Archive for સપ્ટેમ્બર, 2014
( 525 ) નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… રિષભ મહેતા…. રસાસ્વાદ … વિનોદ પટેલ
ફેસબુક પેજ ઉપર શ્રી પંચમ શુક્લએ પોસ્ટ કરેલ નીચેની ગઝલ
વાંચતાં જ મને એ ગમી ગઈ .
આજની પોસ્ટમાં વી.વી. નાં વાચકો માટે એને અત્રે પ્રસ્તુત કરું છું.
આ ગઝલનો મારો લખેલ રસાસ્વાદ ગઝલની નીચે છે .
નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની ગઝલ… • રિષભ મહેતા
ફરી એકડો ઘૂંટીશ; કક્કો લખીશ પાછો,
જૂનું બધુંયે નવી રીતથી ભણીશ પાછો.
ઘણુંય કાચું રહી ગયું છે હવે જણાયું,
બધું ફરીથી બહુ જ પાકું કરીશ પાછો.
ઘણીય વેળા ઊઠા ભણાવી ગયા છે લોકો,
બધા જ ઘડિયા, બધા દાખલા ગણીશ પાછો !
જૂની પુરાણી નિશાળ છે ને હું પણ છું જૂનો,
જૂની કવિતા ઊભો ઊભો ગણગણીશ પાછો !
હવેથી નરસિંહ, હવેથી મીરાં, કબીર, તુલસી,
શબદ બધાનો ધીરે ધીરે હું પઢીશ પાછો.
પિતાજી લાવ્યા હતા રેડિયો બહુ જ સુંદર,
વીતેલ વર્ષો ફરીથી એમાં ભરીશ પાછો!
હવે ભલેને કપાઈ જાઉં નથી જરા ડર,
પતંગ સાથે ગગનમાં ઊંચે ઊડીશ પાછો.
હવે રહ્યું ના સમય કે સ્થળનું કોઈ જ બંધન,
View original post 311 more words


તાજેતરની ટિપ્પણીઓ