ડીસેમ્બર25 નયનં મધુરં Posted on ડિસેમ્બર 25, 2021 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય કૃષ્ણ તારી આંખડી જાણે પદ્મ પાંખડી. . . ધ્રુવ રાધાને આંખબે ઈશારે બોલાવતો,મૌન વાણી રાધાની સ્નેહે મમળાવતો,રાધાનો પ્રેમ જાણે ત્યાગની છે ચાખડી… કૃષ્ણ તારી નયણાંનાં વર્તનથી ગોપીઓ નચાવતો,ઘેલછાને ભાવનાનાં જળથી નવરાવતો,ભાન ભૂલે ભામિની ચાલ જોઈ ફાંકડી… કૃષ્ણ તારી આંખની રતાશ જોઈ ચાણૂર ગાત્રો ધ્રુજે,કંસના નયનમાંહી ભયના ભૂતો દિસે,વાંસળીયે પાપીને લાગે દંડ લાકડી… કૃષ્ણ તારી ભક્તોને આંખ મહીં વૃંદાવન લાગતા,શરણે આવેલાને મોક્ષધામ લાગતા,નિરાશા નષ્ટ થઇ વિદાય થાય રાંકડી… કૃષ્ણ તારી આંખડીના ગોખ મહીં આવી શ્યામ નાચજે,જન્મોની વેદના પછી આવી આ ઘડી… કૃષ્ણ તારી = = = ૐ = = = Share this: છાપવું (Opens in new window) Print Email a link to a friend (Opens in new window) Email Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Share on Tumblr (Opens in new window) Tumblr વધુ Share on Pinterest (Opens in new window) Pinterest Like Loading...
ડીસેમ્બર14 ગીતા નિર્ઝરી Posted on ડિસેમ્બર 14, 2021 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય ગીતા જયંતિના પાવન પર્વે શ્રી. દિનેશ પાઠક દ્વારા રચિત “ગીતા નિર્ઝરી” પુસ્તક, આ બ્લોગના પુસ્તક વિભાગમાં ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ કરીએ છીએ. આપ સૌને આ પુસ્તક ગમશે એવી આશા સાથે અહિં પ્રગટ કરીએ છીએ. ગીતા નિર્ઝરી Share this: છાપવું (Opens in new window) Print Email a link to a friend (Opens in new window) Email Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Share on Tumblr (Opens in new window) Tumblr વધુ Share on Pinterest (Opens in new window) Pinterest Like Loading...
નવેમ્બર30 શ્રી કૃષ્ણ Posted on નવેમ્બર 30, 2015 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય સ્નેહપૂર્ણ થૈ વદે શ્રી કૃષ્ણ માધવ, मन्मना भव मन्मना भव।। (૨) સગા નજીકના છતાંય થાય પારકા, શ્યામનું સ્મરણ રચે હૃદયમાં દ્વારકા, મન ભ્રમર રટ્યા કરે હે કૃષ્ણ કેશવ… मन्मना भव… યશોમતિ લાલ ગ્વાલ બાલને ગમે, નંદલાલ ગોપીઓનાં મન મહીં રમે, ચિત્ત દે તો ચિંતા હરે શ્રી માધવ… मन्मना भव… મનની વાંસળી તો અહંકારથી ભરી, શ્યામ સ્નેહની સૂરાવલિ નહીં સરી, ત્યાગ સમર્પણ થી રીઝે શ્રી વાસુદેવ… मन्मना भव… ચિત્ત ચક્ર થૈ ભમે પ્રભુ! ઘૂમાવજો, વાસનાની વાંસળી તમે બજાવજો, શબ્દ ચહું સૂણવા શ્રી કૃષ્ણ જાધવ… मन्मना भव… === ૐ === પોષ વદ ત્રીજ, સં. ૨૦૫૩, શુક્રવાર. તા. ૨૭-૧૨-૧૯૯૬. Share this: છાપવું (Opens in new window) Print Email a link to a friend (Opens in new window) Email Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Share on Tumblr (Opens in new window) Tumblr વધુ Share on Pinterest (Opens in new window) Pinterest Like Loading...
નવેમ્બર23 તારી વાંસળી Posted on નવેમ્બર 23, 2015 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય તારો શ્યામલ રંગ છે કેવો, છવાયો મારાં નયણાંમાં, તારી વાંસળીએ સૂર છેડ્યો, છૂપાયો મારાં રુદિયામાં. મૂરત ના ભૂલું તારી, વ્રજના વિહારી; નાચતાં નેણ તારાં, જોઈ હું વારી; મૂને વૈકુંઠ વા’લુ નવ લાગે; કે રે’વુ તારા ગોકુળમાં… તારી… પૂનમની રાતે ચાલી, યમુનાને ઘાટે; વા’લમની સાથે રાસ, કીધો વિરાટે; તેં તો મનડું ચોર્યું ને હું તો હારી; જવું ન ગમે મુજ ઘરમાં… તારી… ઘટ ઘટના વાસી મોહન, લઈ લે ઘટ મારું; મનનું નવનીત તેમાં, લાવી છું પ્યારું; તું જો લૂંટી લૂંટીને આરોગે; તો માનુ ધન ભાગ મારાં… તારી… જીવ જગદીશે રચી, એવી રાસ લીલા; શોક મોહ વસ્ત્રો છૂટ્યાં, કીધી સ્નેહ ક્રીડા; મારી સંગ સંગ માધવ નાચે; ભૂલીને દૂરી નર્તનમાં… તારી… === ૐ === શ્રાવણ વદ બીજ, સં. ૨૦૫૨, શુક્રવાર. તા. ૩૦-૮-૧૯૯૬. Share this: છાપવું (Opens in new window) Print Email a link to a friend (Opens in new window) Email Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Share on Tumblr (Opens in new window) Tumblr વધુ Share on Pinterest (Opens in new window) Pinterest Like Loading...
જૂન1 શ્રી કૃષ્ણ માધુર્ય Posted on જૂન 1, 2015 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય મધુરાષ્ટક પર મારું ચિંતન, “શ્રી કૃષ્ણ માધુર્ય” ઈ-પુસ્તક સ્વરૂપે હવે મારાં બ્લોગ પર ઉપલબ્ધ છે. Share this: છાપવું (Opens in new window) Print Email a link to a friend (Opens in new window) Email Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Share on WhatsApp (Opens in new window) વોટ્સેપ Share on Tumblr (Opens in new window) Tumblr વધુ Share on Pinterest (Opens in new window) Pinterest Like Loading...