આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ બાર એશોશીયેશનનું ગૌરવ


praful ઉમરેઠના જાણીતા નોટરી વકીલ અને ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ પ્રફુલભાઈ સુત્તરીયાની ની  તાજેતરમાં બાર કાઊન્સીલ ઓફ ગુજરાતમાં કો.ઓપ્ટ સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓની  ગુજરાત બાર કાઊન્સિલના કો. ઓપ્ટ પદે વરણી થતા ઉમરેઠ બાર એશોશીયેશન સહીત આણંદ જિલ્લાના  વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. હાલમાં પ્રફુલભાઈ સુત્તરીયા ઉમરેઠ બાર એશોશીયેશનના  પ્રમુખ પદે તેમજ આણંદ જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર પદે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.