ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે….


તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,

રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!

હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,

એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?

હસતાં હસતાં ય ખરતાં રહે છે,

આંખોમાં નકરાં આંશુ ભર્યા છે!

મહેંકી ઉઠી છે દિલની હવેલી,

શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!

દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,

આ દિલમાં દિવા કોણે કર્યા છે?

-સુરેશ લાલણ 

જૂન 8, 2011 - Posted by | સ્વરચિત કાવ્યો

3 ટિપ્પણીઓ »

  1. સરસ.

    Heena Parekh's avatar ટિપ્પણી by Heena Parekh | જૂન 13, 2011 | જવાબ આપો

  2. I like ur blog

    mukesh mechanical engineer's avatar ટિપ્પણી by mukesh mechanical engineer | જૂન 12, 2012 | જવાબ આપો

  3. khub saras

    હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

    વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

    Ansuya Desai's avatar ટિપ્પણી by Ansuya Desai | માર્ચ 31, 2014 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free