સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વોલીબોલ – એક અવલોકન

ગઈ કાલે પાર્કમાં ચાલતાં વોલીબોલ રમવાના આ ક્ષેત્રની તરફ નજર કેન્દ્રિત થઈ. આમ તો ઘણી વખત ત્યાંથી પસાર થયો છું.  કદીક ત્યાં ખેલાડીઓ રમતા હોય તો પણ કદી તેને આમ ગંભીરતાથી જોયું ન હતું. કારણ સ્પષ્ટ છે.  આવી રમતો તરફ પહેલેથી દુર્લક્ષ છે. 

પણ કાલે એને જોઈને વિચારોના ઘોડાપૂર ઊમટી આવ્યા.

વોલીબોલની રમતનો એક સૌથી અગત્યનો નિયમ –

બીજી પણ ઘણી રમતોમાં આ નિયમ સૌથી અગત્યનો હોય છે . જેમ કે, ટેનીસ, પીન્ગપોન્ગ વિ. જગતમાં ઠેર ઠેર, વિવિધ પીઠિકાઓ પર આવી જ રમત સર્વવ્યાપી છે. રાજકારણ અને ધર્મકારણની રાજરમતોમાં તો ખાસ!  બ્લોગર બહેન શ્રીમતિ પ્રવીણા કડકિયાએ એની પર ઘણો બળાપો પ્રદર્શિત કર્યો છે. આ પોસ્ટ વાંચો.

કઈ પીઠિકા વોલીબોલથી વંચિત છે? સમાજોમાં, શિક્ષણના ક્ષેત્રે, કળા અને સાહિત્યના ક્ષેત્રે. ઘરની ચાર દિવાલોમાં પણ આ રમત બહુ પ્રિય હોય છે ! બીજું તો બધું છોડો – આપણા મનની અંદર પણ સતત તુમૂલ યુદ્ધ સતત ચાલી રહ્યું હોય છે. સતત આવી જ બોલિંગ!

તમારા વિચારો જણાવશો?