ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે !

 

પ્રિયે,

 

          જો આજે હું તારા સાંનિધ્યમાં હોત તો મે તને પ્રેમના રંગે અને હૈયાના ઉમંગે રંગી નાખી હોત પણ તું આજે મારાથી દુ….ર છે અને મને તારો પ્રથમ સ્પર્શ, પ્રથમ રોમાંસ અને દિલ વિંધીને કશુંક આરપાર નીકળી ગયાની ઘટના સતાવી રહી છે ! વધુમાં તે આપેલા પરફ્યુમની ખુશ્બુ તારી યાદની તીવ્રતાને બહેકાવી રહી છે ! ખબર જ નથી પડતી કે આ ઝુરાપાને, આ તલસાટને શું નામ આપું. સાચે જ કશુંક ગુમાવીને જીવતો હોઉ તેવું લાગે છે. કોઇક કવિની પંક્તિ અહીં લખવાનું મન થાય છે….

“જોત જોતામાં ત્વચાની ભેખડો તુટી જશે

  લોહી તોફાને ચડયું છે સ્પર્શની ઘટના પછી.”

 

          પ્રિયે, બે દિવસ તારું સાંનિધ્ય માણ્યા પછી ઉમટેલી ખુશીઓના મહાસાગરમાં તારા પત્રના આગમનથી જાણે ભરતી આવી ગઇ છે ! તારા પત્રના ભાવ અને ભાષા, હેત અને લાગણી ખુબ જ હદય સ્પર્શી છે, ડાર્લિગ, માત્ર તારો પત્ર જ નથી આવ્યો પણ જાણેકે તે રૂબરૂ આવીને દિલના દરવાજે ટકોરા માર્યા છે !  મારી બાહુઓમાં સમાઇ જવાની તારી તીવ્ર ઉત્કંઠાએ મને પ્રેમની ચરમસીમાની પ્રતિતિ કરાવી છે. મને લખતાં જ ક્યાં આવડે છે એમ કહીને તે જે કંઇ લખ્યું છે મારા માટે સુક્કીભઠ્ઠ ધરતી પર ઝરમર વરસતા વરસાદ કરતાં ય વિશેષ છે ! પ્રિયે, સાચે જ તને મેળવીને હું કશુંક અસંભવ પામ્યાનો મને અહેસાસ થાય છે. મારી કલ્પનાઓની પેલે પારનું જગત મેં તારી આંખોમાં જોઇ લીધું છે ! સાચું કહું તો મારી અપૂર્ણતાઓ તું છે યાને કે તારા વીના હું અધુરો છું ! તને પામ્યાના અલ્પ સમયમાં મારા અસ્તિત્વને તારાથી દુર કરવાનું ચામડી ઉતરડીને બદનથી દુર કરવા જેટલું અઘરૂં થઇ ગયું છે.

          અત્યારે જ,  આ પત્ર લખતાં લખતાં પણ તને મારા મજબુત બાહુપાશમાં જકડી લઇને તારા અંગે અંગને ચુમી લેવાની ઝંખના થાય છે. તારા લીલાછમ હરીયાળા તન પ્રદેશને કયા કયા અક્ષાંશ રેખાંશે મેં સ્પર્શેલી તે મને હજુ યાદ છે. અને મારી જ એક કાવ્ય પંક્તિની જેમ….

“તે કરેલા સ્પર્શ પાંગર્યા છે, ને રૂવે રૂવેથી ટહુકા ખર્યા છે.”

 

          મેં તારા બધા જ ફોટોગ્રાફસ એક આલબમમાં મને ગમતા ક્રમે ગોઠવી રાખ્યા છે. આવનારાં સૌ ફોટા તારા જુએ છે અને ઇર્ષા મારી કરે છે ! સાડીમાં તું સાચે જ જામે છે, ખીલે છે, ખુલે છે. તારો ફોટો જોઇને એક કવિતા લખી છે…

“તારો ચહેરો જોઇને મને તરસ લાગે છે,

સાડીમાં તું સાચે જ બહુ સરસ લાગે છે.”

 

          પ્રિયે, લાગે છે કે મારા ખ્વાબો અને ખ્યાલોને તે થોડાક કલાકોમાં જ સમજી લીધા છે. અને એટલે જ અલ્પ ક્ષણોમાં આપણે અત્યંત નિકટ આવી ગયા છીયે. પ્રિયે હું તો તારી સાથે એવો નાતો ઇચ્છું છું કે જેમાં હું અને તું ખુદની સાથે વર્તીએ છીએ તેમ એક બીજા સાથે વર્તી શકીયે… ફાવે ત્યારે, ફાવે તેમ ! બાકી હું તો જન્મારાનો તરસ્યો છું… તારે મને પ્રેમથી તૃપ્ત કરવાનો છે. તારો પ્રેમ મને ઝંકૃત કરી મુકશે.

          છેલ્લા દોઢ કલાકથી પત્ર લખીને પ્રિતનો પડઘો પડવા મથું છું પણ પ્રિયે, પ્રિતનો પડઘો પાડવાનું સામર્થ્ય પ્રિયાના પડખા કરતાં વિશેષ બીજે ક્યાં હોય ?? કાશ તું અત્યારે મારી પાસે જ હોત તો ?

 

લી.,

તારા વિયોગે ઝુરતો

તારો દિવાનો

 

Share

માર્ચ 8, 2010 - Posted by | મૌલિક પ્રેમપત્રો

6 ટિપ્પણીઓ »

  1. WHALA DOST,
    YAAR BAHUJ KHUS CHU, TMARA PREMPTRO DIL MA UTARINE,HAVE TO MALVANU MAN THAY CHE,KAIK 6 IDIOT VISE JARUR LAKHOSO,

    BAS TAMARA INTZAR MA , 6 IDIOT MA NO 1 IDIOT.

    suresh shah's avatar ટિપ્પણી by suresh shah | માર્ચ 8, 2010 | જવાબ આપો

  2. કાશ તું અત્યારે મારી પાસે જ હોત તો ?…..
    The end of a Love Letter….Letters of Love (Lover to Lover ) are nice but it’s the “Real Love” that lasts !
    Enjoyed the Post!
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Sureshbhai..Hope to see you on Chandrapukar for the Posts on Mitrata !

    chandravadan's avatar ટિપ્પણી by chandravadan | માર્ચ 10, 2010 | જવાબ આપો

  3. dear sir

    mera sari sayri joi che

    vicky soni's avatar ટિપ્પણી by vicky soni | માર્ચ 17, 2010 | જવાબ આપો

  4. very very nice Idea Sir
    Whay an idea Sir ji

    Ramani Harsh's avatar ટિપ્પણી by Ramani Harsh | મે 10, 2010 | જવાબ આપો

  5. i like it
    kash muje pahle ye website mil jati
    i m very veryy Happyyyyyy………….

    Ramani Harsh's avatar ટિપ્પણી by Ramani Harsh | મે 10, 2010 | જવાબ આપો

  6. […] Author: મૌલિક-પ્રેમપત્રો « WordPress.com Tag Feed […]

    પિંગબેક by તે કરેલા સ્પર્શ પાંગર્યા છે ! | indiarrs.net Featured blogs from INDIA. | મે 27, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free