આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2022

આગમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી


ઉમરેઠમાં આવેલ આગામ સ્કૂલના વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃત્તિના ભાગરૂપે શાળા દ્વારા ઉમરેઠ પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવી હતી. ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.એ.ઝાલાએ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ફુલ આપી તેઓનું સ્વાગત કર્યું હતુ અને સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં થતા વિવિધ કાર્યો અંગે સમજ આપી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કયા ડેસ્ક પર મળવું, જેલ, તેમજ રાયફલ નો ઉપયોગ અંગે સમજ આપી હતી અને પોલીસ પ્રજા નો મિત્ર છે અને પોલીસ સ્ટેશનમાં આવતા સમયે કોઈએ પણ બીક ન રાખવી તેની સમજ આપી હતી. આ ઉપરાંત પી.એસ.આઈ એસ.એ.ઝાલાએ પ્રજાસત્તાક દીન, સ્વતંત્રતા દીવસમાં પરેડ અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશન ની મુલાકાત દરમ્યાન સંતોષ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ બિસ્કીટ આપી વિદાય આપવામાં આવી હતી.

ઘરે બેઠા મોબાઈલ દ્વારા ફરિયાદ થઈ શકશે…

ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ઝાલાએ બાળકોને ગૃહ ખાતા દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ એપ્લીકેશન અંગે સમજ આપતા જણાવ્યું હતુ કે, હવે ડીઝીટલ ગુજરાત અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેમાં મોબાઈલ ચોરી, વાહન ચોરી જેવી વિવિધ ફરિયાદ પોલીસ સ્ટેશન આવ્યા વગર ઘરે બેઠા મોબાઈલ થી થઈ શકશે તે અંગે માહિતી આપી હતી.