ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસનું ગજુ નથી, એ તો કોંગ્રેસે ય સ્વીકારવું પડે. તેમનો કોઇ નેતા નથી. એક (કહેવાતા જાંબાઝ) શંકરસિંહ વાઘેલા તેમની વર્ષો પુરાની આદત મુજબ ડખા-પંચા કરી ચૂક્યા છે. માત્ર બાપુની પોતાની જ નહીં, કોંગ્રેસની પોતાની ય રાજકીય ખરાબ ઇમેજમાં વધારો કરી ચૂક્યા છે. ગોધરાની હોસ્પિટલમાંથી ISIS વિચારધારાવાળો આતંકવાદી પકડાવાની ઘટના તો બળતામાં ઘી જેવું કામ કરી જાય ને !?
વિશ્વને ગજાવનાર અને પોતાના દમ ઉપર મેરીટ સાબિત કરી ચૂકેલા લાયન મોદી (એટલે ભાજપ) આગળ કોંગ્રેસ બિલાડી તો શું, કીડીમાં પણ ના આવે, એ સત્યનો કોણ ઇન્કાર કરી શકે?
કોંગ્રેસે આચરેલા ભ્રષ્ટ્રાચારના તેમની વિરૂધ્ધના મૂદ્દા ઢાંકી દેવાના ભરપૂર પ્રયાસોમાં કોંગ્રેસે (૧) નોટબંધી, અને (ર) GST ના બે શસ્ત્રો કોંગ્રેસે ગજવવા માંડ્યા. જેની ખરેખર પ્રજા ઉપર કેટલી પારિણામિક અસરો ઉપજશે, એ સવાલ લાખ રૂપિયાનો છે.
અલબત્ત રાહુલ ગાંધીની સભાઓમાં જંગી મેદની આવે છે, જે નોંધપાત્ર બાબત છે. તેનું એક કારણ જિજ્ઞાષાવૃત્તિ પણ હોઇ શકે. પપ્પુ તરીકે ફેમસ થયેલા રાહુલ ગાંધીનું નેગેટીવ પાસુ ટોળાં ભેગા કરવા માટે હકારાત્મકતામાં આટલા પુરતું તો પરિણમ્યુ છે. શું લોકોને જિજ્ઞાષા હશે કે, ટીવી ઉપર જોયેલા રાહુલ ગાંધી (પપ્પુ) ખરેખર કેવા લાગે છે? રાહુલ ગાંધી કેવા ‘‘પપ્પુવેડા’’ કરે છે, તે રૂબરૂ જોવા-સાંભળવા મળશે ! આવી જિજ્ઞાષા ઉપરાંત, કદાચ (??) કોંગ્રેસ આપણું ભલું કરે તો સારી વાત છે, એવી માનસિકતાએ રાહુલ ગાંધીની સભામાં પ્રજા ઉમટી પડી હોય. ટોળા ભેગા કરવા આજના યુગમાં થતાં મેનેજમેન્ટના ભાગરૂપે ટોળા થતા હોય છે.
ભાજપ સામે ઉગામવામાં આવતા (૧) નોટબંધી, અને (૨) GST ના કોંગ્રેસના બે મજબૂત શસ્ત્રોને બુઠ્ઠા કરવા માટે (૧) કાળુ નાણું, (૨) બિન-હિસાબી નાણું, (૩) કોંગ્રેસી બીજા પક્ષોના નેતોઓના ભ્રષ્ટ્રાચાર, વગેરે મુદ્દાઓનો નવેસરથી ઢોળ ચઢાવવા માંડ્યો છે. અભિષેક મનુ સીંધવી સામે કરોડોની બિન હિસાબી નાણાંનો કેસ પાછો અત્યારે ઉભરી આવ્યો છે.
(થોડું વિષયાંતર:- કોંગ્રેસમાં વકીલોની ફોજ છે. જેઓ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ઘણી અપીલોમાં ઉભા રહેવા માટે એક એક મુદતની ફી રૂપિય ૬ લાખ થી ૧૫ લાખ લે છે. જે નામો આ મુજબ છે. (૧) કપિલ સિબ્બલ, (૨) પી. ચિદમ્બરમ, (૩) હરીશ સાલવે, (૪) સલમાન ખુરશીદ અને (૫) રામ જેઠમલાણીને ભાજપ અને મોદીની ટીકા કરવા બદલ કોંગ્રેસી વકીલોની યાદીમાં મૂકવામાં વાંધો નહીં, બિન હિસાબી નાણું એકઠુ કરનારાઓની યાદી બનાવવા. (૬) શાંતિ ભૂષણ (આપ પાર્ટી વાળા) ને ય આ યાદીમાં સામેલ કરી દેવાય !! સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે ત્યારે, બે-ત્રણ મિનિટ જ આ વકીલોને બોલવાનો સમય મળતો હોય છે. બે-ત્રણ મિનિટ બોલવાની ફી લાખોમાં હોય છે.)
ભાજપે નોટબંધી અને GST ના કોંગ્રેસના બે શસ્ત્રોને બિનહિસાબી નાણાંને સ્વચ્છ કરવાના અભિયાનમાં પરાવર્તિત કરવા માંડ્યા છે. એ બહાને, ભાજપની ભૂલો, ભૂલ પણ નહીં દેખાય !! ભાજપની સામે (૧) નોટબંધી, અને (૨) GST ના બે શસ્ત્રો વાપરીને કોંગ્રેસ નસીબ ચમકાવવા કોશીષ કરે છે ત્યારે, તે જ શસ્ત્રો ભાજપ પાછા ફેંકીને કોંગ્રેસની ભ્રષ્ટ્ર છાપમાં ઉમેરો કરી રહી છે. કોંગ્રેસના બે શસ્ત્રો બૂમરેંગ પૂરવાર થઇ રહ્યા છે.
(Boomerang = ફેંકનાર પાસે પાછું આવતું કોરેલા લાકડાનું અર્ધચક્ર જેવું ઑસ્ટ્રે.ના આદિવાસીઓનું એક અસ્ત્ર, (યોજના અંગે) મૂળ કરનાર ઉપર ઊલટવું, મૂળ ઘા કરનાર ઉપર વળતું પાછું આવવું)
દિલફેંક પ્રજા તરીકેના ઉન્માદમાં આ બાબતને મોદીની હોંશિયારી કહેવી કે, વિધાતા દ્વારા નિર્માણ થતી ઘટના કહેવી, એ પણ એક મુદ્દો છે.. આ મૂદ્દાને ય વિષયાંતર તરીકે ગણીને પડતો મૂકીએ-જવા દઇએ !!
GST માં ૨૮ ટકા (અ-સાધારણ ઉંચા કરવેરા) થી ઘટાડીને ૧૮ ટકા થઇ ચૂક્યો છે. બીજી વખત પણ ફરી ઘટાડો કરીને હોટલમાં જમવાનો જીએસટી પાંચ ટકા કરવામાં આવ્યો છે. કરમાળખા સુધારી ખરેખર ભાજપ (ભાજપ એટલે આપણે ‘મોદી’ જ સમજવાનું) દેશનું ભલુ કરવા માંગે છે, એ પ્રતીતિ કરાવવા માંડી છે. હવે, GST નું શસ્ત્ર, પણ કોંગ્રેસ માટે બુઠ્ઠુ થતું જાય છે અને સામે પક્ષે ભાજપ માટે તે જ શસ્ત્ર ફાયદાકારક પુરવાર થવા જઇ રહ્યુ છે.
કેટલાય વેપારીઓ એવું કહેતા સાંભળવા મળે છે કે, અમે તો, પહેલેથી જ વ્હાઇટનો ધંધો કરીએ છીએ, અમને GST નો વાંધો છે જ નહીં.
પ્રજા તરીકે જુઓ તો, વેપારીઓને GST નો વાંધો ય ક્યાં હોય ? GST નો ટેક્સ તો વેપારી ગ્રાહક પાસેથી વસૂલીને સરકારને આપે છે. વેપારીને ક્યાં કશો વાંધો હતો ? આ તો, બૂમો મારતા જવાનું અને લાભ મળે તે બટોરતા રહેવાનું! ભારતીય તરીકે પ્રજાની આ તો સર્વસામાન્ય લાક્ષણિકતા છે!!
એમાં જ્ઞાતિ, જાતિ, રંગ વગેરેના કોઇ પ્રશ્નો વગર બધામાં સમાનતા પ્રવર્તે છે. આ લાક્ષણિકતાને દેશદાઝનો અભાવ, સ્વાર્થી પ્રજા, ભ્રષ્ટ પ્રજા, સ્વાર્થમાં ગુલતાન એવી એકતાના અભાવવાળી પ્રજા, વગેરે વગેરે જે અર્થઘટનો કરવા હોય તેનો પૂરો અવકાશ છે. એ મૂદ્દાને બાજુએ રાખીએ !! વિષયાંતર ન કરીએ!! ભાજપ-કોંગ્રેસ ઉપર પાછા આવીએ. ટૂકમાં કોંગ્રેસના બે શસ્ત્રો બુઠ્ઠા થવા ઉપરાંત તેનાથી ભાજપને ફાયદો થાય, એવો સીનારીયો રચાતો જાય છે.
આ સંજોગોમાં, હવે કોંગ્રેસ માટે એક માત્ર હાર્દિક પટેલ જ હથિયાર તરીકે દેખાવા માંડ્યો છે. પણ કોંગ્રેસ હજુ ફૂંકી ફૂંકીને આગળ વધે છે. આમેય હાર્દિકને રાજકારણમાં પ્રવેશી તો જવું જ છે. પટેલ સમાજનો ઉપયોગ કરી એની ખીચડી રાંધવી છે. ૨૧ વર્ષની ઉંમરે પટેલ અનામત આંદોલન જગાવ્યું, અને ૨૩ વર્ષની ઉંમરે, કોંગ્રેસ પાસેથી બેગો લેવા માંડી. એ કોંગ્રેસ કે જેનો બીજો પર્યાય ભ્રષ્ટ્રાચાર છે એ કોંગ્રેસ હાર્દિકને લાંચ આપે છે, એવા વીડીયો વાયરલ થયા હતા !! હાર્દિક કોઇ રાજકીય હોદ્દો ધરાવતો નથી. બસ, આડુ-અવળુ બોલી ટોળા ભેગા કરી શકે છે. જ્ઞાતિવાદને બહેકાવી શકે છે !
આપણાં દેશમાં હાર્દિક મોટો કે કોંગ્રેસ મોટી ?
આ હાર્દિકની યશગાથા છે?
આ દેશની દુર્દશાનો પુરાવો છે હાર્દિક ?
હાર્દિકના અપકૃત્યોના ડીજીટલ પુરાવા બહાર પડ્યા. અશ્વીન સાંકડાસરીયા, જે પાસ સાથે સંકળાયેલ પટેલ છે, તે અશ્વીન સાંકડાસરીયાએ હાર્દિકના સેક્સકાંડનો પર્દાફાશ કર્યો છે. બીજા પણ ઘણાં પટેલો હાર્દિકની વિરૂધ્ધમાં મેદાને પડ્યા છે. એ બધામાં ક્યાંય ભાજપ ચિત્રમાં નથી. હાર્દિક આણિ કંપની અને કોંગ્રેસ સી.ડી. કાંડમાં હાર્દિકના બચાવમાં એવું કહીને કૂદી પડ્યા કે, આ તો ભાજપે નકલી સી.ડી. બનાવી છે. પણ એ પછી, ફાંફે ચઢી ગયેલી કોંગ્રેસના હાઇકમાન્ડથી એક દિવસ તો એવા પણ સમાચાર આવી ગયા કે, હાર્દિકના પાસ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે.
પણ કોંગ્રેસ પાસે મોદીત્વને તોડવા માટે આત્મવિશ્વાસનો અભાવ કે વિચારસરણીનો અભાવ હોય પણ હાર્દિક સિવાય કોંગ્રેસ પાસે હવે કોઇ વિકલ્પ રહ્યો નથી. માટે પાછુ કોંગ્રેસ અને હાર્દિક-પટેલોનું ઇલુ ઇલુ ચાલ્યુ છે. પણ પાછો પ્રશ્ન એ પણ આવે કે, પાસ પટેલોનું સંગઠન કરી તેના નેતાઓ રાજકારણમાં પ્રવેશી પૈસા પેદા કરવા માંગે છે, એ છતું થઇ જવું ન જોઇએ – એ પણ મૂદ્દો છે. કોંગ્રેસની હાઇકમાન્ડ પાસે કોઇ બીજો મૂદ્દો તો છે જ નહીં, ત્યારે ગુજરાતનો લોકલ હાર્દિક પટેલ અનામત ઉપર કામ લાગે તો, ડૂબતો તરણું પકડે એમ કોંગ્રેસે હાર્દિકનો હાથ ઝાલી લીધો છે. અથવા હાર્દિકે કોંગ્રેસનો હાથ ઝાલી લીધો છે.
પણ એક વાત નક્કી છે કે, રાજકારણમાં આજની યુવા પેઢીને જોડાઇ જવું છે. અને ખાસ કરીને એનો પ્રણેતા હાર્દિક છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણ કે, રાજકારણમાં જઇ ઇઝી મની બટોરવાની જ વાત છે ! કોઇને સેવા તો કરવી નથી. ઓબીસી ના અલ્પેશ ઠાકોર અને દલિતોના જિજ્ઞેશ મેવાણી પણ આ બાબતના જ પ્રતિબિંબો છે. જ્ઞાતિવાદને વકરાવી પોતાની અંગત મહેચ્છા સંતોષવી છે.
ગુજરાતનું રાજકારણ અત્યંત નિમ્ન સ્તરે પહોંચ્યુ છે – એમ કહી શકાય? રાજકારણને જ દોષ દેવો કે, આખો સમાજ એવા સ્તરે પહોંચ્યો છે – એમ કહી શકાય ?
એકંદર પરિસ્થિતી એવી છે કે, કોંગ્રેસ ખરેખર ફાંફે ચઢી ગઇ છે કે, ભાજપનો (એટલે કે, મોદીનો) સામનો કેવી રીતે કરવો ? માટે કોંગ્રેસને હાર્દિકમાં અને હાર્દિકને કોંગ્રેસમાં લાભ દેખાય છે. પટેલો પૈકી મોટો પટેલ વર્ગ સમજી ચૂક્યો છે કે, હાર્દિક સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધે છે. આવા સંખ્યાબંધ વીડીયો યુ ટ્યુબ ઉપર છે. તે પૈકી ત્રણની લીન્ક નીચે છે.
(અશ્વીન સાંકડાસરીયાએ હાર્દિકના સેક્સકાંડનો કરેલો પર્દાફાશ)
(અશ્વીન પટેલ પાસના રાષ્ટ્રીય સંયોજક છે – તેમનો ઇન્ડિયા ટી.વી.ને ઇન્ટરવ્યુ.)
(આવી સંખ્યાબંધ વીડીયો જોવા અહી ક્લીક કરો)
આ જ થીયરી ઠાકોર અને દલિત સમાજને પણ લાગુ પડે છે.
કોંગ્રેસ એનું અસ્તિત્વ ટકાવવા માટે ફાંફા મારે છે – એ પુરવાર થશે કે, ભાજપને GST અને નોટબંધીના માઠા ફળ ચાખવા પડશે ? એ તો, આવનારા સમયમાં પુરવાર થશે..
પ્રતિસાદ આપો