સાધનામાં વેગ ક્યારે આવે
સાધનામાં જ આગ્રહ
જે સાધન આપણે કરી રહેલા છીએ અથવા તો જે સાધન આપણે કરવાનું છે, તેને સંપૂર્ણતાથી પૂરેપૂરું એકધારું વળગી રહેવામાં ભાવનાભર્યો આગ્રહ રાખ્યા જ કરવાનો છે. સાધનાની બાબતમાં અંતરાય પ્રગટાવે એવો કશો પણ આંતરિક કે બાહ્ય પ્રસંગ ઊપજતા આપણે દ્રઢ, મક્કમ, મરણીયો આગ્રહ રાખી રાખીને સાધનાની ભાવનાને સાનુકૂળ
હોય એવું જ વર્તન ચેતી ચેતીને રાખવાને અને તેની ભાવનાથી જીવનમાં પ્રવર્તવાને માટે મથી મથીને આપણે ભાન પ્રગટાવવાનું છે. વચમાં પ્રગટતા અંતરાયોને તો જરા પણ મચક આપવાની નથી. આમ સાધના સિવાયની તમામ બાબતમાં-પછી તે ઝીણી હોય કે મોટી હોય, ત્યાં ત્યાં, તેમાં-અનાગ્રહ અને જ્યાં સાધનાની ભાવનાની હકીકત હોય, પ્રશ્ન હોય ત્યાં ત્યાં દ્રઢતાયુક્ત મરણીયો આગ્રહ-એવી બે પ્રકારની ભાવના આપણે કેળવવાની છે.
(જીવનદર્શન, પૃ.-૧૬૨-૧૬૩, દસમી આવૃત્તિ)
PEARL OF THE WEEK — 9/13/12
Pujya Shree Mota
Life and works,
Edition 1; page 522.
જાતનું જ મૂલ્યાંકન કરો
હરિભાવ સપ્ટેમ્બર-2012
હરિ :ૐ આશ્રમ-સુરત દ્વારા સપ્ટેમ્બર માસના હરિભાવનો અંક વેબ સાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંક પીડીએફ ફાઈલ સ્વરૂપે વાંચવા માટે આપ નીચેની લીંક પર ક્લીક કરીને વાંચી શકો છો.
http://www.hariommota.org/read_literature.php?haribhav=true&id=168
ઉપરાંત આ બ્લોગના વાંચકોની સરળતા માટે આ બ્લોગના હરીભાવ પેઝમાં પણ આપ આ અંક વાંચી શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો. પેઈઝ્ની લીન્ક નીચે મુજબ છે.
નામ સ્મરણથી આત્મબળ
સાધનાની પારાશીશી
PEARL OF THE WEEK — 9/6/12
Pujya Shree Mota
Life and works
Edition 1; page 524.














તાજેતરની ટિપ્પણીઓ