About (મારા વિશે)

મારું સરસ નામ “જીગર”. 🙂

અનુભવો, વિચારો અને લાગણીઓને શબ્દોમા ઢાળવાનો પ્રયત્ન કરતો એક “શિખાઉ લેખક/કવિ”.

કદી ગુજરાતી સારી અને સાચી રીતે ભણ્યો નહિ એ બાબત નું દુઃખ છે. ખબર ન હતી કે મોટા થઈને લખવાનો શોખ જાગશે.

25 thoughts on “About (મારા વિશે)”

  1. Pratibha na class nathi hota. Kala a janamjaat ni hoi che. Mane garv che Jigar mate. Higer education sathe Photography, Sangeet, Geet, Kavita, ane biju bahubathu aa bathu koi samanya vichardhara na manvi ni vaat nathi. Je manase prakruti ne prem karyo, animals ne prem karyo, sangeet ne prem karyo ane chelle ek vyakti ne pun prem kari litho che. aava premal ne mara ashirwad.

  2. આદરણીયશ્રી. જીગરભાઈ સાહેબ

    આપનું નામ તેવા ગુણો છે. સાહેબ

    આપના વિશી જાણીને થયુ કે આપ ખુબજ મોટા

    જીગરના મળવા લાયક માણસ છો

    સુંદર બ્લોગ છે, મજા પડી, મારી સવાર સુધરી ગઈ સાહેબ

    ફરી કોઈક્વાર મળીશુ સાહેબ

    • વ્હાલા કિશોરકાકા,
      મારા આટલા વખાણ કરવા બદલ અને આશાઓ બાંધવા બદલ તમારો ખુબ ખુબ આભાર માનું છું. હું પ્રયત્ન કરતો રહીશ આશાઓ પર ખરો ઉતરવા.
      મને ‘જીગર’ કેહ્શો તોજ ગમશે. ઘણો નાનો છું હજી હું. ‘સાહેબ’ શબ્દને લાયક હજી થયો નથી હું.
      તમારો બ્લોગ આજેજ જોયો, ગુજરાતી નેટજગત ના મેઈલ આવે છે ત્યારે તમારું નામ વાંચ્યું તું પણ સમય નતો મળ્યો બ્લોગ પર જવાનો.
      તમારી સિદ્ધિઓ ની વાત થાય એમ નથી અને તમારા વખાણ મા શબ્દો ખૂટી પડે એમ છે.
      પ્રેરણા લેતો રહીશ તમારા અને તમારા લખાણ માંથી.

      ફરી જરૂર મળીશું. તમે વ્યસ્ત હશો તો હું મળીશ સામે ચાલીને.

      જીગર ના ‘જય શ્રી કૃષ્ણ’.

  3. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  4. તમારો ઘણો આભાર રૂપેન ભાઈ. માફ કરજો, મોડો જવાબ આપવા બદલ.
    હું ફોરમ માં ઘણા સમય પહેલા જ જોઇન્ટ થઇ ગયો તો. હવે બહુ બધા સરસ સરસ લેખકો ના મેઈલ આવે છે દરરોજ. ઘણું શીખવા મળે છે.
    આશા છે કે હું પણ લોકો સુધી મારું લખાણ પહોંચાડી શકીશ.

  5. અભીનંદન જીગરભાઇ,
    ઘણો સરસ બ્લોગ છે, ઇજનેરી શાખાના વિદ્યાર્થી હોવા છતાં સાહિત્ય સાથેનો તમારો લગાવ તથા પ્રવીણતા જોઇને અક્ષરનાદના જીગ્નેશભાઇની યાદ આવી ગઇ .હું પણ સીવીલ ઇજનેર છું હાલમાં જ સરકારી નોકરીમાંથી નિવૃત થયો છૂં અને આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યો છું ,આપને મળીને આનંદ થયો.

    • માફ કરજો, કૃષ્ણકુમાર કાકા. તમને ઉત્તર આપવામાં થોડું મોડું થઇ ગયું.
      તમારો ખુબ પાડ માનું છું, મારું લખાણ અને ફોટોગ્રાફી બન્નેના ફોલોવર થવા બદલ.
      હું ઈચ્છતો તો કે ગુજરાતી બ્લોગર સુધી મારો ફોટોગ્રાફી બ્લોગ પહોંચાડું પણ તમારા સિવાય કોઈ હજી સુધી ખાસ જોઈ નથી શક્યું.
      આપની સાથે સંપર્કથી મને પણ ઘણો આનંદ થયો છે.

      જય શ્રી કૃષ્ણ.

      • ખરેખર તારા બ્લોગ તથા ફોટોગ્રાફસ પ્રશંશાને પાત્ર છે અને નાની ઉંમરે આ પ્રવૃતી ચાલુ કરેલ હોવાથી તારી પાંસે ધણો સમય છે અને સારી સુઝ તો છે જ આ પ્રવૃતી માં સદાય પ્રગતિ કરતો રહે તેવી શુભેચ્છા મેં હમણા થોડા સમયથી જ આ પ્રવૃતી માં ઝંપલાવેલ છે અને હાલમાં તો શીખી રહ્યો છું એમ કહી શકાય, આ માધ્યમ થી મળતા રહીશું તેવી આશા.

  6. પોતાના લખાણ નો પહેલો વાંચક બનવાની આદત છે, જે ઘણી કામ લાગે છે. .. સરસ વાત. આજે અચાનક તમારો બ્લોગ નજરે ચડ્યો. તમારો પરિચય નિખાલસ, વાંચવો ગમે તેવો છે … લખતા રહો. અઢળક શુભેચ્છાઓ.

    • તમારો ઘણો આભાર દક્ષેશભાઈ. હું બહુ પ્રચાર નથી કરી શકતો મારા બ્લોગનો એટલે ઘણા લોકો સુધી નથી પહોંચી શક્યો. તમે ગમે ત્યાંથી અહિયા આવી પહોંચ્યા, એ જાણીને આનંદ થયો. ક્યાંકતો મારી કડીઓ જોડાયેલી છે 🙂

      ફરી એક વાર, અઢળક આભાર. સમયની અનુકુળતાએ બ્લોગની પોસ્ટ્સ પણ વાંચશો ક્યારેક તો મને ગમશે.

      જય શ્રી કૃષ્ણ.

  7. નમસ્તે!

    મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

    આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

    મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

    આપ જરૂરથી પધારશો.

    આભાર સહ,

    ~ દીપ ~

Leave a comment