આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

જૂવો ઉમરેઠમાં ક્યા ભરાયા પાણી,ક્યાં સર્જાયો ટ્રાફિક અને ક્યા તળાવ છલકાયા..!


ઉમરેઠ ડાકોર રોડ ઉપર સવારે વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કેટલીક જગ્યા ઉપર વૃક્ષ ધરાશય થયા હતા જેથી ઉમરેઠ પોલીસ સ્ટેશનના જવાનો તેમજ પો.સ.ઈ ડાભી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે વરસાદ વધારે હોવાને કારણે વૃક્ષ હટાવવાની કામગીરીમાં મુશ્કેલીઓ પડી હતી લગભગ દોઢ થી બે કલાકની જહેમત બાદ ટ્રાફીક પૂર્વવત થયો હતો.
1
ઉમરેઠની ઓડ ચોકડી પાસે સંતરામ પાર્ટી પ્લોટ બહાર કાંસ માંથી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ઓડ ચોકડી પાસે પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકા તંત્ર દ્વારા તાબળતોબ જે.સી.બી મશીનથી સદર કાંસ માંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી બાદમાં પાણી ઓછું થતા આ વિસ્તારમાં પણ ટ્રાફિક પૂર્વવત થઈ ગયો હતો જ્યારે ઓડ ચોકડી પાસે આવેલ ગેરેજ પાસે આવેલ એમ.જી.વી.સી.એલની ડીપીમાં પણ તણખા સાથે ધડાકો થતા વીજ પૂરવઠો ખોરવાયો હતો.
ઉમરેઠના રામ અને વડા તળાવ છલોછલ – લગભગ ૧૨ થી ૧૫ કલાક સુધી અવિરત ચાલુ રહેલા ભારે વરસાદને કારાણે ઉમરેઠનું વડું તળાવ છલોછલ થઈ ગયું હતું. બીજૂ બાજૂ બ્યુટીફીકેશનના તબક્કા માંથી પસાર થઈ રહેલા રામ તળાવમાં પણ પાણી ભરાઈ ગયું હતુ. ચર્ચાઈ રહ્યું છે કે રામ તળાવમાં પાણી ભરાઈ જતા રામ તળાવના બ્યુટીફીકેશનમાં અગવડ પડશે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થતા નિયત સમય કરતા વધારે સમય જશે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.