Thoughts of Hamza

થોડા માં ઘણું

Archive for the ‘નેતા’ Category

ઓગસ્ટ અપડેટ્સ

Madras Cafe Still Image

John Abraham in Madras Cafe Movie

– ઘણા દિવસ પછી કંઈક લખવાની ઈચ્છા જાગી. આટલા દિવસ સુધી ગેરહાજર રહેવા બદલ ક્ષમાયાચના.

– આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ જે વિષે બીજા બ્લોગર મિત્રો એ ઘણું લખી દીધું.

– એક વાત સારી થઇ કે રમઝાન માસમાં ખાસું એવું વજન ઘટી ગયું ( જો કે કસરત હજુ પણ ચાલુ થઇ શકી નથી).

– તરવાનું ગયા વરસથી શીખવું છે પણ પોતાની જાત માટે સમય નીકળવો ઘણો અઘરો થઇ ગયો છે આજકાલ.

– રોજનું એક મુવી (ક્યારેક બે ) જોવાનું સતત ચાલુ છે એટલે કયા કયા મુવી જોયા એ કહેવું અઘરું છે, પણ હા મોટાભાગે અંગ્રેજી મુવી વધુ જોવાયા અને હિન્દીમાં મદ્રાસ-કેફે સારું લાગ્યું (જોન નો અદ્ભુત અભિનય).

– આટલા દિવસોમાં યાત્રા રૂપે ડીગ્રી-સર્ટી લેવા રાજકોટની મુલાકાત લેવાઇ જેમાં મિત્ર અશ્ફાક જોડે સારો એવો સમય પસાર કર્યો.

– યુ.પી.એ. સરકાર દ્વારા ફૂડ સિક્યુરીટી બીલ પસાર થઇ ગયું જે ગરીબોને મહદઅંશે મોંઘવારીથી લડવામાં જરૂર સહાયરૂપ થશે. (જો કે વાંક્જોયા લોકો આમાં પણ કોંગ્રેસને ભાંડવાના જ છે.)

– પી.એમ. પદ માટે જબરજસ્ત હોડ ચાલી રહી છે. સત્તાથી મોટો કોઈ નશો હોતો નથી એ આ રાજનેતાઓ જાણે અજાણે જાહેર કરી જ દેતા હોય છે.

માર્ચ અપડેટસ

ઘણા દિવસો પછી બ્લોગ પર પોસ્ટ કરી રહ્યો છું, વ્યસ્તતાના કારણે પોસ્ટ કરવી ચુકી જવાય છે. 😦

આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ (એમની અમુક તો ભુલાઈ પણ ગઈ) જેમાંની અમુક નીચે નોંધી છે.

– કલોલમાં ગયા શનિવારે દફનવિધિમાં જવાનું થયું (કેટલાક પ્રસંગો ક્યારેય ના થાય તેમ આપણે ઈચ્છતા હોઈએ છીએ પણ આપણું વિચારેલું ક્યાં ક્યારેય થાય છે ?) કેમ  કે ત્યાં અકસ્માતે ૪ લોકોનું મૃત્યુ નીપજ્યું જેમાંના અમુક જ્ઞાતિજનો (કે નાતભાઈ) હતા. વિગતો અહીં જુઓ.

– મિત્ર અશફાકને ત્યાં અગિયારમી નિમિત્તે રવિવારે (૧૮ માર્ચ) કલોલ ના જઈ શકાયું તેનો ખેદ. 😦

– ઓફિસમાં આ શનિવાર એકંદરે સારો ગયો [આ વિધાન ખોટું સમજવું 😉 ]

– શનિવારે એવોર્ડ વિનિંગ ફિલ્મ “The Artist” જોવામાં આવ્યું, અત્યંત અદભૂત મુવી અને તેમાં પણ કુતરાની એક્ટિંગ ગજબની હતી. હિન્દી-પિક્ચર જેવો અંત થતા થતા રહી ગયો (જે અમુક જ મુવીમાં જોવા મળે છે).

– આ રવિવારે, યાસ્મીને સરસ ગાજરનો હળવો બનાવીને રવિવાર સુધારી દીધો.

– માઝ હવે થોડો મોટો લાગે છે પણ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેનું તોફાન વધતું જાય છે તેમ લાગી રહ્યું છે ! (એકદમ પપ્પા પર પડ્યો છે 😉 ).

– આ રવિવારે કેરેમલ પુડિંગ (બનાવવા) પર હાથ અજમાવી જોયો જે એકંદરે સફળ પ્રયોગ રહ્યો.

– “ટેબ્લેટમાં ફોટા જોવા (કે વિડીયો ?) એ કોઈ અપરાધ નથી ભલેને તે વિધાનસભા જ કેમ ના હોય.” (આમ પણ, આવા નેતાઓને તો બધું માફ છે, ભાઈ !) – આવું હું નહિ કલીનચીટ કહે છે. 

– અન્ના ફરી “એક્ટીવ મોડ” માં આવ્યા હોય તેમ લાગે છે.