Posts Tagged ‘સવાર’
ઠંડી, લોકપાલ અને વજન કેમ ઘટાડવું
– ઠંડી ની સીઝન સરસ જામી છે. સવારે ઓફીસ જતા જેકેટ પહેરવા છતાં જબરી ટાઢ વાતી હોય છે !
– ગુજરાતમાં આખરે લોકપાલની નિયુક્તિ કાયદેસર (કોર્ટ હુકમથી) થઇ ખરી. હવે લોકપાલનો ઉપયોગ સુયોગ્ય રીતે થાય છે કે કેમ એ જોવું રહ્યું.
– આજકાલ ઉતરાયણની કાગડોળે રાહ જોવાઈ રહી છે.
– વજન કેમ ઘટાડવું એ વિષે કોઈ ને કંઈક વિશેષ જ્ઞાન હોય તો વહેંચવા વિનંતી. (સિવાય કે કસરત )
સવાર સવાર માં…
આજે સવારે વહેલા ઉઠી જવાયું પણ કસરત કરવાનું ઘણું જોર આવ્યું એટલે આવતી કાલ પણ માંડી વાળ્યું :).
સવારે વહેલા ઘણા અગત્યના કામ પતી ગયા.
– ચીકનનો ભાવ વધેલો ના જોઈ તે વધારે જ લેવાઈ ગયી (શું ખબર ક્યારે ભાવ વધી જાય !)
– બાઈકનું કલચ આજે આખરે બદલાવી જ નાખ્યું જે થોડા સમય પહેલા તૂટી ગયું હતું. જોકે નવું ક્લચ ફાવતા થોડી વાર લાગી.
– માઝ જોડે સવાર સવાર માં ઘણી ગમ્મત કરી. આજનો દિવસ હવે સારો જશે એ નક્કી.
– રિલાયન્સમાં ના પાડવા છતાં થેલી પધરાવી દેવામાં આવી (ગેરસમજના કારણે). હવે વોલમાર્ટ ન આવતાં રિલાયન્સ અને બીગ બજારની સેવાથી જ ચલાવવું પડશે. Thanks To Polytics અને Corporate Cartel.
– ન્યુઝમાં એ જાણવા મળ્યું કે એક સમયે પાકિસ્તાનને ગાળો દેતા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની વેપારી ડેલીગેશનને મળ્યા અને શાલ પણ ઓઢી (સારું થયું કે ટોપી ના પહેરાવી, ભલભલાં ને ટોપી પહેરાવતા મોદીસાહેબ ટોપી તો ના જ પહેરે ને 🙂 ) આ મીટીંગથી જનતા નો કોઈક ફાયદો થાય તો સારી વાત કહેવાય.