આજ નો સુવિચાર
ન હોય કશું તો અભાવો નડે છે,
મળે જો બધું તો સ્વભાવો નડે છે.
સુવિચારો— (સુવાક્યો)
- સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે. માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.
- કિસ્મતને ત્રીજી પેઢી હોતી નથી.
- પરાજય ક્ષણિક છે. તેને સનાતન બનાવે છે હતાશા.
- ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ.
- જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં જતાં જ આગળ વધવાનો માર્ગ અવશ્ય દેખાશે
- પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.
- જંગલમાં રહેવું સારૂ, પણ સગાઓની વચ્ચે ધનહીન દશામાં રહેવું જરાપણ સારૂ નથી
- “એકમાત્ર કામ એવું છે જેમાં તમે ટોચથી શરૂઆત કરો છો, અને એ છે ખાડો ખોદવાનું
- જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો
- જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે, ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થતા જાઓ છો.
- ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
- બગીચાનાં સમાચાર પૂછવા હોય તો બુલબુલને પૂછશો, કાગડાને ક્યારેય નહિ
- બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.
- વાતચીતની સાચી કળા માત્ર એ નથી કે સાચી વાત સચોટ સમય પર કરી શકીએ. સાચી કળા એ પણ છે કે કહું કહું કહેવાનું મન કરાવતી પણ નહીં બોલવાની વાતને ખોટા સમયે ધરાર બોલવી નહીં.
- સાચુ બોલવાનો ફાયદો એ છે કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.
- સમાધાન એટલે લાડવાનાં પાંચ બટકા એવી રીતે વહેંચવા કે દરેક જણને એમ લાગે કે પોતાને જ સહુથી મોટો ભાગ મળ્યો છે.
- ઓળખાણ વગરનો વિશ્વાસ, સંબંધ વગરની વાણી, કારણ વગરનો ગુસ્સો, જિજ્ઞાશા વગરની પૂછપરછ, પ્રગતિ વગરનું પરિવર્તન. આ પાંચ લક્ષણથી મૂર્ખતા ઓળખાય જાય છે
- અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
- નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!
- જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
- સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
- પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.