Archive
દેવઆનંદ અને દિવ્યભાસ્કર
રોજની જેમ આજે પણ ઓનલાઇન દિવ્યભાસ્કર સમાચાર વાંચવા બેઠો. કોઇ પણ લિન્ક પર ક્લિક કરતાં વધારાની Set કરેલી વેબસાઇટ New Tab માં Autometic ખુલી જાય એ બહુ કંટાળો આવે. હશે ભાઇ, કમાવવું કોને ન હોય? 🙂 વળી ઘરે આ ન્યુઝ-પેપર મમ્મી-પપ્પા કે વડીલ બાજુમાં બેઠું હોય ત્યારે તો ભૂલથી પણ ખોલાય નહીં (નહીંતર તો આપણાં સંસ્કારની કિંમત થઇ જાય.! ;)) અને કોમેન્ટ્સની તો વાત જ જવા દો…
ક્યારેક E-Paper પણ વાંચી લઉં… પણ આજે તો ગજબ થઇ ગયો… આજનાં પેપરમાં બીજા પાને (આમ તો પાના નંબર-૧૮, પણ મને અને મારા જેવા કેટલાય લોકોને પેપર ઉંધું વાંચવાની ટેવ હોય છે. સૌથી પહેલા પહેલું પાનું અને પછી પાછળથી વાંચવાનું ચાલુ કરવાનું… :D) લખેલું હતું કે દેવઆનંદ સાહેબનું મ્રુત્યુ 15 December નાં રોજ થયેલું છે.
હવે ભાઇ 15 December 2010 ? કે 2011 ? કેમ કે 2010નાં સમાચાર આજે આવે એ તો શક્ય જ નથી અને 2011 તો હજી આવી નથી!
રોજ દિવ્યભાસ્કર વાંચુ છુ તો એના જેવી જ એક ટેવ અહીં ટપકાવી દઉં:-
Related Article:









તાજી ટીપ્પણીઓ