Stress- Email courtsey Vijay Dharia
ઓગસ્ટ 1, 2008 at 1:39 પી એમ(pm) Leave a comment
http://www.nlm.nih.gov/medlineplus/stress.html
We all have stress sometimes. For some people, it happens before having to speak in public. For other people, it might be before a first date. What causes stress for you may not be stressful for someone else. Sometimes stress is helpful – it can encourage you to meet a deadline or get things done. But long-term stress can increase the risk of diseases like depression, heart disease and a variety of other problems. This resource is from the National Institutes of Health.
પ્રજ્ઞાબહેન વ્યાસનાં તણાવો વિશેનાં વિચારો
આઘુનિક જીવનશૈલી સ્ટ્રેસનું મુખ્ય કારણ
1.જેની વિચારશક્તિ અને દુનિયા પ્રત્યેનો અભિગમ નેગેટિવ હોય .
2. ધનવાન અને સુખી માણસોને માનસિક તનાવ પોતાના માની લીધેલું સુખી જીવન ઓચિંતું દુઃખમાં પલટાઈ જશે તો શું થશે એવા ભયથી થાય છે.
3. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા પામેલાઓને ફક્ત એ ભયથી કે મારા પદ પ્રતિષ્ઠા છીનવાઈ જશે અને પોતાને મળતા માન-અકરામ જતા રહેશે તેનો ભય તનાવ લાવે છે.
4. જીવનમાં જેના દરેક પાસા (સફળતા માટેના પ્રયત્ન) ઉંધા પડ્યા હોય અને દરેક બાબતમાં નિરાશા અને નિષ્ફળતા મળી હોય તેને પણ આવી પડેલી પરિસ્થિતિ માનસિક તનાવ વધારે પ્રમાણમાં થાય.
5.ધારેલું ન થાય
6.રોજીંદા જીવનમાં અણગમતા બનાવ સતત બનતા રહે.
7.જેને પોતાના માન્યા હોય તેવા સૌ કોઈનું તમારા પ્રત્યે વિચિત્ર વર્તન
એક વાત સૌએ જાણી લેવાની છે કે જો આ બધા કારણોથી થયેલા તનાવ સતત રહે (ક્રોનિક) તો બી.પી., ડાયાબીટીસ, હાર્ટએટેક, કંપવા, સ્ટ્રોક, કેન્સર જેવા અનેક રોગોના જન્મદાતા બનશે.
તણાવનાં ચિન્હો
-
શારીરિકમાં સ્નાયુમાં ખેંચાણ દુખાવો. માથુ દુઃખે, થાક લાગે.
-
કાંઈ કામ કરવાનું મન ના થાય.
-
ખોરાક ખાવાની ઇચ્છા ના થાય.
-
ખાઓ તો જલદી પાચન ના થાય.
-
સ્ત્રીઓમાં માસિક ધર્મની અનિયમિતતા,
-
ચિડિયો સ્વભાવ.
-
શ્વાસોશ્વાસ અને નાડીના ધબકારાની અનિયમિતતા,
-
હાથ પગ ઠંડા થઈ જવા,
-
મોં સુકાઈ જાય
-
વારેવારે ઉશ્કેરાઈ જવું.
-
ગુસ્સે થવું
-
વારેવારે બાથરૂમ અને ટોઇલેટ જવું પડે.
-
આ બધાથી છૂટવા નશો કરવની આદત પડે.
-
જીવનશૈલી અસ્તવ્યસ્ત થઈ જાય,
-
કપડા સરખા ન પહેરે,
-
દાઢી હજામત ન કરાવે
-
કારણ વગર આમતેમ ફર્યા કરે.
-
કોઈની સાથે હળેમળે નહીં,
-
જેમ કામ કરતા હોય તેમાં ભૂલ કરે.
-
કપાળ, ભવાં અને ચહેરો ખેંચાયેલો લાગે,
-
સહેજ સહેજ વાતમાં ગુસ્સે થઈ મારામારી કરે
-
ચિંતાગ્રસ્ત રહે,
-
પુરી ઊંઘ ના આવે.
-
કામમાં ભૂલ કરે વાતવાતમાં નિરાશાજનક ઉદ્ગારો કાઢે.
-
નિરાશા અનુભવે.
-
કારણ વગર રડી પડે,
-
આવેશમાં આવી જાય.
ઉપાયો
- ઘ્યાન,
-
પ્રાણાયામ,.
-
ખોરાકનું આયોજન, .
-
હકારાત્મક જીવનશૈલી,
-
વાણીમાં સંયમ, .
-
નિયમિત સ્વસ્થ જીવનશૈલી, .
-
ખોટું નહીં બોલવું, .
-
કોઈને નારાજ નહીં કરવા,
-
ઇર્ષા નહી કરવી,
-
ભૂતકાળને ભૂલી જવો,
-
ભવિષ્ય માટે અમંગળ કલ્પના નહીં કરવાની,
-
સુખ કે દુઃખ બન્નેને સ્વીકારી લેવાનીભાવના,
-
કોઈની ટીકા નહી કરવાની,
-
તમારા શરીરની ક્ષમતા પ્રમણે કામ કરવું,
-
અહંકાર રાખવો નહીં, નિરપેક્ષ જીવન, .
-
પોતાની પાસે છે તે બહુ શ્રેષ્ઠ છે તેમ માનવાની વૃત્તિ,
-
નાની મોટી દરેક વાતમાં પોતે જ સાચા છે તેવું માનવાનો અને કહેવાનો આગ્રહ છોડી દેવો,
-
વર્તમાનમાં જીવવાની વૃત્તિ.
Entry filed under: આરોગ્ય માહીતિ, email.

Trackback this post | Subscribe to the comments via RSS Feed