Thursday, April 12, 2012

ફિક્સ પગારના મુદ્દે સરકારની સ્પષ્ટતા અરજી હાઇકોર્ટે ફગાવી

ફિક્સ પેના કર્મચારીઓને નિમણૂકની તારીખથી પૂર્ણ વેતન ચૂકવવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિ‌ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ‌ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો હતો.
રાજ્ય સરકાર તરફથી આ માટે કેટલીક પરચૂરણ અરજીઓ કરી હાઇકોર્ટે અગાઉ આપેલા ચુકાદામાં કેટલીક સ્પષ્ટતા તથા હુકમના અમલની મુદત વધારી આપવા હેતુ અરજી કરી હતી. જો કે ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી અને ઠેરવ્યું હતું કે, તમામ કર્મચારીઓને તેઓ જોડાયા હોય તે તારીખથી મિનિમમ વેતન ચૂકવવું અને મળવાપાત્ર લાભ અને ભથ્થાં પણ આપવાં. એક મહિ‌નાની અંદર ઉપરોક્ત હુકમનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, ફિક્સ પેના મામલે સિનિયર એડ્વોકેટ ધર્મેશ જે. ભટ્ટ મારફતે થયેલી જાહેરહિ‌તની અરજીમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે અગાઉ એક ઐતિહાસિક ચુકાદા મારફતે તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ મિનિમમ વેતન ચૂકવવા અને પ વર્ષની નોકરીને પણ સર્વિ‌સમાં ગણવા અને તેને પેન્શનપાત્ર ગણવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં સ્પષ્ટતા હેતુ સરકારે સ્પષ્ટતા અરજી ઉપરાંત કેટલીક પરચૂરણ અરજીઓ કરી હતી. સરકાર તરફે એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે કર્મચારીઓને નિમણૂકની તારીખથી વેતન ચૂકવવાના લીધે રાજ્ય સરકાર પર આર્થિ‌ક બોજો વધશે. તેથી કર્મચારીઓને હુકમનો લાભ નિમણૂકની તારીખથી નહીં, પરંતુ હુકમની તારીખથી અપાય તેવી માગ પણ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે આ સ્પષ્ટતા અરજી રદ કરી કાઢી હતી અને નોંધ્યું હતું કે, આર્થિ‌ક બોજો કે આર્થિ‌ક મુશ્કેલી અને સંકટનું કારણ દર્શાવીને રાજ્ય સરકાર તેના કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. આ રીતે અગાઉ જાહેરહિ‌તની અરજીમાં જે હુકમ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ પ્રકારની સુધારણા કે ફેરફાર કરવાની જરૂર પણ જણાતી નથી. ફિક્સ પેની નીતિ હેઠળ નિમાયેલા કર્મચારીઓને નિમણૂકની તારીખથી મિનિમમ વેતન અને ભથ્થાં સરકારે ચૂકવવાનાં રહેશે. એટલું જ નહીં આ હુકમનું પાલન એક મહિ‌નાની અંદર કરવાનું રહેશે.

હાઇકોર્ટે અગાઉ શું હુકમ કર્યો હતો?

હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે,'રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ 'સમાન કામ - સમાન વેતન’નું હળાહળ ઉલ્લંઘન કરતી સ્કીમ છે. ફિક્સ પેના કમર્ચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ પગાર આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડવાનો સરકારનો બચાવ પણ ગ્રાહ્ય રાખી શકાય તેવો જણાતો નથી. પગારપંચ દ્વારા લઘુતમ વેતન માટેની જે ભલામણ કરાઈ હોય તેનાથી ઓછું વેતન રાજ્ય સરકાર આપી શકે નહીં. એટલું જ નહીં પ્રોબેશન પિરિયડને પણ સર્વિ‌સ પિરિયડ ગણી ભવિષ્યમાં મળવાપાત્ર તમામ લાભ પણ તમામ ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓને મળવા જોઈએ.’

સરકાર પર ૧૦ હજાર કરોડોનો બોજો પડશે

છઠ્ઠા પગારપંચ મુજબ તમામ કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવશે તો ૧૦ હજાર કરોડનો બોજો સરકાર પર પડશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ સમગ્ર કેસ દરમિયાન આ બાબત ઉપર વિશેષ ભાર પણ મૂક્યો હતો. જો કે હાઇકોર્ટે સરકારપક્ષની આ દલીલ અગાઉના હુમક ઉપરાંત હાલના હુકમમાં પણ ગ્રાહ્ય રાખી નહોતી.

ફિક્સ પગારપ્રથા રદ કરવા કર્મચારી સંકલન સમિતિની માગ

રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને પૂરા પગારથી, પેન્શન અને ગ્રેચ્યુઇટીના લાભ સાથે નિમણૂક આપવાના ગુજરાત વડી અદાલતના ચુકાદાને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, સહકન્વીનર ગિરીશ રાવલે આવકાર્યો છે. યોગક્ષેમ સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ પગારની પ્રથા રદ કરી મૂળ નિમણૂકની તારીખથી પૂરા પગારની નોકરી આપવા સામે સરકારની એમ.સી.એ.ને હાઇકોર્ટે રદ કરી છે. અદાલતના આ આદેશને પગલે રાજ્ય સરકારે સત્વરે ફિક્સ પગારની પ્રથા રદ કરી પૂરા પગાર સાથે મૂળ પગારના નિવૃત્તિના તમામ લાભ સાથેના હુકમ એક માસમાં કરવા માગણી કરી છે.

'હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેના મામલે અપાયેલા ચુકાદાની નકલનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આગળની બાબતોનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.’ - એમ.એમ.શ્રીવાસ્તવ, અગ્ર સચિવ, નાણાં વિભાગ

કોને લાભ?

પીએસઆઇ
વિદ્યાસહાયક
જુનિયર ક્લાર્ક
પોલીસ રક્ષક
તલાટી કમ મંત્રી
પટ્ટાવાળા
જેલ સિપાહી
ગ્રામમિત્ર
ર્વોડ બોય
સ્વીપર વગેરે

સાભાર - દિવ્યભાસ્કર પેપર

Wednesday, April 11, 2012

Tuesday, March 27, 2012

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
આદરણીય શિક્ષકશ્રી,

==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 
==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 
                                                                                                                                                                                     ==>> અબ્રાહમ લિંકન

Wednesday, March 14, 2012

 ધોરણ 8 અને 11 માં 33 ગુણ - પાસ નો પરિપત્ર 

નીચેના સોફ્ટવેર આપના કમ્પ્યૂટરમાં લેવા માટે નીચેની લિંક પર ક્લીક કરી File મેનુમાં જઈ Download પર ક્લીક કરો. આપના કમ્પ્યૂટરમાં ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે.  

ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-1 

ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-2 


સત્તાવાર સમાચાર નહિ પણ મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યા મુજબ  માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ભરતી અંતર્ગત  તા ૧૨/૦૩/૨૦૧૨ ના રોજ Special Leave Petition (Civil) 30921 / 2011  તથા Special Leave Petition (Civil) 29978 / 2011 સુપ્રિમ કોર્ટના ચુકાદામાં તા  ૧૩/૦૪/૨૦૧૨ ની મુદત પડી છે. 

આચાર્ય ભરતી સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ  



પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે 

Friday, March 9, 2012

 Direct-and-Indirect-speech.ppt By Chetna Bhatt

ધોરણ - 10 સજીવોમાં પોષણ અને શ્વસન ( ડો. એ.વી વ્યાસ )  

H-TAT પરીક્ષા પાસ કરી હોય અને પ્રાથમિક શાળામાં આચાર્ય ભરતી માટે નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓના અનુભવના સર્ટિફિકેટમાં કર્મચારીનો પગાર બેંકમાં તેના Account માં થતો હોવો જોઈએ તેવો પરિપત્ર થયેલ છે. મોટાભાગના નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓનો પગાર સંચાલકો રોકડથી કરે છે.આ પરિપત્રના લીધે ઘણા અનુભવી પાસ થયેલા મિત્રો માટે ભરતીમાં થી બહાર ફેકાય જાય તો નવાઈ નહિ. ઉંમરની મર્યાદા પણ જટિલ પ્રશ્ન છે. 

આ પરિપત્ર અંતર્ગત પ્રચંડ વિરોધ કરવા અને વકીલ માર્ગદર્શન લઈ જરૂર લાગે તો કોર્ટ મેટર કરી લડત આપવા ઉપરોક્ત પ્રશ્ન  લાગુ પડતા હોય તેવા કર્મચારી મિત્રોની એક બેઠક તારીખ ૧૧/૦૩/૨૦૧૨ રવિવારના રોજ  બપોરે ૧૨ કલાકે  જહાનારા બાગ - ડેરી રોડ - પાલનપુર ખાતે  રાખેલ છે તો વધુમાં વધુ મિત્રોને પધારવા નમ્ર વિનંતી.  બીજા તબક્કાની મિટીંગ મહેસાણા મુકામે રાખવાનું આયોજન છે. જેની તારીખ - સ્થળ - સમય હવે પછી જાહેર કરવામાં આવશે. 

પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે 

Saturday, February 25, 2012

નીચેની એક્સેલ ફાઈલ માટે ---- 
Open file and click on enable button  જો ફાઈલ ન ખૂલે તો  tools--macro---security ---medium --save કરી ફાઈલ બંધ કરી ફરી ખોલવી અને એનેબલ બટન પર ક્લીક કરવી

 School GR DATA And Search Eassily data backup

Change Currency in word format ( Open file and click on enable button ) 

બે સંખ્યાઓ વચ્ચેની અવિભાજ્ય સંખ્યા શોધો  

અવયવપાડો  

Friday, February 24, 2012

વસ્તી ગણતરી અંતર્ગત પરિપત્ર

Safety-slogan-collection 

માનવ તંદુરસ્તી - જઠર તથા આંતરડા  

Tenses-for-std-5th-6th ( Satnam Patel)

સાવ સરળ કોયડો - જવાબ જુઓ

ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.

દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ? 

જવાબ -  બહિર્ગાળ લેંસ લઈ સૂર્યના તડકાને દોરી પર કેન્દ્રિત કરો. થોડીજ વારમાં દોરી સળગશે અને પથ્થર નીચે પડશે

ગુજરાત સરકાર બજેટ - 2012 -13  ભાગ-1 

ગુજરાત સરકાર બજેટ - 2012-13 ભાગ - 2



માધ્યમિક શિક્ષક ટાટ પરીક્ષા તારીખ ૦૬/૦૫/૨૦૧૨ રવિવારના રોજ લેવામાં આવશે.

બોર્ડ વિવિધ સમિતીના સભ્યો
આ પ્રશ્નો વિશે વિચારશો.......... 

પ્રશ્ન - 1    આપ આચાર્ય માટે પસંદ થયા છો. બોર્ડ આપને શાળામાં આચાર્ય માટેનો ઓર્ડર આપે છે. જેમાં દિન 7 કે 10 માં હાજર થવાનું છે. આપ ઓર્ડર લઈ શાળામાં આચાર્ય તરીકે હાજર થવાગયા અને સંચાલક હાજર ન કરે તો ?  કદાચ આપ ડીઈઓ ને જાણ કરશો. ડી.ઈ.ઓ કદાચ તે શાળાને ગ્રાંટ કાપ આપે કે 3 વર્ષ સુધી આચાર્ય ભરતી માટે એનોસી ન આપે કે પછી શાળા મંજૂરી રદ કરે પરતું આપ જ્યારે ફરિયાદ લઈ ડી.ઈ.ઓ પાસે જાઓ ત્યારે તો અન્ય શાળા માટે આચાર્યની પસંદગી સીટો ભરાઈ ગઈ હશે. તો ત્યાર પછી તમને કઈ પસંદગી આપશે  ? અન્ય શાળાની સીટો ભરાઈ ગઈ હશે.


પ્રશ્ન - 2    આચાર્ય તરીકે ઓર્ડર લઈ જવાનું થાય ત્યારે માતૃસંસ્થા નોટિસ પે  માગે તો  નોટિસ પે  આપવો કે કેમ ? 

Thursday, February 23, 2012

આચાર્ય મેરીટ લિસ્ટ જાહેર થયેલ છે. મેરીટ જાણવા નીચે ક્લીક કરો 

માધ્યમિક શાળામાં આચાર્ય મેરીટ જાણવા અહિ ક્લીક કરો 
 અગાઉ બોર્ડના પરિપત્ર મુજબ ૧૦ વર્ષથી ઉપરના પ્રત્યેક વર્ષ માટે 0.5 ગુણ જાહેર થયા હતા. પરંતુ જાહેર મેરીટ જોતાં ૦૭ વર્ષથી ઉપર પ્રત્યેક વર્ષ માટે 0.5 ગુણ લેખે વધુમાં વધુ 5 ગુણ મળવાપાત્ર છે.
આચાર્ય મેરીટ ગણતરી એક્સેલ ફાઈલ  


માધ્યમિક શાળામાં આચાર્યની ખાલી જગ્યાઓની યાદી

અખબારી યાદી - 1  

અખબારી યાદી - 2 

Tuesday, February 21, 2012

HTAT ની હોલ ટિકીટ ( કોલ લેટર ) માટે અહિ ક્લીક કરો 

ધોરણ - 9  શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( ડાભી રાજેશ ) 

સાવ સરળ કોયડો

ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.

દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ? જવાબ ગેસ્ટ બુક માં આવકાર્ય છે.

Friday, February 3, 2012






 HTAT ની પરીક્ષાના ૧૫૦ માંથી સંભવિત ગુણ તથા લાયકાતના ટકા નાખવાથી આપનું મેરીટ કેટલું થશે તે જાણો. એક્સેલ સીટ ઓપન કરી ફક્ત રંગીન  સેલમાં ડેટા નાખો.

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતી માટે મેરીટ ગણતરી યંત્ર

શાળાના TAN નંબર સાથે ઈન્કમટેક્ષ ભરવા માટેનું ચલન - 281 

Wednesday, February 1, 2012

ઘણા શિક્ષક મિત્રો કહે છે કે શાળામાં આચાર્ય બહેનોને પ્રસુતિની રજાઓ મંજુર કરે છે પરંતુ પુરૂષ કર્મચારીના કિસ્સામાં પિતૃત્વની રજા મંજૂર કરતા નથી અને પરિપત્ર માગે છે.પુરૂષ કર્મચારીને બે કરતાં ઓછા બાળકો હોય તેને પત્નિની દેખરેખ માટે પિતૃત્વની ૧૫ રજાઓ મળે છે તે અંતર્ગત પરિપત્ર અહિ સામેલ છે. જ્યારે મહિલા કર્મચારીને પ્રસુતિની ૧૩૫ દિવસ રજા મળે છે. 

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર  

કૌશલ્ય તાલીમ પરિપત્ર  

ધોરણ - 10 સર્વગ્રાહી શિક્ષણ પધ્ધતિ વિશે જાણો  

ઈન્કમટેક્ષ ગણવા અહિ ક્લીક કરો ( જિતેન્દ્ર પટેલ )

Income Tax Calculation Sheet For 2011-12   ( Satnam Patel )

Friday, January 27, 2012

 પ્રાથમિક શાળાના પરિપત્રો માટે અહિ ક્લીક કરો.


અત્રે નીચે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ માટે ઈન્કમટેક્ષ ગણવા એક્સેલ સીટ આપેલ છે. ઈન્કમટેક્ષ ગણવા માટે શીટની અંદર જ્યાં જ્યાં પીળા ખાના છે ત્યાં ત્યાં આપના ડેટા નાખવા.લીગલ લેઝર સાઈઝના  કાગળ પર પ્રિંટ કાઢવી.   

Income Tax Calculation Sheet For 2011-12   ( Satnam Patel )

Tuesday, January 24, 2012

 સરદાર સરોવર વિશે જાણો

ડાયાબિટીસને જાણો ( ડો કેતન ઝવેરી )


કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ – નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા – લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.


Tuesday, January 17, 2012


ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મેરીટ ગણતરી યંત્ર


અહી,નીચે વિવેકાનંદ વિદ્યાલય - જડીયા . તા.ધાનેરા  જિ. બનાસકાંઠા ના શિક્ષકશ્રી બાબુભાઈ પટેલે તૈયાર કરેલ ધોરણ - 9 તથા ધોરણ - 10 ના  વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષક મિત્રોના શાળામાં ઉપયોગ સારૂ મૂકેલ છે.શ્રી બાબુભાઈએ ખૂબજ સુંદર   પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. અન્ય શિક્ષક મિત્રો પણ મારા ઈ-મેઈલ આઈડી પર વિદ્યાર્થી માટે ઉપયોગી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલશો તો આનંદ થશે.  શ્રી બાબુભાઈના પી.પી.ટી આપના કમ્પૂટરમાં વાંચી શકાતા ન હોય તો LMG ARUN ફોન્ટ નાખવા. તેમનો મોબાઈલ નંબર ૯૮૯૮૩૬૭૩૬૮  છે. 





ધોરણ - 9  - પ્રકરણ - 7   પ્રેઝન્ટેશન ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )

ધોરણ - 9  -  પ્રકરણ - 8   પ્રેઝન્ટેશન   ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )






TAT EXAM RESULT FOR HIGHER SECONDARY

TAT EXAM RESULT PRESS NOTE 

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 6 પ્રેઝન્ટેશન