આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: JAY KISHAN BIKE TROLLY

જય કિશાન


ચરોતરના ખેડૂતો નવી રીત ભાત અપનાવવા માટે પ્રચલિત છે. વર્ષમાં ત્રણ પાક કેવી રીતે મેળવવા અને કૃષી ક્ષેત્રે કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું તેની ગણતરી ચરોતરના ખેડૂતો જ યોગ્ય રીતે કરી શકે. ચરોતરના ચતુર કિશાન ઓછા ખર્ચમાં ખેતીનું કામ કરવા માટે અવનવા નુસખા અપનાવે છે, આવીજ રીતે પોતાના રોજબરોજના કામમાં પણ કરકસર પૂર્વક અખૂટ આનંદ મેળવવા માટે આવા ચરોતરના ચતુર ખેડૂતો નિતનવા નુસખા અજમાવતા હોય છે, ઉમરેઠ પાસેના ઓડ ગામના એક ખેડૂતે પોતાના હોન્ડા બાઈક પાછળ ટ્રોલી જોડી વધુ માલ સામાન લઈ જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે. આ ખેડૂત કહે છે કે સ્કૂટરના સાદા બે પૈડા અને લોખંડ હલકા વજનની પ્લેટોથી ટ્રોલી બનાવી હોન્ડા સાથે જોડી દીધી છે, જેથી રોજબરોજ ખેતરમાં ખાતર કે ઘાસના પૂળા જેવી ચીજ વસ્તુ વધારે પ્રમાનમાં લાવવા લઈજવા સુગમતા અને સસ્તુ પડે છે. ટ્રોલી લગાવવાથી બાઈકની એવરેજમાં નુકશાન ન થાય..? તે સવાલના જવાબમાં ખેડૂતે જણાવ્યું હતુ કે, એવરેજ સાથે થોડું સમાધાન કરવું પડે છે, પણ અંતિમ હિસાબ કરીયે તો ઓછી એવરેજ થી પણ કોઈ ફરક નથી પડતો સરવાડે રીક્ષા કે ટ્રેક્ટરની સરખામનીમાં આ નવો નુસ્ખો સસ્તો અને સારો સાબીત થાય છે. આર.ટી.ઓ ના નિયમને આ રીત અનુરૂપ છે..? તેવા પ્રશ્નના જવાબમાં આ ખેડૂતે જણાવ્યું હતુ કે આ નિયમને અનુરૂપ છે કે નહી તે ખ્યાલ નથી પણ આર.ટી.ઓ સાથે વિવાદથી બચવા આ ટ્રોલીનો માત્ર ખેતરથી ઘરે અને ઘરેથી ખેતરમાં જવા માટેજ ઉપયોગ કરૂં છું અન્ય ગામમાં જવાનું હોય તો આ ટ્રોલી ફોલ્ડીંગ હોવાને કારણે નિકાળી દવ છું જેથી આર.ટી.ઓની પણ ગરીમા જળવાઈ રહે. ખરેખર આવા કરકસરીયા ચરોતરના ચતુર ખેડૂતોને જોઈ “જય કિશાન” કહેવું યોગ્ય જ છે ને..! (વિવેક દોશી, આપણું ઉમરેઠ)