"પડયા છે પીઠ પર ઝખ્મો, મૂંકુ આરોપ કોના પર? ઘણા એવાય નામો છે જે લેવાઇ નથી શકતા" જીવનની સમી સાંજે મારે ઝખ્મોની યાદી જોવી'તી, બહુ ઓછા પાનાં જોઇ શકયો, બહુ અંગત અંગત નામ હતા." – સૈફ પાલનપુરી.
” કંહુ છું કે એ ખેતરમાં શાતિથી જ જશે. તમે નાહકની ચિંતા ના કરો.” પલ્લ્વી બોલી.
” લે, ચિંતા કેમ ના થાય? જીવની જેમ પાળ્યો ચે અને હ્ર્દયની જેમ પોષ્યો છે.” મહાદેવ મરકંતા-મરકંતા બોલ્યા.
” હાં ,હાં પણ એ હવે નાનાં થોડા છે? મોટા થઇ ગયાં છે. તમે તો હજી એમને નાના જ સમજો છો.”
“મારી આગળ તો એ કાયમ નાનો જ રહેવાનો છે.” મહાદેવ બોલ્યો, ” હવે ચા લાવ એટલે શહેર ભણી ઉપડુ. ઉલ્લાસને શહેરમાં એડમિશન માટે પૈસા આપવાનાં છે. તે પણ પૂરા પચાસ હજાર એવાં બે વર્ષ. એટલે હજી બીજુ એકાદ ખેતર વેચવું પડે…” કહી મહાદેવ ઢીલાં પડી ગયા.
” સારું સારું, રડો નાં પણ ઉલ્લાસ ભાઇ ભણે એટલું ભણવા દેજો અને મોટા સાહેબ બનાવજો.”
પલ્લવીના આંખમાય ચોમાંસુ બેસી ગયુ.
મહાદેવ અને ઉલ્લાસ બે સંગા ભાઇઓ હતા. મહાદેવ મોટો અને નામ જેવા જ ગુણ, ઘણા લોકોનાં નામ કરતા ગુણો અને કર્મો ઉંધા હોય છે. લક્ષ્મીબેનને ભીખ માંગતા પણ મેં જોયેલા છે અને ડાહયાલાલને મેન્ટલ હોસ્પીટલમાં પણ જોયેલા છે.(તમારે છે કે નંહિ તે વિચારી લેજો)
મહાદેવે ઉલ્લાસને ઘણા લાડકોડથી ઉછેર્યો કેમ કે માં તો ઉલ્લાસને જન્મ આપી સુવાવડને લીધે જ મ્રુત્યુ પામી હતી. અને ગામમાં એક ગલ્લો, પોતાનું ધર અને પચાસ વિધા ખેતર હતુ પરંતુ દુકાનમાં ખોટ જતા ઉધરાણીઓથી કંટાળીને મહાદેવનાં પપ્પાએ આત્મહત્યા કરી. પરિસ્થતિ નાજુક હતી, પણ મહાદેવે માં અને બાપ, બનેનો પ્રેમ આપીને ઉલ્લાસને ઉછેર્યો હતો. મહાદેવને બધું જ યાદ હતું આજથી બરાબર પંદર વર્ષ પહેલા મહાદેવ રાત દિવસ એક કરી, ખેતરમાં મજૂરી કરી, દુકાન સંભાળી, બપોરે તાપમાં ખેતરમાં બળદો જોડી, ખેતર ખેડી, રાત્રે લાઇટમાં પાણી આવે ત્યારે પાણી પાઇ, ધેર આવતો. અને સ્કૂલેથી આવેલા ઉલ્લાસને બકીઓથી નવડાવી દેતો. ઉલ્લાસે ગામમાં અભ્યાસમાં એસ.એસ.સી સુધી ભણી શહેરમાં મોકલવામાં આવ્યો. અને હાયર સેકન્ડરીમાં સેકન્ડ ક્લાસે પાસ થયો.
“આ લો ચા, અને ઝટ નીકળો નહિંતર શહેરમાં જાવાનું મોડુ થઇ જાહે.” ,બોલી પલ્લવી અંદર જતી રહી.
“હે…હે…હા..” કરતા મહાદેવ તંદ્રામાંથી જાગી પડયો. માણસ જાગતાં પણ સપના જોતો હોય છે. જે રાત કરતા કયારેક ભયાનક હોય છે. મહાદેવ ને પણ એવું જ હતું પૈસા ક્યાંથી લાવવા? આમ કરતા-કરતા તો બધા ખેતર વેચાઇ જશે અને ગીરવે પડેલી જમીન પણ જતી રહેશે.
છેવટે શહેરમાં જઇ એના એક મિત્ર જોડેથી ઉછીના પૈસા લઇ આવ્યો. એ જમાનામાં લોકો લાખો રૂપિયા દાન કરતા અત્યારે તો કોઇ માંગવાવાળું આપણે ધેર માંગે તો આપણે કહી દઇએ,
“બહાર વાસણ -કપંડા પડયા છે તે ધોઇ નાખ, તો જમવાનું આપું નહિંતર ચાલતીની પકડ. ભીખ માંગતા શરમ નથી આવતી?” અરે મારા ભાઇ, એની પણ મજબૂરી હશે એટલે જ એ ભીખ માંગતો હશે ને!
પૈસાની વ્યવસ્થા થઇ ગઇ. બે વર્ષમાં ઉલ્લાસ ભણીને ખૂબ આગળ નીકળી ગયો. ગામમાં બધા તેને માન આપવા લાગ્યા.
“હવે, ઉલ્લાસભાઇના લગ્નનું વિચાર્યુ છે કે નંહિ તમે ? મારે દેરાણીનાં દર્શન કરવા છે. હવે ઝટ તપાસ કરો એ કંઇ નાના નથ રહયા”- પલ્લવી શરમાતાં- શરમાતાં બોલી.
“હાં હાં, કાલે જ મારા મિત્ર જે શહેરમાં રહે છે અને ઉલ્લાસને ભણવા માટે પૈસા આપ્યા હતા તેની દિકરી જોડે નક્કી કરી આવું છુ. ઉલ્લાસ શહેરમાંથી આવે એટલે એને પણ વાત કરુ” મહાદેવ નિરાંતે શ્વાસ લેતા બોલ્યા.
“અઠવાડિયા પછી ઉલ્લાસનો ફોન આવ્યો કે મે એક છોકરી સાથે લગ્ન કરી લીધાં છે અને તે શહેરમાં રહે ચે અને ખૂબ રૂપાળી છે. તમે જોઇને જ ગાડાં થઇ જશો ભાઇ…” મહાદેવનાં હાથમાથી ફોનનું રિસિવર પડી ગયું અને વિચાર કરવા માડંયા કે ઉલ્લાસ એટલો સ્વતંત્ર થઇ ગયો કે લગ્ન સુધ્ધામાં મને ન કીધું
“શહેરમાં જઇ છોકરાઓ બગડી જાય છે ” એવું ધણાએ મહાદેવને કીધું હતું. પણ મહાદેવને ઉલ્લાસ પર પૂરો વિશ્વાસ હતો. પણ આજે એ વિશ્વાસ તૂટી ગયો. અને એને અનુભવ્યુ કે લોકોની વાત સચી હતી. આ વાત એણે પલ્લ્વીને કરી. એ છોકરીનુ નામ ઉન્નતી છે.
“કંઇ વાંધો નહિ એમાં શું થઇ ગયું? ઉલ્લાસભાઇએ છોકરી પસંદ કરી છે તો સારી જ હશે ને!” પલ્લવી ભાભી હસતા મોઢે અને રડતી આંખે બોલ્યા.
દરિયાનાં મગરને તળાવમાં ક્યાંથી ફાવે? એવી જ સ્થિતી ઉન્નતી સાથે થઇ.સાકડું ધર, ગામડાનો ગાય ભેંસનો અવાજ, પોદળાની ગદંકી, ખેતરમાં ફરતાં બળદો અને રાત્રે સાપંનો ભય, વગેરે કારણોથી તે ત્રાસી ગઇ. અને તે પોતાનાં પિયરમાં નાસી ગઇ. અને તેને ઉલ્લાસને બોલાવવા માંડી મહાદેવે ધણો મનાવ્યો પંણ ઉલ્લાસ ના માનયો. એ થેલો પેક કરી શહેર “ધરજમાઇ” જવાં ઉપડયો. કારણકે શહેરની જીદંગી ઉલ્લાસે જોયેલી હતી. એસી, ડબલ બેશ, ગાડી, બગંલો, બગીચો અને જમવાનું રોજ અલગ અલગ… કોને ન ગમે?
પછી તો ઉન્નતીએ ઉલ્લાસના કાન ભંભેરવાનું ચાલું કર્યુ,” તમારા ભાઇ બધી જ જમીન, દુકાન, ઘર વાપરે છે. શું એમાં તમારો ભાગ નથી?”
“ગાંડી આપણી જોડે આટલુ તો છે, બીજું શું જોઇએ?” ઉલ્લાસ હંસી પડયો.
” ના, મારે ભાગ જોઇએ જ” નંહિતર હું નંહિ ચલાવી લંઉ ” કહી પગ પછાડતી ઉન્નતી જતી રહી.
” હવે કેટલુ રડશો? સવારનાં આજ ધધો કરો છો બહુ થયુ હવે.” પલ્લવી સાડીનાં છેડાથી પોતાની આંખો લુછતા બોલી.
” પણ જે ભાઇને મારા…પુત્ર ની જેમ રાખ્યો હતો તે… તે જ આજે મ…ને છોડીને ચા…લ્યો ગયો?” ધ્રુસકે ધ્રુસકે મહાદેવભાઇ રોતા હતાં.
“એ આજે આવે તો પણ હું એને માફ કરી દઇશ, છેવટે તો એ મારો ભાઇ જ છે ને…” – મહાદેવ
“મોટાભાઇ, મારે તમારી સાથે વાત કરવી છે.” દસ દિવસ રહીને ઉલ્લાસ આવ્યો.
” તુ આવ્યો બેટા કેમ છે?”
” જેવો છું એવો છું મારે આ જમીન, મકાન, દુકાનનાં ભાગ જોઇએ છે.”
“શું… બોલ્યો? તને એટલા પ્રેમથી રાખ્યો છે કે આજે હાથ પણ ઉપાડી નથી શકતો. જે હાથે તને ખવડાવ્યો હોય, એ હાથ તને મારવા કયાં ઉપર થાય? તારે ભાગ લેવો છે ને, જા બધું જ તારું , આ ધર, દુકાન, ખેતર બધું જ તારું જા, ખુશ?”
“એમ નંહિ, પંચની હાજરીમાં તમારા અંગૂઠાની નિશાની સાથે હુમ કાગળો લઇને જ આવ્યો છું” કહી ઉલ્લાસે કાગળીયા બહાર કાઢયા. પલ્લવીભાભી આ બધું સાંભળી એક શબ્દ પણ બોલી ના શક્યા.
બીજે દિવસે પંચ આવી ગયું અને ગ્રામજનો ભેગા થઇ ગયા. લીમડાના ઓટલે બેઠક મળી હતી.
“મારે પચાસ માંથી ચાલીસ વિધા ખેતર જોઇએ છે. કેમકે ભાઇ તો અનુભવનાં લીધે બીજા ખેતરો લઇ શકશે. મારે શીખવાનું બાકી છે” નાનો ભાઇ મોટા અવાજે બોલ્યો.
” પંચ આ વાતને સંમતિ આપતું નથી. બધી જ મિલકત બે ભાઇઓને પૂરતા ભાગમાં જ વહેચવામા આવશે”
” તમે એને આપી દો, મને વાંધો નથી. તારા માટે તો પચાસ વિઘા પણ તૈયાર છે.” મહાદેવ બોલંતા બોંલતા રડતા હતા પણ ચહેરા પર હાસ્ય હતુ.
” પછી, ધર , દુકાન મારી, કારણકે મારી ગેરહાજરીમા ભાઇ શું કરે એની મને શી ખબર? હું તો ગામમા કયાં રહું છું” ઉલ્લાસ પૂંરા ઉલ્લાસથી બોલતો હતો. ખરેખર તો જીભ ઉલ્લાસની હતી પણ શબ્દો તો ઉન્નતીનાં હતા.
“મહાદેવભાઇ, આ તમારો ભાઇ છે કે દુશ્મન? તમે આને તમારો ભાઇ માનો છો? બધું જ લઇ જશે. હા માં હા શું પુરાવો છો? કંઇ બોલો બે ભાગ કરવાની” મહાદેવના ભાઇબંધો બોલ્યા. પણ મહાદેવનાં પેટનું પાણી પણ હલંતુ ન હંતુ.
છેવટે ૯૦% ચીજવસ્તુઓ ખેતર અને ધર બધુ નાનોભાઇ લઇ ગયો અને ૧૦% જ મહાદેવને મળ્યુ. દુકાનનો ભાગ અને એક ઓરડી.
હવે, ઉન્નતીનાં હાથમાં બધું જ હોવાથી, તે ઉલ્લાસ ઉપર ઓર્ડર કરતી અને કામ કરાવતી.સાચવતી નંહિ અને આમેય બાપની બિગડેલી ઓલાદ હતી. પણ આ વાતની જાણ ઉલ્લાસને હવે થઇ હતી. પહેલાં મીંઠુ-મીંઠુ બોલી, પોતાનુ કામ પાર પડાવી બંધુ જ ઉન્નતીએ ઉલ્લાસ જોડેથી પણ લઇ લીંધુ હતુ. આમેય જેની જોડે પૈસા વધારે હોય છે તેને જ પૈસાની ભૂખ ઝાઝી હોય છે. ગરીબ બિચારો શાંતીથી આખો દિવસ કામ કરી, જમી કરી, મીઠી નીંદર માણતો હોય છે. એને પૈસાની ચિંતા ના હોય કે કાલે શું થશે.
હવે , ઉલ્લાસ બરાબરનો ફસાયો હતો. નાં ધરમાં કંઇ બોલી શકાતું કે નાં મોટાભાઇનાં ધેર જવાય. મહાદેવનાં ધેર શું મોઢું લઇને જાય? છેવટે ઉન્નતીના કટ્ટવેણો સહન ન થતાં તે મોટા ભાઇનાં રસ્તા ભણી ઉપડી ગયો એને વિશ્વાસ આવ્યો કે કદાચ એક છેલ્લી વાર મારા ઉપર મોટા ભાઇ એક મોટો ઉપકાર કરી દે, તો મારે શાંતિ થઇ જાય અને સ્વભાવ પ્રમાણે માફ કરી જ દેશે એવું એને લાગતુ.
ધેર જઇ બારણું ખખડાવ્યું. ભાભીએ બારણું ખોલ્યુ ઝાઝો Response આપ્યો નંહિ. અને એટલામાં ભાઇએ પછળથી તેને ઉંચકી લીધો. અને બોલ્યા, ” ગાંડા, મને ખબર જ હતી કે તુ પાછો આવીશ જ. ભાઇ, ભાભી વગર તું નંહિ જીવી શકે.” પછી તો ભાભીને પણ મહાદેવે મનાવી લીધાં.
” પણ, મોટા ભાઇ, મારા ભાગનું ખેતર અને પૈસા બધું ઉન્નતીએ છીનવી લીંધુ છે. મને માફ કરી દો મોટાભાઇ… તમે ખરેખર મહાન છો…” નાનો ભાઇ રડી પડયો.
” લે કંઇ વાંધો નંહિ, પૈસો તો આજે છે અને કાલે નથી. પણ પ્રેમ મહત્વની વસ્તુ છે. જે સંબધોને મજબૂત બનાવે છે. તે રાખજે.” કહી, મોટાભાઇ નાનકાને લઇને રૂમમાં દાખલ થયા.એણે ઉન્નતીને છૂટાછેડાં આપી ધીધા હતાં.
“પલ્લવી, આજે શ્રાધ્ધ છે એટલે દૂધપાકમાં નાનકાને પણ ગણજે. ખરા દિવસે એ આવ્યો છે આજે ” કહી, બને જંણા અલક-મલકની વાતો કરી જમી પરવારી, ખેતર તરફ પ્રયાણ કરવા લાગ્યા.
આ રીતે આ ધરમાં આમ શાંત થઇ ગઇ અને મોરલા ટહુકયા. અને ૪૦ વર્ષે ઉલ્લાસની નવી જિંદગી શરૂ થઇ.
(હજી સુધી ઉલ્લાસે લગ્ન કર્યા નથી. છોકરીઓ ઉપરથી એને વિશ્વાસ ઉઠી ગયો છે. જીવનમાં માત્ર તેનું એક જ ધ્યેય છે. મા-બાપ જેવાં મોટાભાઇ અને ભાઇની સેવા કરવી. પહેલાં કરતા ૨૦ ગણી જમીન અત્યારે છે. એક ઓરડીમાંથી એક બંગલો થઇ ગયો છે . બંગલાની બહાર કાર ઉભી રહે છે. હવે ઉલ્લાસ જ બધું સભાળે છે. કેમકે મહાદેવના હાથ-પગ ચાલતાં નથી અને પલ્લવી ભાભી માત્ર કરવા જેટલુ જ કામ કરે છે)










સ_રસ વાર્તા. Afterall life begins at forty !
અને હા, શિર્ષકમાં આપેલ શેર ’જીવનની સમી સાંજે..’ સૈફ પાલનપુરીની ગઝલનો છે. અને માઠું ન લગાડો તો એક નમ્રસુચન ! આપના સારાયે લેખમાં ’ઘ’(gh) ને શ્થાને ’ધ’(dh) લખાયેલ છે !! કદાચ યુનિકોડના ટાઇપિંગમાં આ સમસ્યા થયેલી હોય. આભાર.
એ ગઝલનુ નામ મને કહેવા બદલ આપનો આભાર અશોકભાઇ.
મારે જાણવુ જ હતુ કે આટલી સરસ ગઝલ કોની છે.હુ હમણા જ “અજ્ઞાત” ને બદલે “સૈફ પાલનપુરી” કરુ છુ.
આપના બ્લોગની મુલાકત લીધી.મજા આવી ગઇ.પ્રતિભાવ બદલ આભાર અને જોડણીની ભુલ પણ હુ સુધારી લઇશ.
લાગણી સરે આમ બદનામ થાય છે ,
પોતાના જ મીઠું ઝહેર દઈ જાય છે ,
વિશ્વાસ કરું કોનો હવે વિશ્વાસે જ,
જીવતર માં ઝહેર ઘોરાય છે,
દૂધ પાઈ ને ઉછેરીએ છીએ જેને,
એજ ડંખ દઈ જાય છે ,પોતા ના –
બીજાની આંખે જોતા થાય છે ને,
લાગણી નું બસ આમ જ ખૂન થાય છે !!!!
સીમા દવે
વાહ સીમાબહેન…
સરસ…
સરસ છે, મજાની વાત ગમી ગઈ
” ધેર જઇ બારણું ખખડાવ્યું. ભાભીએ બારણું ખોલ્યુ ઝાઝો Response આપ્યો નંહિ.
અને એટલામાં ભાઇએ પછળથી તેને ઉંચકી લીધો. અને બોલ્યા, ” ગાંડા, મને ખબર જ હતી
કે તુ પાછો આવીશ જ. ભાઇ, ભાભી વગર તું નંહિ જીવી શકે.”
પછી તો ભાભીને પણ મહાદેવે મનાવી લીધાં.”
કિશોરભાઈ
શ્રી કિશોરભાઇ,
આપ આવ્યા અને મારી નવલિકા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર…