Archive for ડિસેમ્બર, 2013
(356 ) પાનખરમાં વસંત -ડોસા-ડોસી કાવ્યો / લેખ – બુઢ્ઢા હોગા તેરા બાપ
શ્રી ઉત્તમભાઈ ગજ્જર એમના ‘સન્ડે ઈ–મહેફીલ’ બ્લોગમાં પસંદગીની સાહિત્યની સામગ્રીનું ચયન કરીને સૌને વાંચવા માટે પ્રગટ કરી રહ્યા છે .
સ્વ.રતિલાલ ચંદરયા નિર્મિત ‘લેક્સિકોન’ અને એમના આ બ્લોગ મારફતે ઘણા વર્ષોથી સાહિત્યની સેવા કરી રહેલ મારા આદરણીય વડીલ મિત્ર શ્રી ઉત્તમભાઈએ સ્વ. સુરેશ દલાલ અને અન્ય કવિઓ રચિત ડોસા-ડોસી વિશેનાં ગીતો એમના ઈ-મેલમાં મને વાંચવા મોકલ્યાં છે .
આ ગીતોને એમના આભાર સાથે આજની પોસ્ટમાં સહર્ષ રજુ કરું છું .
સમાજમાં પાછલી ઉંમરે જીવનની સંધ્યાના અવનવા રંગો નિહાળતાં નિહાળતાં એક બીજાના સહારે જિંદગી ટૂંકી કરી રહેલાં અનેક ડોસા -ડોસીના મનોભાવો આ કાવ્યોમાં સરસ ઝીલાયા છે એની પ્રતીતિ થયા વગર રહેતી નથી .
આ ઉપરાંત ,શ્રી ઉત્તમભાઈએ એમના ઈ-મેલમાં આવા જ વિષય ઉપરનો એક સરસ લેખ “બુઢ્ઢા હોગા તેરા બાપ ” પણ મને મોકલ્યો છે .
શ્રી. જયેશ અધ્યારૂ લિખિત આ લેખમાં સિત્તેરની ઉંમર વટાવી ગયેલ પણ મનથી સદા યુવાન એવા આજના બોલીવુડના સુપર સ્ટાર ‘બીગ બી’ અમિતાભ બચ્ચનના જીવનની અવનવી…
View original post 930 more words

તાજેતરની ટિપ્પણીઓ