલટો અને ધરતીકંપ બંને વચ્ચે જરૂર કંઈક સંબંધ હોવો જોઈએ.
– વરસાદને કારણે કેરીના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે એમ લાગે છે. જોકે ઘટેલા ભાવની કેરીની ગુણવત્તા જોવી રહી.
– આખરે ઘણા સમયના વિચાર પછી LED TV વસાવી દેવામાં આવ્યું. જોકે સસ્તા સામે મોંઘો વિકલ્પ વધુ સારો રહ્યો. ફ્રીજના અનુભવ પછી હવે વોરંટી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. અત્યાર સુધી (જોકે એક દિવસ જ થયેલ છે) TV નો અનુભવ અત્યંત સરસ રહ્યો.
માર્ચ અપડેટ્સ
આજે ઘણા સમય પછી પોસ્ટ કરવાનો મોકો મળ્યો.(કારણ: આળસ + સમયનો અભાવ)
– આટલા દિવસોમાં ઘણી ઘટનાઓ બની ગઈ અને ઘણા મુવી જોવાઈ ગયા. જેવા કે રેડ ડોન, 3જી,સાહિબ બીવી ઓર ગેંગસટર રીટર્ન્સ , કાઈ પો છે.
– વર્ષો બાદ કસરત ફરી ચાલુ કરવામાં આવી (હાલ નાના પાયે). જોઈએ હવે કેવોક ફરક પડે છે.
– આખરે ખરાબ ધ્વની અને સુપર-સ્લો સ્પીડને લીધે લેપટોપમાં ફરીથી ઓપરેટીંગ સીસ્ટમ ( વિન્ડોઝ ૭) નાખી. અંતે ફરીથી લેપટોપમાં જીવ આવ્યો હોય એવું લાગ્યું.
– પરિવારજનો સાથે અજમેર પ્રવાસ એકદમ સરસ રહ્યો. વર્ષો બાદ અજમેર દરગાહની ઝીયારતનો (મુલાકાત) મોકો મળ્યો.(કહેવાય છે કે અજમેર વહી જાતે હૈ જિન્હેં ખ્વાજા બુલાતે હૈ).
– વિડીયોકોનનું ફ્રીજ ક્યારેય ના લેવું (અનુભવને આધારે સલાહ).
– પેટ્રોલના ભાવ ઘટતાં ખરેખર અચરજ થયું. ભાવઘટાડો એ આજકાલની ઘણી દુર્લભ વસ્તુ છે.
ડિસેમ્બર અપડેટ્સ
– ઘણા સમય પછી આખરે અપડેટ કરી રહ્યો છુ. (કારણ:મારી આળસ)
– આખરે ફરી ભાજપ સરકાર બની ગઈ (કે મોદી સરકાર? ). લાગતા-વળગતાને એ બદલ અભિનંદન.
– ઠંડી ની મોસમ સારી એવી ખીલેલી છે . આજ કાલ વહેલું ઉઠવું તો લગભગ અશક્ય જ લાગે છે .
– આટલા દિવસોમાં ઘણી બધી મુવી જોવાઈ ગઈ . જેમાં “મેન વિથ આયર્ન ફીસ્ટ”, “રેઇન મેન” , “ધ ગ્રેજ્યુએટ”, “ઈનસોમ્નિઆ” રસપ્રદ લાગી.
– અને હા, એન્ડ્રોઇડ અનુભવ સરસ રહ્યો. એન્ડ્રોઇડ તરફ ઘણા સમય પહેલા વાળવાની જરૂર હતી એમ લાગે છે.
– એપોકેલીપ્સની આગાહી આખરે ખોટી ઠરી જોકે ઘણા મુર્ખોએ એની આગોતરી તૈયારીમાં અઢળક રૂપિયા ખર્ચી નાખ્યા એ જાણી નવાઈ લાગી .
માર્ચ અપડેટસ
ઘણા દિવસો પછી બ્લોગ પર પોસ્ટ કરી રહ્યો છું, વ્યસ્તતાના કારણે પોસ્ટ કરવી ચુકી જવાય છે. 😦
આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ (એમની અમુક તો ભુલાઈ પણ ગઈ) જેમાંની અમુક નીચે નોંધી છે.
– કલોલમાં ગયા શનિવારે દફનવિધિમાં જવાનું થયું (કેટલાક પ્રસંગો ક્યારેય ના થાય તેમ આપણે ઈચ્છતા હોઈએ છીએ પણ આપણું વિચારેલું ક્યાં ક્યારેય થાય છે ?) કેમ કે ત્યાં અકસ્માતે ૪ લોકોનું મૃત્યુ નીપજ્યું જેમાંના અમુક જ્ઞાતિજનો (કે નાતભાઈ) હતા. વિગતો અહીં જુઓ.
– મિત્ર અશફાકને ત્યાં અગિયારમી નિમિત્તે રવિવારે (૧૮ માર્ચ) કલોલ ના જઈ શકાયું તેનો ખેદ. 😦
– ઓફિસમાં આ શનિવાર એકંદરે સારો ગયો [આ વિધાન ખોટું સમજવું 😉 ]
– શનિવારે એવોર્ડ વિનિંગ ફિલ્મ “The Artist” જોવામાં આવ્યું, અત્યંત અદભૂત મુવી અને તેમાં પણ કુતરાની એક્ટિંગ ગજબની હતી. હિન્દી-પિક્ચર જેવો અંત થતા થતા રહી ગયો (જે અમુક જ મુવીમાં જોવા મળે છે).
– આ રવિવારે, યાસ્મીને સરસ ગાજરનો હળવો બનાવીને રવિવાર સુધારી દીધો.
– માઝ હવે થોડો મોટો લાગે છે પણ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેનું તોફાન વધતું જાય છે તેમ લાગી રહ્યું છે ! (એકદમ પપ્પા પર પડ્યો છે 😉 ).
– આ રવિવારે કેરેમલ પુડિંગ (બનાવવા) પર હાથ અજમાવી જોયો જે એકંદરે સફળ પ્રયોગ રહ્યો.
– “ટેબ્લેટમાં ફોટા જોવા (કે વિડીયો ?) એ કોઈ અપરાધ નથી ભલેને તે વિધાનસભા જ કેમ ના હોય.” (આમ પણ, આવા નેતાઓને તો બધું માફ છે, ભાઈ !) – આવું હું નહિ કલીનચીટ કહે છે.
– અન્ના ફરી “એક્ટીવ મોડ” માં આવ્યા હોય તેમ લાગે છે.

You must be logged in to post a comment.