RSS

Monthly Archives: જુલાઇ 2013

અશ્રાવ્ય ટીસ ?

ખામોશીમાંથી ઉઠતી અશ્રાવ્ય ટીસ
તપ્ત સંવેદનાઓ પર પાણીનાં બુંદ જેમ
છમ્મ્‌ !
ઊડી જતું અસ્તિત્વ
મહિના, દિવસો, કલાકો, ક્ષણોની શલાકાઓમાંથી
કપાઈને પૂરો થશે ઈન્તજાર
આવતી કાલ-
આશા ની ક્ષણભંગુરતા ટકશે કેટલી વાર ?
રૂબરૂ સમ્મુખ થઈ
શું મળશે ?
એ જ ઉદાસી, એકલતા !
બી પ્રેક્ટિકલ ! એવું સમજાશે અને પછી
ખુદને જ કહીશ-
કદાચ
છોડ ને યાર…! …..Sparsh Hardik
———————————————————
અશ્રાવ્ય !! ?
ટીસ !! ? , 
કે ક્ષણભંગુર નિરાશા !!
જ્યાં આત્મજાગૃતિમાં જાગે ક્યાંક આશા ;

અસ્તિત્વના ક્ષણિક અંધારામાં 
રંગાઈ રહી છે 
નવલી ભોર ની લાલીમા ,
તપ્ત નહિ, અતૃપ્તતાની ખામોશીમાં 
બુલંદ થઇ છવાઈ રહી છે ;

હા, થશે સન્મુખ 
જે, છમ્મ થયા પછી
તે ઉભરતી વરાળમાં
સ્પષ્ટ દેખાશે
અદ્રશ્ય અસ્તિત્વ
જે જોઇ ન શક્યો
હું, આજ લગી ,

ને ખુદને જ કહીશ
સ્પષ્ટ રીતે, 
પ્રેક્ટિકલ થઇ 

છોડ ને યાર…! .
આ … “નિરાશા” 

..જનક

 
 

તું કોણ છે પ્રિયે!

હૈયેથી ઉભરી, હોઠ સુધી આવી,
કલ્પનાથી નીતરી, કલમ સુધી ,
સવારે લાલી બની,
સાંજે સંધ્યા રંગી,
રાત્રે સોણલા સજી,
તું આવી

‘ને, વસી ગઇ ,
માત્ર હૈયે નહિ, સર્વત્ર
અને રચી ગઇ તું એવું મંત્ર
કે, મારા મનમાં તું
ને મારા તનમાં તું
મારા વનમાં ય તું
હવે, ના રહ્યો હું,
મારું સર્વત્ર તું.,

જોઇ નથી, પણ જીવ છે,
પામી નથી, પણ પ્રેમ છે,
હોવા ન છતાંય સમક્ષ છે,
આવી નથી તોય અંહી છે,
તું કોણ છે પ્રિયે!
તે સમજાતું નથી,

લે સમજાવ તું,
એનું નામ શું?
કેમ છે સર્વત્ર તું?
જનક

 
તું કોણ છે પ્રિયે! માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/07/11 માં જનક દેસાઈ

 

તું કોણ છે પ્રિયે!

હૈયેથી ઉભરી, હોઠ સુધી આવી,
કલ્પનાથી નીતરી, કલમ સુધી ,
સવારે લાલી બની,
સાંજે સંધ્યા રંગી,
રાત્રે સોણલા સજી,
તું આવી

‘ને, વસી ગઇ ,
માત્ર હૈયે નહિ, સર્વત્ર
અને રચી ગઇ તું એવું મંત્ર
કે, મારા મનમાં તું
ને મારા તનમાં તું
મારા વનમાં ય તું
હવે, ના રહ્યો હું,
મારું સર્વત્ર તું.,

જોઇ નથી, પણ જીવ છે,
પામી નથી, પણ પ્રેમ છે,
હોવા ન છતાંય સમક્ષ છે,
આવી નથી તોય અંહી છે,
તું કોણ છે પ્રિયે!
તે સમજાતું નથી,

લે સમજાવ તું,
એનું નામ શું?
કેમ છે સર્વત્ર તું?
જનક

 
તું કોણ છે પ્રિયે! માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/07/11 માં જનક દેસાઈ

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો