આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ચંન્દ્રમુળેશ્વર મહાદેવ , ઉમરેઠ


ઉમરેઠ #આપણુંઉમરેઠ #મહાદેવ #ચંન્દ્રમુળેશ્વરમહાદેવ

સંકલન – વિવેક દોશી #આપણુંઉમરેઠ

લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા ઉમરેઠ જ્યારે અમરાવતી નગરી નામે ઓળખાતુ હતુ અને જહાં પટેલે ઉમરેઠ વસાવ્યું હતુ ત્યારે પણ ઉમરેઠમાં દક્ષિણ-પૂર્વ દીશામાં સ્વયં-ભુ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ અસ્તીત્વમાં હતું તેવી લોક માન્યતા ઉમરેઠ નગરમાં પ્રવર્તમાન છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવ હાલમાં ઉમરેઠમાં મહાદેવજીના ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સવાર સાંજ આરતી અને પુજા માટે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવની મુલાકાત કરતા હોય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવની ગૌરવ ગાથા કહેતા મંદિરના પુજારી પરિવારના શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે તેઓના દાદા હંમેશા કહેતા હતા કે ઉમરેઠનું ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સ્વયં-ભુ છે તેની પાછળ એક દંત કથા પણ જોડાયેલ છે, જેના અનુસાર જહાં પટેલ જ્યારે ઉમરેઠ નગર વસાવતા હતા ત્યારે ઉમરેઠ ઉમરાવતી નગરી તરીકે ઓળખાતું હતું તે સમયે માત્ર બ્રાહ્મણના ગણ્યા ગાંઠા ઘર હતા તે સમયે હાલમાં જ્યાં ચંન્દ્રમુળેશ્વર મહાદેવ છે તે વિસ્તારમાં એક ગાય હંમેશા પોતાના ચાંચળ માંથી બધુ દૂધ ઠાલવી દેતી હતી સાંજે ગાયના માલિક ગાયનું દૂધ નિકાળતા હતા ત્યારે તે ચોક્ક્સ ગાય દૂધ આપતી ન હતી આવું નિરંતર બનતું હતુ જેથી એક દિવસનો માલિક તે ગાય પાછળ આખો દિવસ ફર્યો ત્યારે તેને જોયું કે તે ચોક્કસ જગ્યાએ પોતાની ચાંચળ નું દૂધ ખાલી કરી દેતી હતી આવું બે ત્રણ દિવસ ચાલ્યું જેથી જે જગ્યાએ ગાય દૂધ ઢાલવતી હતી તે જગ્યાની સાફ સફાઈ વ્યવસ્થીત રીતે કરતા તે જગ્યાએ શિવલીંગ મળી આવ્યું હતુ જે જોઈ નગરના બ્રાહ્મણો વિચારમય બની ગયા હતા અને તે જગ્યાએ ત્યાર થી શીવલીંગ અસ્તીત્વમાં આવ્યું છે અને ત્યાર થી ચંન્દ્રમુળેશ્વર મહાદેવનું શીવલીંગ સ્વયં-ભુ હોવાની માન્યતા છે. તેઓએ ઉમેર્યું હતું કે પ્રાચીનકાળ થી સદર મહાદેવ અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, રાજા રજવાડાના સમયમાં સંત-મહંત ની સમાધી પણ મહાદેવ આસપાસ લીધી હતી જેના પુરાવા હાલમાં પણ મહાદેવ પરીસરમાં હાજરા હજૂર છે. સંત મહંતઓ દ્વારા મહાદેવ આસપાસ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ તેઓની ડેરી પણ બનાવવામાં આવી છે. સિધ્ધરાજ જયસિંહ નામના રાજાની માતા મિનળદેવીને આ મહાદેવનું ધાર્મિક મહત્વ ખબર પડતા સદર મહાદેવનો જીર્ણોધ્ધાર કરી મિનળદેવીએ મહાદેવનું નવ નિર્માણ કર્યું હતું, હકીકતમાં સદરમ મહાદેવ પહેલા ચંન્દ્ર મૌલીશ્વર મહાદેવ તરીકે ઓળખાતુ હતુ, પરંતુ ઉચ્ચારણ દિવસે દિવસે બદલાતા આજે ચંન્દ્રમુળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. મહાદેવમાં બીરાજમાન શીવજી ચંન્દ્રજી ધારાણ કરે છે જેથી પહેલાના વખતમાં મહાદેવને ચંન્દ્રમૌલિશ્વર તરીકે લોકો ઓળખતા હતા. ઉલ્લેખનીય છે કે મહાદેવમાં બીરાજમાન શીવજી મુંખારવીંદ સ્વરૂપે વર્ષમાં બે વખત નગર વિહાર કરે છે. મહાશીવરાત્રી ના દિવસે તેમજ શ્રાવણમાસમાં છેલ્લા સોમવારે મશાલ,પાલખી,છડી,ચામર સાથે ઠાઠ થી શીવજી નગરવિહાર કરે છે અને અશક્ત અને મહાદેવમાં ન આવી શકે તેવા લોકોને ઘરે બેઠા દર્શન આપે છે આ સમયે શીવજીનું દયાળું સ્વરૂપ ના દર્શન કરી ભક્તો ધન્ય થઈ જાય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પરીસરમાં શીતળામાતા અને બળીયાદેવનું પણ મંદિર આવેલ છે. શીતળામાતાનું મંદિર ખુબજ જુજ પ્રમાણમાં હોય છે ત્યારે ઉમરેઠમાં એક માત્ર ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જ શીતળામાતાનું મંદિર આવેલ છે. આ ઉપરાંત બળીયાદેવની બાધા માટે તમામ ધર્મોના લોકો મહાદેવમાં આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન ઘી ના કમળ, ફુલવાડી સહીત વિવિધ સણગારના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઐતિહાસીક અને અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવતા શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખવાની પરંપરા છેલ્લા કેટલાય વર્ષો થી ચાલે છે.લગભગ દોઢસો વર્ષથી શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢ સુદ એકમના દિવસે અષાઢી જોખવાની પરંપરા ચાલે છે. પૂનમની સાંજે જૂદા જૂદા ધાન્યો અને કઠોળનું વજન કરી કોરા કટકામાં તેની પોટલી બનાવી મુકવામાં આવે છે અને તમામ પોટલી એક કુંભમાં મુકી તે કુંભ મહાદેવના ગર્ભ ગૃહમાં પંચ રૂબરૂ મુકવામાં આવે છે. બીજા દિવસે એટલે કે, અષાડ સુદ એકમના દિવસે પંચ રૂબરૂ કુંભ બહાર કાઢી ફરી તમામ ધાન્યો અને કઠોળ તોલવામાં આવે છે અને જે ફેરફાર નોંધાય તેને અષાઢી કહેવાય છે. જો કોઈ કઠોળ કે ધાન્યનું વજન ઓછું થાય તો તેનો પાક ઓછો થાય છે અને વહેપારીઓ તે વસ્તુનો ધંધો કરવામાં તકેદારી રાખતા હોય છે, જ્યારે કોઈ વસ્તુના વજનમાં વધારો થાય તો તે વસ્તુનો પાક સારો થાય છે તેવી ઉમરેઠ પંથકના ખેડૂતો અને વહેપારીઓમાં માન્યતા છે. શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથકમાં જ નહી સૌરાષ્ટ્રમાં પણ ખુબ પ્રચલીત છે,ત્યાંના ગંજ બજારના વહેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારા માટે મંદિર પ્રશાશનને ફોન કરી પુછતા હોય છે.

મહાદેવજીની આરતીનું આધ્યાત્મિક મહત્વ – ઉમરેઠમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જે આરતી ગવાય છે તે જવલ્લેજ અન્ય મહાદેવમાં ગવાતી હશે તેમ કહેતા શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે મહાદેવજીની આરતીમાં બાર જ્યોતિર્લીંગ તેમજ શીવ તાંડાવ નૃત્યનો પણ ઉલ્લેખ આવી આરતી લગભગ અન્ય કોઈ મહાદેવમાં ગવાતી નથી જેથી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં ગવાતી આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ

One response to “ચંન્દ્રમુળેશ્વર મહાદેવ , ઉમરેઠ”

  1. Harish Dave's avatarHarish Dave July 31, 2020 at 2:44 am

    🙏🙏🙏🙏🙏

    Sent from Yahoo Mail for iPhone

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.