હાર્દિક પટેલ હીરો બની ગયો એ પટેલ અનામત આંદોલન આશરે બે વર્ષ પહેલા ચાલ્યુ હતુ. તેના પડઘા શમ્યા પછી પાછા વિધાનસભાના ૨૦૧૭ ના કારણે ફરી એના પડઘા પાછા ઓક્ટોબર ૨૦૧૭ માં પડવા માંડ્યા.
પટેલ આંદોલન કોઇ પણ સંજોગોમાં મૂદ્દા આધારીત ન હતુ અને નથી. બસ, માત્ર રાજકીય રીતે સત્તાધારી પક્ષને હેરાન કરીને સમસ્ત પ્રજાને દાવ ઉપર મૂકી subversion & sabotage ની સ્થિતી પેદા કરી દેવી. બસ, કોઇપણ ભોગે સરકારને બદનામ કરવી – એ સ્પષ્ટ ઇરાદો હતો.
હાર્દિક પટેલે આ જ રીતે પટેલ દંગલ ચાલુ કરેલું ત્યારે એ તોફાનો શરૂઆતમાં સમજી ન શકાય એવા અ-કળ હતા. જો કે, પછી બધુ સ્પષ્ટ થતું ગયુ. અને હાર્દિકે ચાલુ કરેલ આંદોલનને બે વર્ષ થવા આવ્યા પણ હજુ આજે બે વર્ષ પછી પણ એ જ સ્થિતી પ્રવર્તે છે. બસ પહેલાં જે મૂંઝાઇ જવાય હતુ તે હવે સ્પષ્ટ થતું જાય છે.
હવે જે સ્પષ્ટ થવા માંડ્યુ છે – તે આ મુજબ છે.
સમય પસાર થતાં, આજે હવે તો at par હાર્દિક ગણાતા જો કે, બીજા બે નેતાઓ (તત્વો) ઉભરી આવ્યા છે. (૧) જિજ્ઞેશ મેવાણી, અને (૨) અલ્પેશ ઠાકોર.
શ્રીમાન જિજ્ઞેશ મેવાણી આજે દિલ્હીમાં રેલી કરી રહ્યા હતા. મેવાણીને પોતાને પણ અચરજ છે કે, साला मै तो विधायक बन गया…
છેલ્લા થોડા દિવસોના ભાષણમાં એ વારંવાર કહે છે. – ‘‘હું વિધાયક છુ.
દેશ પ્રત્યે અને દેશની સાર્વભૌમિકતા વિષે જેઓ દેશ વિરોધી ગદ્દાર પુરવાર થયેલ છે તેવા અને ભારત તેરે ટુકડે હજાર હોંગે બોલનારાઓને સાથે લઇને જિજ્ઞેશને તેજાબી ભાષણો કરવા છે.
તે વાસ્તવમાં કશું ખાસ કંઇ નથી.
હાર્દિક પટેલ-જિજ્ઞેશ મેવાણી એ બીજુ કશું નથી. બસ subversion & sabotage નું બીજુ નામ છે.
……………………………………………….
subversion નો અર્થ આ મુજબ છે.
Destroying someone’s (or some group’s) honesty or loyalty; undermining moral integrity
અર્થાત…
ભાજપ – હિંદુ – નરેન્દ મોદી – રાષ્ટ્રવાદીતા નું બસ હનન જ કરવું છે. સરકારોને મૂંઝવી નાંખે તેવા બખેડા ઉભા કરવા. સંવિધાનની વાતો કરવી. નૈતિક જુસ્સો તોડવા સિવાય કોઇ જ હેતુ નહી.
……………………………………………….
sabotage નો અર્થ આ મુજબ છે.
A deliberate act of destruction or disruption in which equipment is damaged – Destroy property or hinder normal operations
દેશમાં લોકોને ઉશ્કેરીને સડક ઉપર લઇ આવવા. બસ હવે તો, તોફાનો અને તોડ-ફોડ થી જ પ્રશ્ન ઉકલશે… મહારાષ્ટ્રમાં જિજ્ઞેશના ભાષણો આ જ હતા ને?
……………………………………………….
જિજ્ઞેશે મહારાષ્ટ્રમાં કરેલા ભાષણનો સારઃ-
એવો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે જાણે કે, આખુ હિન્દુસ્તાન દલિતોનુ વિરોધી થઇ ગયું હોય. બીજી બાજુ, આ દેશ ટોળાઓનો દેશ છે. કેટલાક અ-બુધ અને અણસમજુ દલિતો તોફાને ચઢી પણ શકે, એ શક્યતાનો ભરપૂર રાજકીય (ગેર) ફાયદો મેળવવાનો પ્લાન .
ગેરફાયદો એટલા માટે કે અલબત્ત, સત્તા પ્રાપ્ત કરવા કોઇ પણ મેદાને પડી શકે. તે કંઇ મોદી કે ભાજપનો જ ઇજારો નથી. પણ જ્યારે સત્તા મેળવવા અ-યોગ્ય સાધનો વાપરવામાં આવે તો તે ગેરફાયદો મેળવવાની વાત છે.
છપ્પન ઇંચનો સીનો ચીરી નાંખવાની તો, એવી રીતે વાતો જિજ્ઞેશ મેવાણી એવી રીતે કરે છે જાણે કે, હમણાંજ મોદીએ દલિતો ઉપર અત્યાચાર કરવાના જાહેરમાં પણ લઇ લીધા હોય !! જાણે કે મોદી આ દેશ ૨૦૦-૩૦૦ વર્ષ પાછળ લઇ ગયા છે અને દલિતોને ફરી પાછા અત્યાચારો ભોગવવા માટે મજબૂર કરવામાં આવશે – એવી વિધિસરની કોઇ નીતિ હમણાં જ સરકારે ઘડી કાઢીને તેની જાહેરાત કરી નાંખી હોય અને તેનો અમલ પણ ચાલુ થઇ ગયો હોય. અને આ બધા (કાલ્પનીક અન્યાય) સામે જાણે કે, એક નવો દલિત નેતા કે, જે દલિતોનો રહેનુમા અને ઉધ્ધારક થઇને આવી ગયો છે – અને તે છે જિજ્ઞેશ મેવાણી. અને એ જ રીતે પટેલો માટે હાર્દિક પટેલ અને ઓ.બી.સી. માટે અલ્પેશ ઠાકોરને સમજવા.
આર.એસ.એસ.એ જાણે કે, બે-ચારને પાડી દીધા હોય!! એ રીતે આર.એસ.એસ. અને મોહન ભાગવત સામે મેવાણી દ્વારા ઝેર ઓકવામાં આવે છે. વિરોધ એવી રીતે કરવામાં આવી રહ્યો છે જાણે કે, મોહન ભાગવત અને આર.એસ. એસ. માત્ર મનુવાદી જ હોય અને તેના હિમાયતીઓ હોય !!
આખા દલિત સમાજ સામે બ્રાહ્મણો મેદાને પડ્યા હોય, અને બ્રાહ્મણોએ (જિજ્ઞેશના મતે માત્ર મનુવાદીઓએ ) કોઇક અત્યાચારો કરીને દલિતોને નર્યા હડધૂત કર્યા હોય.
જિજ્ઞેશ મેવાણીના ભાષણોના બે-ત્રણ બીજા વાક્યો….
— વિધાનસભામાં ધોલાઇ કરીશ.
— ૧૫૦ ના અભિમાનમાંથી ૯૯ ઉપર લાવી દીધા. એ વાત પાછો એ પોતે જ અભિમાનથી બોલે છે.
……………………………………………….
હાર્દિકની પણ આવી જ સ્ટાઇલ છે. કન્હૈયાકુમારની પણ આ જ સ્ટાઇલ છે.જેએનયુ માં પણ આવી જ સ્ટાઇલ હતી.
……………………………………………….
આજે પાછા રાહુલ ગાંધી પરદેશમાં જઇને ભારતની ખરાબ પરિસ્થિતીની વાતો કરે છે.
……………………………………………….
તો મોટો પ્રશ્ન એ છે કે, આ મુદ્દા આધારીત નહીં પણ બસ માત્ર રાજકીય પ્રેરીત એક મોડેસ ઓપરેન્ડી છે ને આ? શું સ્પષ્ટ થતું જાય છે, આ ?
આ દેશે હવે કદાચ નવા કાયદા બનાવવા પડશે. આવા સેટ કરેલા અને સ્ક્રીપ્ટેડ ભાષણો અને તોફાનો બંધ કરવા…
આ દેશે અપ્રમાણસર ભેગી કરેલી સંપત્તિના કેસો બહુ ઝડપથી ચલાવવા પડશે. અને જેઓએ વર્ષો સુધી સત્તા ભોગવીને અ-પ્રમાણસર સંપત્તિ ભેગી કરી છે – જેમના સગાઓ માલા-માલ થઇ ગયા છે, તેમની સાથે ઝડપથી પેન્ડીંગ કેસો ચલાવવા પડશે.
……………………………………………….
પોસ્ટના વાંચક મિત્રોને વિનંતી કે, કૃપયા તમારો અભિપ્રાય કમસે કમ બે-ત્રણ વાક્યો કે શબ્દોમાં દર્શાવો કે આપણો દેશ જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોદીની રાહબરી હેઠળ સારુ કરી રહ્યો છે ત્યારે આવા તત્વો ને ગદ્દાર કહીશું કે કેમ?
……………………………………………….
સ્પષ્ટતા– આવા સમજ વગરના મહત્વકાંક્ષી તત્વોનો (subversion & sabotage) આ દેશની વિરૂધ્ધમાં ઉપયોગ થઇ રહ્યો છે. પોતાન ભૂતકાળના દુષ્કૃત્યોથી બચવા અને સત્તા હાંસલ કરવ માટે.
હાર્દિકે જે કોઇ બે-ફામ વાણી વિલાસ કરેલો તે કંઇક ડરને કારણે જ. તેની પ્રગટેલી તાકાત પણ લાગેલા ડરને કારણે જ. એ જ કારણે કોંગ્રેસના ખોળામાં જઇને બેઠો. કારણ કે જો, કોંગ્રેસની સત્તા આવશે તો જ બચી શકાશે. અને આ ફીયર ફેક્ટરે હાર્દિકમાં એક તાકાત પ્રગટાવી. એ તાકાતનો ઉપયોગ કંકઇ એવા લોકોએ જ કર્યો. દુશ્મનકા દુશ્મન અપના દોસ્ત. હાર્દીક આમ તો, અત્યાર સુધી એવી છાપ ઉપસાવી શક્યો છે કે, તેણે નરી વિકૃતી પ્રગટાવી છે, એવું સમસ્ત પ્રજા (મોટાભાગના પટેલો સહીત) પ્રજાને લાગતું હોય એવી જ ચર્ચાઓ ચ્હાની કીટલીઓએ અને કચેરીઓમાં થતી હોય છે.
વિચારધારાનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી મતભેદ હોઇ શકે. દલિતો ઉપર થતાં અત્યાચારો સાંખી લેવામા આવે એવી માનસિકતા આજે સમાજની રહી નથી. જે રીતે બ્રાહ્મણો સામે જિજ્ઞેશે જેમ ફાવે એમ વાણી વિલાસ કર્યો છે, તો ખાસ કરીને સવર્ણો કે બ્રાહ્મણો ક્યારેય એવી વિચારધારા ધરાવતા હોતા નથી.
એવી શરમજનક અને અપમાનજનક ઘટનાઓ પરત્વે તો આજના સુધરેલા સમાજે ઘણાં વર્ષો પહેલાં હરીજનો માટે રખાતો પ્રણાલિકાગત (નહીં કે, એક સોચી સમજી નીતિના ભાગરૂપે) આભડછેટ વગેેરે ક્યારના ય ત્યજી દીધેલા છે. એ વિષે આવેલી એક ગુજરાતી ફિલ્મ કોઇ ચોક્કસ એક વર્ગના લોકોએ નહોતી બનાવી. બલકે એના સર્જનમાં એવા બધાનો ફાળો રહેલો છે કે જેઓને ગાળો દેવામાં આવે છે.
આમ છતાં, દલિતો પર અ-માનુષી અત્યાચાર થયા હોય એવી અસાધારણ અતીશયોક્તિની વાત એટલા માટે મેવાણી દ્વારા કરવામાં આવે છે કે, બસ નેતા બની જવું છે. એ ચાહતમાં અને એ માનસિક ભૂમિકાએ જઇએ તેજાબી ભાષા દ્વારા બસ, બધાના દિલો દિમાગ ઉપર છવાઇ જવાની તમન્ના અને તીવ્રતા એટલી હદે પ્રવર્તતી લાગે છે કે, દલિતો પર બસ નર્યા અત્યાચાર જ થાય છે – સભાનપણે એવો માનસિક ભ્રમ ઉભો કરીને – બસ બોલ્યા કર્યે છે.
હકીકતમાં તો, હરીજનો પ્રત્યે ભૂલાયેલ એવી અયોગ્ય બાબતોની યાદ જિજ્ઞેશે જ તાજી કરાવીને દલિતોને આખા સમાજથી અલગ કરવાની વાત કરી છે. જે રીતે તમને ગુમડુ થયું હોય, મટી જવા જ આવ્યું હોય, અને ખબર કાઢવા આવનાર તમારી ખબર પૂછીને ગુમડા ઉપર હાથ ફેરવીને પંપાળવાના બહાને ભીંગડું ઉખાડી લોહી કાઢે એમ જિજ્ઞેશે સમાજના ભાગલા પાડવાની વાત કરીને દલિતોને ઉશ્કેર્યા છે.
કારણઃ– આવા તત્વોનો દુરૂપયોગ રાજકીય રીતે કરવામાં આવી રહ્યો છે. મહત્વકાંક્ષાઓનો અપચો આસમાને ચઢતો જાય છે. જાતિવાદને ઉશ્કેરીને ટોળા ભેગા કરવા છે. બે વર્ષ પહેલાં જે કંઇ મૂંઝાઇ જવાય એવું લાગતું હતુ, તે હવે સ્પષ્ટ થતું જાય છે. પટેલો, દલિતો, ઓ.બી.સી. વગેરેને એક કરીને સત્તા પ્રાપ્ત કરો. નહીં, તો મોદી ….
હા.. કહી દેવાય એવુ જ છે. મોદીઓનું મૂળ કામ બળદ દ્વારા ઘાણીમાંથી તેલ કાઢવાનું. અને આ મોદી તો, તેલ કાઢશે જ…કેટલાય ને જેલમાં જવું પડશે… એની દહેશત અને કરેલા કાળા કારનામાઓ સતાવે છે. રાહુલ ગાંધી આજે તો પરેદશમાં જઇને આ દેશની વાતો કરે છે. કારણ કે, … સમજી શકાય એવુ છે ને કે, મોદી… મોદી… ના નાારાઓ સતાવે
……………………………………………….
આદરણીય પ્રવીણભાઈ,
સાચું કહું તો આપણો ભારત દેશ લોકશાહીને લાયક જ નથી!!
આજે દરેક ભ્રષ્ટ નેતા પોતાના પાપ કે દુરાચાર છુપાવવા રોજ નવા બખેડા ઉભા કરે છે!!
મારા હિસાબે તો મોદી સાહેબે આ દેશમાં આગલા ૬ વર્ષમાટે “કટોકટી” લાદી દેવી જોઈએ!!
હર્ષદ રવેશિયા
હર્ષદભાઇ, સાચું કહું તો, આપે કરેલા સૂચન મુજબ મને કેટલીય વાર વિચાર આવેલો છે. વાણીસ્વાતંત્ર્ય અને લોકશાહી એટલે જેને જેમ ફાવે તેમ બોલવાનો પરવાનો, એવું થઇ ગયું છે. ટપોરી બ્રાન્ડ લોકો પણ ગમે તેમ બખેડા કરે, જ્ઞાતિ-જાતિવાદ ચલાવે અને તેની પાછળના કારણો તો, બસ સત્તા લાલસા અને વ્યક્તિગત આભા-પ્રતિભા કંડારવાની અનૈતિક અને લાલચું વિચારધારાઓ. કટોકટી લાદવામાં આવે તો, પણ Power corrupts and absolute power corrupts absolutely..વાળો ખેલ થવાની સંભાવના રહે. ઇન્દિરા ગાંધીએ જ્યારે એવું પગલું લીધું તો, સત્તા સ્થાને બેસેલા ફાટીને ધુમાડે ગયા હતા. માટે એવી જરૂર હોવા છતાંય એ પગલું લેવાનું ફરી પાછુ જોખમી જ છે. બસ, સવાલ આ દેશના લોકોની નૈતિકતાઓ છે. થોડું આગળ વધીને કહું તો, “સદભાવનો પ્રત્યાઘાત સદભાવ” એ નીતિ અને નિયમ દરેકે દરેક જ્ઞાતિ-જાતિ-પ્રદેશ-ના લોકોના લીડરોએ શીખવો જોઇશે. પટેલો, જાટ, ગુર્જર, દલિતો વગેરેના ગૃપ્સ એવી રીતે કામ કરવા માંડ્યા છે કે જાણે આ દેશમાં એમની ચોક્કસ કોમ્યુનીટી કે જાતિ પ્રત્યે જાણે કે, ઓરમાયું અને નર્યો અત્યાચાર જ હોય – એવી ખોટી છાપ ઉભી કરીને રાજકારણ રમવામાં આવી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ એ સમજવાની જરૂર છે કે, ભાઇ આ દેશમાં ભારતનું બંધારણ ઘડવામાં અલબત્ત ભીમરાવ આંબેડકરનો બહોળો હિસ્સો હતો. પણ એ કંઇ માત્ર આંબેડકરે નથી ઘડ્યું .. એ માટેની બંધારણ સભામાં સંખ્યાબંધ સવર્ણો અેટલે કે, બિનઅનામત વાળા ય હતા. માત્ર આંબેડકરે જાણે કે, ઝઘડીને અનામત પ્રથા લીધી હોય અને આ સમાજ જાણે કે, કશું ય આપવા તૈયાર ન હતો, એવી કોઇ વાત ન હતી. આ એ જ સમાજ છે કે, જેને સમજાયું કે, વર્ષો સુધી એક પ્રથા તરીકે અમુક વર્ગોનું શોષણ થયું છે – એ વાત સ્વીકારીને અનામત આપવામાં આવી છે. ત્યારે, બંધારણના શીડ્યુલ લીસ્ટમાં સમાવાયેલા SC અને ST ઓએ ક્યારેક તો સારી અને સાચી ભાષા, બોલવી જોઇશે કે, અમે આ સમાજના આભારી છીએ કે, જે સમાજ અન્યાય કરી રહ્યો હતો, એ જ સમાજે અમારા માટે પ્રયત્નો કર્યા છે. અમારી સાથે સમાજની સદભાવના છે. અને અમારી લાગણી છે કે, સમગ્ર સમાજના ભલા માટે આપણે બધા એક થઇએ…. !! આ તો, જે જુઓ તેઃ જમાલભાઇનો જુદો ચોરો – લઠ્ઠ લઇને બેસી જાય છે.. અને કેટલાક મૂર્ખા અથવા તો, ભોળા, કે લાગણીમાં તણાઇ જનારા એમની પાછળ નીકળી પડે છે અને છેલ્લે મારા-મારી અને દાદાગીરીનું જ રાજ કરવું છે…
ઠક્કર સાહેબ,
કંઈ પણ કહો, આ દેશ અને આ દેશવાસીઓ સ્વતંત્રતાને જરા પણ પાત્ર નથી!!
અહી તો લશ્કરી કાયદો અને લોખંડી સાશન જરૂરી છે!!
આજે લોકોને ખબર નથી કે જે આઝાદી તેઓ ભોગવી રહ્યા છે, માણી રહ્યા છે કે દુરુપયોગ કરી રહ્યા છે તે મફતમાં નથી મળી!! ૧૮૫૭ થી ૧૯૪૭ સુધીના આઝાદીમાટેના જંગમાં લાખો દેશવાસીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે!!
મારા શબ્દો લખી રાખજો, જો આમ ચાલતું રહ્યું તો આગામી બે-ત્રણ દાયકામાં ભારત દેશ અનેક ટૂકડાઓમાં વહેંચાયેલો હશે અને સરદાર પટેલની સઘળી મહેનત એળે ગઈ હશે…
ટૂકડા થાય તે પહેલાં
જય ભારત – જય હિન્દ – જય જય ગરવી ગુજરાત
હર્ષદ રવેશિયા