તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?
– અનિલ વાળા

પ્યાસી આંખો – રઘુનાથ બ્રહ્મભટ્ટ

આવીશ કહી ગયા છો, આવો, હવે તો આવો!
મધુવન પડયાં છે સૂનાં, બંસી ફરી બજાવો.

છાઈ બધે છે ગ્લાનિ, હજી યે છે વાર શાની?
દર્શનની પ્યાસી આંખો, બળતાં હૃદય બુઝાવો.

બ્રહ્માંડ ભાવભીનું ત્હારા વિનાનું સૂનું,
યુગયુગ જૂના ઓ યોગી! આત્મન્ ફરી જગાઓ!

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

શાળામાં હતો એ સમયગાળામાં આ ગઝલનો મત્લો ક્યાંક વાંચવા મળ્યો અને વાંચતાવેંત જ હૃદયસ્થ થઈ ગયો. સાડા ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો પણ આ મત્લા હજીય એવોને એવો જ પ્રિય છે. કમભાગ્યે કવિનું નામ યાદ ન હોવાથી અને ઇન્ટરનેટે કોઈપણ પ્રકારની સહાય કરવાની ના કહી દીધી હોવાથી આખી ગઝલ કદી હાથ લાગી નહીં. થોડા સમય પહેલાં મકરાન્દ દવે અને અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી આ ગઝલના આ ત્રણ શેર અને કવિનું નામ હાથ લાગ્યું. કવિનો એક સંગ્રહ હાથ લાગ્યો, પણ એમાં તો આ રચનાનું અસ્તિત્ત્વ જ નથી… બીજો કોઈ સંગ્રહ થયો હોવાનું ધ્યાનમાં નથી.

લયસ્તરોના સહૃદય ભાવકોમાંથી કોઈક આખી રચના શોધી આપશે તો એનો સદૈવ ઓશિંગણ રહીશ…

7 Comments »

  1. Vrajesh Mistri said,

    September 12, 2026 @ 1:30 PM

    અદભુત

  2. Lalit Trivedi said,

    September 13, 2026 @ 2:32 PM

    વાહ વાહ. આ એ જ કવિ જેમણે… મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે

  3. Preeti Pujara said,

    September 13, 2026 @ 4:04 PM

    આ શેરોમાં કવિની કૃષ્ણપ્રત્યેની વિરહભરી પ્રાર્થના અત્યંત હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થઈ છે. “મધુવન પડયાં છે સૂનાં” અને “બંસી ફરી બજાવો” દ્વારા કૃષ્ણ વિનાના જીવનની શૂન્યતા પ્રગટે છે. “દર્શનની પ્યાસી આંખો” અને “બળતાં હૃદય” માનવમનની તીવ્ર તલસાટને વાચા આપે છે, જ્યારે “આત્મન્ ફરી જગાઓ” પંક્તિ વ્યક્તિગત ઝંખનાને વટાવી સમગ્ર માનવચેતનાના આધ્યાત્મિક જાગરણની પ્રાર્થના બની જાય છે. સરળ ભાષામાં ઊંડો ભક્તિરસ અને વ્યાકુળતા આ શેરોને યાદગાર બનાવે છે.

  4. વિવેક said,

    September 14, 2026 @ 12:24 PM

    પ્રતિભાવ પાઠવનાર વહાલા ભાવકોનો આભારી છું…

    કોઈએ આખી ગઝલ શોધી ન આપી… આશા અમર છે!

    આભાર

  5. ramesh maru said,

    September 14, 2026 @ 5:10 PM

    👌🏻

  6. viral vyas said,

    September 15, 2026 @ 9:25 AM

    વાહ, યાદની ભીંતે અઢેલીને

  7. Shailesh Gadhavi said,

    September 19, 2026 @ 1:05 PM

    મધૂવન પડ્યાં છે સૂના… ❤️

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment