સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એકજ
માનવ માત્ર અધૂરા
સદગુણ જુએ છે શાણાને
અવગુણ અપાત્ર અધૂરા.
કોઈને રચનારે રૂપ દીધા,
કોઈને દીધા છે જ્ઞાન
કોઈ ધન ઘેલા કોઈ રસઘેલા
કોઈને દીધા અભિમાન.
સઘળું નવ સાથ દીધું કોઈને,
એ ભૂલે પાત્ર અધૂરા.
સ્વ.પ્રભુલાલ દ્વિવેદી
(વડીલો ના વાંકે–ઈ.સ.૧૯૩૮)
આદરણીયશ્રી.
ઈશ્વર એક જ છે એ વાત મનુષ્ય સમજતો નથી તે ખુબી છે.
માણસ સમજે તો ખુબજ અસરકારક પોસ્ટ મુકેલ છે.
ડો. કિશોરભાઈ એમ. પટેલ
માર્ચ 9, 2011