Archive for મે 16, 2010

જિંદગી અને સાચા-ખોટા નિર્ણય-કૃષ્ણકાંત ઉનડ્કટ


જિંદગીને  જીવવાની  ફિલસૂફી  સમજી  લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
                                                                  -મરીઝ

          જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે.
          પ્રેમ, દોસ્તી, લગ્ન અને કરિયર, આ ચાર બાબતો એવી છે કે જેના નિર્ણય આપણને આખી જિંદગી અસર કરતાં રહે છે. માણસને જો ખબર હોય કે મારો આ નિર્ણય મને તકલીફ કે દુ:ખ આપશે તો એ કોઈ દિવસ એવો નિર્ણય લ્યે જ નહીં. નિર્ણયની સૌથી મોટી તકલીફ જ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય છે.
          માણસ કોઈ બાબતે નિર્ણય લ્યે અને તેનું પરિણામ આવે તેની વરચે ઘણો સમય વીતતો હોય છે. અમુક સંજોગો અને પરિસ્થિતિ જ ઘણી વખત એવા વળાંક લેતાં હોય છે કે માણસે ધાર્યું હોય કંઈ અને થઈ જાય સાવ જુદું જ. સાચી વાત એ હોય છે કે જે થવાનું હોય છે એ થઈ ગયું હોય છે. પરિણામ ભોગવવાનું હોય છે. પરિણામનું પોસ્ટમોર્ટમ કરીએ તો નિષ્ફળતાના કારણો સિવાય કંઈ હાથ લાગતું નથી. અનુભવ આપણને ઘણું બધું શીખવતો હોય છે એ વાત સાચી પણ અનુભવમાંથી હતાશા કે નિરાશા ન થાય એની ખાસ દરકાર રાખવી જોઈએ. (વધુ…)

મે 16, 2010 at 4:41 પી એમ(pm) Leave a comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other subscribers

Blog Stats

  • 71,071 hits

Top Clicks

  • નથી
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

સંગ્રહ


Design a site like this with WordPress.com
શરૂ કરો