ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 697,171 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

My English blog
https://sbjexpressions.wordpress.com/
Join 388 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
પાર્કમાં ચાલતાં બાજુમાં આ પથ્થર પડેલો જોવા મળ્યો. આમ તો એ બીજે ક્યાંક રઝળતો હશે. એને પાર્ક સંચાલકોએ અહીં લાવીને મૂક્યો હશે. એ જે ખડકનો ભાગ હતો તેની ઉપર માણસે ક્રૂર રીતે હથિયાર ચલાવ્યાનાં ઘા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. એનો આકાર પણ માણસની તલવાર ચાલી હોવાનો પૂરાવો આપે છે.
ખેર, આપણી એ અવળચંડાઈને બાજુએ મૂકીને એની પર કાળના પ્રવાહનાં સચવાઈ રહેલાં સગડ તરફ નજર કેન્દ્રિત કરીએ. ‘સગડ’ વિશે એક અવલોકન આ રહ્યું….
નદી કે સરોવરની તળિયે પડેલી રેતીમાં પાણીનાં વલયો જમણી બાજુમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ડાબી બાજુએ અલગ અલગ રંગની જુદી જુદી ચીજોનાં અવશેષ કે સગડ પણ આપણે જોઈ શકીએ છીએ. એ ચીજો શી હતી – તે તો કોઈ તજજ્ઞ એનો વિગતે અભ્યાસ અને પૃથક્કરણ કરે તો જ ખબર પડે. પણ જરૂર ત્યાં લાખો વર્ષ પહેલાં કાંઈક હતું.
સગડ વિશે, સમયના વહેણ વિશે અહીં ઘણું બધું વિચાર્યું / લખ્યું છે. પણ આજની વાત આ રહી….
સામાન્ય રીતે, ચાલતાં ચાલતાં આપણી નજર આજુ બાજુની મોટી મોટી ચીજો પર જ જાય – વૃક્ષો, ઘાસ, તળાવ, નદી, પર્વત વિ. પણ નાની નાની, આ પથ્થર જેવી ક્ષુલ્લક ચીજો પર આપણી નજર ભાગ્યે જ જાય.
પણ એ પથ્થરનો પણ એક ઈતિહાસ હતો – એનું પણ એક જીવન હતું. આ પથ્થર જ શા માટે? જીવનની આપણી સફરમાં રસ્તે આમ ઘણાં અવશેષો – ઘણાં જીવન રઝળતાં, અટવાતાં, ઠેબે ચઢતાં હોય છે. આપણા જીવનની જેમ એમની પણ કશીક વાત હતી – એ આપણી નજરે ભાગ્યે જ ચઢે છે.
એ પથ્થર કે એની બાજુમાં સરકતી ખિસકોલી કે કોઈ પક્ષી પણ આ ચાલનાર તરફ ભાગ્યે જ નજર માડતું હશે ને? તીસમારખાંઓની નજરે તો આ અવલોનકાર પણ ઠેબે ચઢી ગયેલો, અટવાતો, ઠેબે ચઢતો પથ્થર જ ને?
એ તો એમ જ હોય. દરેક અસ્તિત્વ એના પોતાના હોવાપણામાં જ રમમાણ હોય છે ને?
ચાલો, આપણે પણ વધારે પડતા વિચાર વાયુઓનાં વમળમાં અટવાયા વિના આપણાં હોવાપણામાં જ સધ્યાન બનીએ.
વાચકોના પ્રતિભાવ