પ્રજાસત્તાક દિન
ત્રિરંગો સદા દેશનોબસ આમ જ લહેરાયા કરેસર્વે દેશવાસીઓ ને ગણતંત્ર દિવસ ની હાર્દિક સુભેચ્છા
આ માટી વહેછે મારા હૃદયમાંતેના માટે તો બધું કુરબાનકહેછે લોહી નું એક એક બુંદમારો વ્હાલો ભારત દેશ મહાન
Read Full Post | Make a Comment ( 1 so far )
આઝાદી
મા ભોમને ચરણે આપણે ક્યાં
મસ્તક મૂકવું હોય છે,
આપણે તો બસ આઝાદીનું
અમૃત જ પીવું હોય છે!
ઘણીવાર થાય કે,
જન્મ થયો તે આઝાદી
કે મરણ થયું તે આઝાદી ?
પવન ઝપાટૅ ઊડી જતી રે
સ્વતંત્રતાની શાહજાદી
ના ખડગ, ના ખંજર,
અહિંસાની ધારે લૂંટી
બાપુ તેં આઝાદી;
ના રેશમ, ના ટસર,
ખાદી કેરા ધાગે ગૂંથી
ગાંધી તેં આઝાદી
ગાદી મળી આબાદી મળી ખાદીના નામે
સરવાળે મીંડું મળ્યું આઝાદીના નામે!
આઝાદી અમર રહે
આઝાદી અમર રહે !
સુખી બને દેશજનો સઘળા, સૌ આનંદ લહે;
સમૃદ્ધિ ને શાંતિ ભરેલી,ગંગા બધે વહે. …આઝાદી.
સંપ અને સહકારતણા સૌ, માનવ-મંત્ર કહે;
ભલું કરે સૌ સૌનું કોઈ, મંગલ માત્ર ચહે. …આઝાદી.
માનવતાની મહેકે વાડી, દાનવ કો ન રહે;
મંગલના મારગને માનવ, કાયમ કાજ ગ્રહે. …આઝાદી.
આઝાદી ……..
રોટી માટે લોકો લડતાં,ચાલો ઉજવો આઝાદી.
બાળક છોને ભુખ્યાં મરતાં,ચાલો ઉજવો આઝાદી.
મત આપીને ખુરશી આપી, આપ્યું ભારત સાચવવા,
નેતા નામે નાગો ડસતાં,ચાલો ઉજવો આઝાદી.
આખો મહિનો કાળી કસરત, બન્ને જણ કરતાં તોયે,
ક્યાં કોઈ દી’ નવડાં મળતાં,ચાલો ઉજવો આઝાદી.
નાના-મોટા કોઈ કામો,ક્યાં સ્હેલાઈથી થાતાં.
ભ્રષ્ટો હર શ્રણ ખીસ્સા ભરતાં, ચાલો ઉજવો આઝાદી.
નાની અમથી ભૂલો માટે વર્ષો વિતતાં જેલોમાં,
અપરાધી સૌ ખૂલ્લાં ફરતાં,ચાલો ઉજવો આઝાદી.
અબળાને સબળા કરવાના જૂઠા વાદા છો થાતાં.
અત્યાચારો રોજે વધતાં,ચાલો ઉજવો આઝાદી.
સચ્ચાઈના મૂલ્યો મોટા,ગાંધીજી તો કઇ ગ્યા’તાં.
સાચ્ચું ક્હેતાં ‘બટુક’ ડરતાં,ચાલો ઉજવો આઝાદી.
You must be logged in to post a comment.