અમૂર્તિ
-
તાજેતરની પોસ્ટ્સ
સંગ્રહ
શ્રેણીઓ
Blog Stats
- 44,783 વાચક મિત્રોની નજરો
સંગ્રહ
શ્રેણીઓ
મેટા
કીર્તિ
શિલ્પી
ઉશ્વાસ – ઉચ્છ્ વાસ
ઉધ્ધાટન – ઉદ્ ઘાટન
બુધ્ધિ – બુદ્ધિ
આદ્રતા – આર્દ્રતા
વર્ડ્ ઝ – વર્ડ્ઝ
સ્ત્રગ્ધરા – સ્રગ્ધરા
સહસ્ત્ર – સહસ્ર Continue reading
(1) ક્ + ષ = ક્ષ, – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા
(2) જ્ + ગ = જ્ઞ – યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની
(3) દ્ + ઋ = દૃ – દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)
(4) દ્ + દ = દ્દ, ઉદ્દેશ્ય, મુદ્દો
(5) દ્ + ધ = દ્ધ, – યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે) Continue reading
(૧) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું સર્વનામમાં
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં
પોતાનું, રાજાનું, મીનાનું સંબંધક વિભક્તિમાં
મેં, તેં, સર્વનામમાં
ઘરમાં, નદીમાં, શાળામાં – અધિકરણ વિભક્તિના પ્રત્યયમાં
ખાતું, પીતું, લખતું જેવા કૃદંતોના તું પ્રત્યયમાં
જ્યાં, ત્યાં, ક્યાં શબ્દોમાં Continue reading
(૧૬) શબ્દમાં છેડે આવતા ‘ણૂક’ અને ગીરી’માં દીર્ઘ ‘ઊ’ અને ‘ઈ’ આવે છે.
નિમણૂક, વર્તણૂક, કામગીરી, યાદગીરી, ઉઠાઉગીરી, દાદાગીરી
પરંતુ ગિરિ પર્વતના અર્થમાં હોય હ્રસ્વ ‘ઇ’ આવે છે.
નીલગિરિ, હિમગિરિ, ધવલગિરિ.
(૧૭) શ્રેષ્ઠતાદર્શક રૂપ તરીકે ‘ઇષ્ઠ’માં હ્રસ્વ ‘ઇ’ આવે છે.
કનિષ્ઠ, ધનિષ્ઠ, વરિષ્ઠ, વશિષ્ઠ
(૧૮) આ શબ્દોમાં ઇષ્ટ છે ઈષ્ઠ નથી.
ઇષ્ટ, શિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ક્લિષ્ટ.
(૧૯) આ શબ્દોમાં ‘ઠ’ છે ‘ટ’ નથી.
કાષ્ઠ, નિષ્ઠા, પરાકાષ્ઠા, શર્મિષ્ઠા, નૈષ્ઠિક,
(૨૦) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે.
શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર, લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો, ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર, પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ, મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર, વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર, શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૨૧) તીવ્ર અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તાં હ્રસ્વ ‘ઇ’, ‘ઉ’ આવે છે.
ચિંતા (ચિન્તા), ચુંબક, હિંદ, કુંતા, સુંદર, કુંભ, પિંડ, ગુંજન, બિંદુ, અરવિંદ, ચિંતન, સિંધુ, નિંદા, કિંમત.
(૨૨) કોમલ અનુસ્વાર વિકલ્પે છૂટા પાડી શકાય તેમ ન હોય ત્યાં દીર્ઘ ઈ, ઊ આવે છે.
વીંટી, હીંચકો, પૂંછડું, ખૂંધ, ભીંત, ટૂંકમાં, ભીંસ, ઊંચું, ચૂંટણી, લૂંટ, ભૂંસ, લૂંટારો, ગૂંથણ, ઊંઘ, ડુંટી, ભીંડો.