આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: varahi mata havan kavacha

ઉમરેઠમાં વારાહી માતાજીનો ઐતીહાસિક હવન હોજાશે.


હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી, ૩૦ કિલો તલ, ૭૫ મણ કાષ્ટ તથા અનેક શ્રીફળ હોમાશે..

વારાહી માતાજીનું મંદિર

વારાહી માતાજીનું મંદિર

ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો “સર્વજન કલ્યાણ હવન” આસો સુદ-૯ને તા.૧૩.૧૦.૨૦૧૩ને રવીવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહિમાતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે. ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે.

આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ

શ્રી વારાહીમાતાજી

શ્રી વારાહીમાતાજી

લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે. ઉમરેઠના શ્રી વારાહીમાતાજીના ૨૫૬ વર્ષ નિમિત્તે યોજાનાર આ હવનમાં યજમાન પદે મુંબઈના જયંતિભાઈ દલવાડી,ભરતભાઈ દલવાડી, અને અરવીંદભાઈ દલવાડી બિરાજશે.

અંગ્રેજો પણ માતાજીમાં શ્રધ્ધા રાખતા…!

ઉમરેઠ- અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો.અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરીકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.

..અને ચોર આંધળા થઈ ગયા..!

કહેવાય છે અંગ્રેજોના સમયમાં મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા, આ સમયે મંદિરની કેટલીક ચીજો તેઓ એ ખરાબ ઈરાદા સાથે લેતા તેઓ તુરંત આંધળા થઈ ગયા હતા અને ચોરી કરી મંદિરની બહાર પણ નિકળી શક્યા ન હતા , જ્યારે આ સમયે મંદિરના પૂજારી આવી પહોંચતા તેઓને પરિસ્થિતીનો તાગ મળી ગયો અને પૂજારીએ ચોરોને માતાજી સમક્ષ પોતાની ભૂલ કબુલી માફી માગવા જણાવ્યુ, ચોરોએ સાચા દિલથી માફી માગતા તેઓને આખે દેખાવવાનું શરુ થઈ ગયુ હતુ,અને આ રીતે વારાહી માતાજીએ પોતે હાજરા હજુર હોવાની ખાતરી આપી હતી.

કાળા દોરાને ગાંઠ બાંધી પહેરવાનો મહીમા.

વારાહી માતાજીના હવનમાં હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળ દોરાને ગાંઠ મારવાનો મહીમા છે. આ ઓગણીશ ગાંઠ વાળો દોરો શરીર ઉપર ધારન કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમ્યાન આરોગ્ય સારું રહે છે, તેવી ઉમરેઠના લોકોમાં માન્યતા છે, આ ઓગણીશ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારવા માટે લોકો સમગ્ર હવનમાં બેસી રહેતા હોય છે. હવન બાદ વારાહી માતાજીના મંદિર બહાર ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.

ઉમરેઠમાં વારાહીમાતાજીનો ૨૫૫મો ભવ્ય હવન યોજાશે.



ઉમરેઠમાં બિરાજમાન હાજરા હજૂર શ્રી વારાહીમાતાજીનો ૨૫૫મો ભવ્ય હવન તા.૨૩.૧૦.૨૦૧૨ને મંગળવારના રોજ પરંપરાગત રીતે શ્રી ચંન્દ્રકાન્તભાઈ દશરથલાલ દવેના આચાર્ય પદે અને શ્રી મધુસુધન નટવરલાલ તલાટી અને જીજ્ઞેશભાઈ મહેશચંન્દ્ર કોઠારીના યજમાન પદે શ્રી વારાહી ચોક ખાતે રાત્રે ૧૧.૦૦ કલાકે યોજાશે જેની પૂર્ણાહૂતિ સવારે ૬.૦૦ કલાકે થશે.

શ્રી વારાહીમાતાજીનો વિખ્યાત હવન ભારતભરમાં માત્ર કાશી અને ઉમરેઠ ખાતે યોજાય છે, જેથી આજે પણ ઉમરેઠને છોટા કાશીના હૂલામના નામથી સંબોધીત કરવામાં આવે છે. આ હવનનું ધાર્મિક મહત્વ ખૂબજ છે. હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે આ હવનમાં યજમાન બનવાનો લાહ્વો મળે છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો તેમજ મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સુરત સહીત વિદેશના ભક્તો પણ આ હવનના દર્શનનો લાભ લેવા અચુક ઉમરેઠ આવતા હોય છે, અને વારાહીમાતાજીના હવનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. માન્યતા છે કે આ હવન દરમ્યાન હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરોને ગાંઠ મારી પહેરવામાં તો સ્વાસ્થય સારૂં રહે છે.