Archive for ઓગસ્ટ 25, 2008

ચોમાસામાં પેટ સાચવજો-તિર્થલ બોદર

 ચોમાસું આવે અને તહેવારો આવે એટલે ફરસાણ અને ફરાળના નામે ગમે તે ખાવા-પીવાનું  બહાનું મળી જાય! પેટમાં ગમે ત્યાંથી, ગમે તેવો ખોરાક ઠાલવવાનું શરૂ થઈ જાય. એટલું પૂરતું ન હોય એમ એમાં ગંદુ પાણી પેટમાં પધરાવાય. પછી તો પેટના રોગો ન થાય તો જ નવાઈ!

ચીન, રશિયા કે અમેરિકાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળે એ જેટલી સામાન્ય વાત છે, એ રીતે ચોમાસાંમા પેટના રોગો થવા એટલું જ સામાન્ય છે! એક તો ચોમાસાના વાતાવરણને કારણે પાચનતંત્ર મંદ પડી ગયું હોય અને ઉપરથી આપણી અવ્યવસ્થિત દિનચર્યા, ખાવા-પીવામાં બેદરકારી અને ફાસ્ટફૂડ જેવું પેટના રોગોને સામેથી નોતરું આપે એવું ખાવાનું. નવાઇની વાત નથી કે વિશ્વના દેશોમાં પેટના રોગોમાં ભારત દેશ મોખરાનું સ્થાન ધરાવે છે. મોંથી શરૂ કરીને મોટા આંતરડા સુધી ફેલાયેલી પાચનતંત્રની આખી સાયકલને આ પેટના રોગો ખોરવી નાખે છે. કયારેક પરિસ્થિતિ વકરે તો વાત અલ્સર કે કેન્સર સુધી પણ પહોંચી શકે છે. અમદાવાદના ગેસ્ટ્રો સર્જન ડૉ. સુનિલ પોપટ કહે છે, ‘ચોમાસાની સિઝનમાં મોટાભાગના રોગો અશુદ્ધ પાણીને લીધે જ થાય છે. આપણે ત્યાં ચોમાસાની ઋતુ તહેવારોનું પણ ટાણું છે. એમાં લોકો મોટેભાગે બહાર ખાવાનું રાખે છે. જેની સીધી અસર પેટ પર પડે છે. ઉપરાંત સૂર્યનો તડકો પણ નથી નીકળતો, એટલે પેટના રોગો ફેલાવતા વાયરસ મોટા પ્રમાણમાં ફેલાય છે. તડકા વિનાની ભેજવાળી આબોહવા પણ પેટના (ગેસ્ટ્રોનોમિકલ) રોગોના વાયરસને મોકળું મેદાન પૂરું પાડે છે. આ બધાનો સરવાળો પેટના રોગો તરીકે આવે છે.’ વાતને આગળ ધપાવતા ડૉ. સુનિલ પોપટ કહે છે કે, ‘પાણીજન્ય રોગોના વાઇરસ અને બહારના વાતાવરણમાં મરછરોનો ત્રાસ વ્યકિતને ડેંગ્યુ, મલેરિયા, ચિકન ગુનિયા, જોન્ડિસ, હિપેટાઇટિઝ જેવા રોગોને થતા રોકી શકતો નથી. ઘણીવાર તાવની ગોળીઓથી પેટની હોજરી અને લીવર ઉપર સોજૉ આવે છે. જે પેટના ભાગોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી પેટના કોઈપણ રોગ આગળ વધે તે પહેલા જ ડૉકટર પાસે દવા કરાવવી જરૂરી છે.’ (વધુ…)

ઓગસ્ટ 25, 2008 at 3:33 એ એમ (am) 1 comment


Email

નિવૃત્તિની પ્રવ્રુત્તિ પુસ્તક મેળવવાનું સ્થાન

nivrutti_final12 ૧. "નિવૃત્તિનિ પ્રવૃતિ"પ્રસિધ્ધ થઇ ગઇ છે

reviews are on
http://vijayshah.wordpress.com/2009/12/30/nivruttini-pravruti-pustak-svarup/
Book ID 67718

www.authorhouse.com

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 51 other subscribers

Blog Stats

  • 71,071 hits

Top Clicks

  • નથી
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

સંગ્રહ


Design a site like this with WordPress.com
શરૂ કરો