ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

SMS – સ્વીટ મેસેજ શેરીંગ

મિત્રો, ઘણા દિવસો પછી બ્લોગ પર પોસ્ટ મુકી છે. તાજા લખેલા થોડાંક મુક્તકો લઇને આવ્યો છું, જે SMSથી પણ Share થઇ શકે તેવા છે. આશા છે કે આપને ગમશે.

images

*

તમારા દાંત જોઇને દાડમના દાણા બનાવ્યા,
ને હોઠ જોઇને પછી એણે પરવાળા બનાવ્યા.

*

તે મને પ્રેમથી તરબતર કર્યો,
ને મેં પણ હિસાબ સરભર કર્યો.

*

સંબંધ ફુલ અને ઝાકળના જેવો રહ્યો,
માંડ માંડ ભીના થયા ત્યાં તડકો થયો.

*

તને ભુલવાની લાખ કોશિષ કરી છે,
અનહદ ચાહવાની સજા સાંપડી છે.

*

જે દિલમાં હતું તે કહેવાયું નહીં,
‘તમે’માંથી ‘તું’ સુધી જવાયું નથી.

*

હવાની લહેરખી જેમ સ્પર્શી ગઇ,
તું મારા દિલમાં પરાણે વસી ગઇ.

*

પ્રેમમાં કોઇ કોઇનાથી બીતા ન હોય,
પ્રેમમાં કોઇ આચારસંહિતા ન હોય !

-સુરેશ લાલણ

જાન્યુઆરી 20, 2013 - Posted by | સ્વરચિત કાવ્યો

2 ટિપ્પણીઓ »

  1. ખુબ સરસ ભાઈ…
    મારા નવા બ્લોગની મુલાકાત લ્યો…
    http://myshayribyvikas.wordpress.com/
    જય સ્વામિનારાયણ…

    જીવન કલા વિકાસ's avatar ટિપ્પણી by જીવન કલા વિકાસ | જાન્યુઆરી 21, 2013 | જવાબ આપો

  2. સંબંધ ફુલ અને ઝાકળના જેવો રહ્યો,
    માંડ માંડ ભીના થયા ત્યાં તડકો થયો……

    ફિદા ફિદા…. ખુબ સરસ!

    દીપક's avatar ટિપ્પણી by દીપક | જાન્યુઆરી 21, 2013 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free