Posted in Uncategorized | Leave a Comment »
જૂન, ૨૦૨૬ – અમારા જન્મદિનનો મહિનો.. ખૂબ ખૂબ મીઠડી ભાવ લહરો લઈને આ વખતે પધાર્યો છે.
જન્મદિન વિશેષાંક- ઈ બુક પ્રકાશન… શબ્દ પુષ્પોની, ભાવન કૃતિઓ- ૧૫ જૂને, સાહિત્ય સંગીતનું વિશ્વ ને જનફરિયાદ ન્યુઝનાં પૂજા રાવલ સંપાદિત છે.ગુજરાતી સાહિત્યના વૈભવને ચોખા કંકુથી, શ્રી પ્રદીપ રાવલ ને શ્રી કૌશિકભાઈની પ્રતિભાવંત એડમીન ટીમે વધાવ્યા છે. અમને પણ કવિતા થકી – જન્મદિન અવસર મધુરો માણવા મળ્યો.. આનંદ બેવડાઈ ગયો.
રમેશ પટેલ” આકાશદીપ”-ને, સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં ગીતકાર તરીકે પદાર્પણ કરવાનો મોકો- કલ્પસીને આર્ટ, શ્રી રીતેશ મોકાસણા દિગદર્શીત ફિલ્મ- “જીવતરની જર્ની” માં મળ્યો છે, જે ૧૯મી જૂને સુરત થીયેટરમાં રીલીજ થશે.
જૂન માસ એટલે, ગ્રેજ્યુએટ પદવીદાન સમારોહનો મહિનો. દોહિત્ર પરિવાર જાનુ, સલોની, ખુશી , આદિ ને રોહન-૨૦૨૩ થી દર વર્ષે, સૌ કુટુમ્બીજનોને ગૌરવથી ઝુમતા કરી દે છે. આ બધી ખુશીઓ સાથે, વિશ્વ પટાંગણે ટકોરા દે છે- Happy Father’s Day 21 June – Special celebration થી હર્ષની હેલી કરવા થનગનતો.
આવો જન્મદિનની ખુશીઓને કવિતાથી લહેરાવીએ.

16 June 2026 – Birthdate
ઘમઘમ ઘૂમે સમય વલોણું ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
પ્રાથુ પ્રભાતે પ્રેમે
ઋતુ તપ ધરું હામે
ઝીલી ઝરમર ઝીણું ટહુકતી જાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
વ્હાલપની વનરાઈયું
ભીતરમાં લહેરિયું
નભ રાતું ને મદમાતું કલરવ ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
સ્નેહે સંભારું સ્વજન
જન્મદિન ઝૂમે વતન
રામજીને રાખી ખુશ દિલડું રે ગાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
સ્નેહભીંની વણઝારું
વધામણી આ સંભારું
મન મલકે ચીતરી આ મધુરી ભાતું
..કે વાયરા લાવ્યા છે મીઠી મીઠી વાતું
રમેશ પટેલ(આકાશદીપ)
….
જન્મદિન કિનારા થઈ ભીંજે…..
ઝગમગ ઝગમગ દીઠા અમે તો
સ્વપ્ન મહીં અજવાળા
હસી ખુશીના ફૂલો લઈને
મહેકે મિત્ર રૂપાળા
કંકુવરણી ખીલી જ પ્રભા આ
સ્વજન સંગ હું પ્રાથું
માગું જ ખુશી મિત્ર જગતની
પ્યાર મુબારક ઝીલું
પવન સપાટા ભાવ અંતરના
સંગ જ સાગર નૈયા
જન્મદિન કિનારા થઈ ભીંજે
ચીતરું ભાત સવૈયા
વિશાલ નભ સમ હૈયાં હરખીલાં
દઉં ઋણ સભર સંદેશા
પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં
પૂરે ઈશ અભિલાષા
રે જન્મદિન અવસર મધુરો…
રમે આંગણે આનંદ ન્યારો,
જન્મદિને ઝીલે પરિવાર ખુશીઓની હેલી
આશિષ શુભેચ્છા ને પુષ્પોની રંગીલી ઝોલી
દે ડગ જન્મદિન, જીવતર કેરી કેડી
હાલો જંગે સપનાંની વણઝારું તેડી
ગુલાબ મોગરો ચંપો ચમેલી સૌરભ છાંટણ
પ્રભાત પાવન લઈ શુભેચ્છા લહરે આંગણ
બ્લોક પ્રકાર અથવા શૈલી બદલો
ખુશીઓની મને ગમે સૌગાતો
ઉપકાર અગણિત ગાઉં ગીતો
એક આદમી નૂર હજારા, ચૈતન્ય લીલા વીરા
દે યાદ જન્મદિન, છે ઋણ સવાયું માથે ધીરા
મળ્યા નિરાકારના સાકાર ઉપહારા
દેજો આશિષ શિરે, પ્રભુ મંગલકારા
સમય સંજોગો, અવની વંટોળો, ભલે તાકતા રે ડોળા,
સુખ સંતોષી સ્નેહ સંદેશે, લખશું જીવતરનાં લેખાં-જોખાં.
રમેશ પટેલ(આકાશદીપ)
Posted in Uncategorized | 1 Comment »
AAINA-WR-000103
विश्व रिकॉर्ड साहित्यिक सहभागिता सम्मान-पत्र प्राप्त हो हुआ।

-रमेश पटेल” आकाशदीप”
इसके लिए आईना की पूरी टीम विशेष रूप से आईना की संस्थापिका आदरणीया डॉ. ममता सैनी मैम का दिल से शुक्रिया मुझे इस ऐतिहासिक साहित्यिक विश्व रिकॉर्ड का हिस्सा बनने का शुभ अवसर प्रदान करने के लिए।

…
On AAINA…participant.
AAINA-WR-000103
1) प्रेमल पंथ…
कैसे न छलके चाहत का ख़ुशी ख़ज़ाना
चंचल नयन और अधर से मधु फुहारा।
कोकिल बुलबुल कंठ मधुर मधुरा
भाये मुस्कान भरा ये दिल तुम्हारा
जाये मिल जब हसीन, दो दिल के तरानें
राही लगे,जन्नत प्रेमल पंथ के दो दिवानें।
प्रसादी ऋतु बसंत की मन भावन
झुमे प्यार भरा दिल जैसे हो सुमन
सागर चाँदनी सा मचलता ये संग हमारा तुम्हारा,
रंग सजायें, लाल गुलाब दिल में प्यारा प्यारा॥
Posted in Uncategorized | Leave a Comment »
Posted in Uncategorized | Leave a Comment »
Posted in Uncategorized | Leave a Comment »






