મૃત્યુનો ઈશારો કરનારા હાઇકુ અને મુક્તકો-વિજય જોશી
માર્ચ 19, 2012 at 5:15 એ એમ (am) Leave a comment
મૃત્યુનો ઈશારો કરનારા હાઇકુ
પહેલો શ્વાસ
જન્મ અને મરણ
છેલ્લો ઉ્ચ્છશ્વાસ
————————–
આરંભ અને
અંત, પહેલો સ્વાસ
છેલ્લો ઉશ્વાસ
———————–
સ્વાસ ઉશ્વાસ
આગમન વિદાય
આરંભ અંત
———————
મૃત્યુ ને સ્પર્શતા મુક્તકો
જીવન અને મરણ
અવિરત કરે દ્વંદ્વ યુદ્ધ
આજે તો જીવન જીત્યું
હોય કદી મરણનું મૃત્યુ?
—————————
જન્મ અને મૃત્યુ આવે બંને
એક આજે ને બીજું ગમે ત્યારે
શ્વાસ અને ઉચ્છશ્વાસ પવન બંને
એક આવે ને બીજો ભાગે
—————————–
શોધીને થાક્યો તો’ય નો જડે
ખોયું જ નો’તું તો ક્યાંથી જડે?
મળ્યું બધું, તો’ય રડે
રોજ મરે એને કોણ રડે?
—————————-
કદરૂપ હશે કે રૂપાળું હશે
યુવાન હશે કે બુઢું હશે
પાતળું હશે કે જાડું હશે
દુખવટામાં દુખી થતું હશે?
Entry filed under: Uncategorized.

Trackback this post | Subscribe to the comments via RSS Feed