આર્થિક વિકાસની તક માટે વધુ મહેનત ક૨વી પડશે, ભાઈ બહેનો સાથે સુમેળ ૨ાખવો, સ૨કા૨ી કાર્યમાં જાળવવું.
રાશિચક્રની અંતિમ રાશિ મીન માટે પાંચમાસ્થાનનો અધિપતિ ચંદ્ર સપ્તાહની શરૂઆતમાં છઠ્ઠા સ્થાન પરથી ભ્રમણ કરી રહ્યો છે.ઓવર કોન્ફિડન્સને લીધે નુકશાનીની શકયતા જણાય રહી છે. અયોગ્ય વસ્તુના ખાનપાનથી સ્વયંને દૂર રાખવા. ક્ધયા રાશિ પરથી પસાર થનાર ચંદ્ર સાતમા સ્થાન પરથી ભ્રમણ કરશે.અહી ચંદ્ર શનિસાથેપ્રતિયુતિમાં આવીને પીડિત બનશે. પ્રતિસ્પર્ધીઓને હળવાશથી લેવા નહીં. અન્યથા પ્રતિકૂળ ગોચર સમયે તેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્ર તુલા રાશિ પરથી પસાર થશે. અહી બુધ સાથેનું ભ્રમણ શુભ પુરવાર થાય. સંતાનોને યોગ્ય સમયે સહકાર આપવાથી એમને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં સહાયક સિદ્ધ થઇ શકશો.મંગળનીદ્રષ્ટિમાં રહીને થતું ચંદ્રનું પરિભ્રમણ જાહેર જીવનમાં પ્રગતિ આપે.વ્યક્તિત્વનો વિકાસ થતો અનુભવી શકો. કંઈ પણ નવું શીખવા ભાષા તથા કળાના અભ્યાસ માટે ઉચિત સમય તથા માર્ગદર્શન મેળવી શકો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy