આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: dhutara police bangli

ઉમરેઠમાં ધૂતારાઓની ટોળકી સક્રીય : પોલીસ નિષ્ક્રીય..!


 મહિલાઓએ સતર્ક રહેવાની જરૂર

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા ઈસમો પોળો અને ફળીયાઓમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, વાસણો સાફ કરવાના પાઊડરના વેચાન કરવાના બહાને તેમજ અમે તમારા દૂરના સગાં છે જેવી સારીસારીવાતો કરી મહિલાઓને વાતોએ ચઢાવી તેઓને વિશ્વાસમાં લઈ (વશીકરણ) તેઓની બંગડીઓ તેમજ અન્ય દાગીણા આવા ધૂતારા પડાવી લેતા હોય છે, તાજેતરમાં ઉમરેઠના ધોબી ફળીયામાં એક મહીલાને બંગડી ધોઈ આપવાના બહાને ઠગ ઈસમે મહિલાને છેતરી હતી.કેટલીક મહિલાઓ આવા ધૂતારાનો શિકાર બને છે ત્યારે કેટલીક સતર્ક મહિલાઓ આવા ધૂતારાને માત આપવામાં પણ સફળ થાય છે.

આવીજ રીતે ઉમરેઠની ફાટીપોળમાં કોઈ અજાણ્યો ઈસમ વૃધ્ધ મહિલાને એકલી જોઈ તેને ઠગવાનો પ્રસાય કર્યો હતો પણ ઘરમાં હાજર પૂત્રવધૂની સતર્કતાને કારણે ઠગ ઈસમને ખાલી હાથે ભાગવું પડ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની ફાટીપોળમાં એક વૃધ્ધ મહિલા બપોરના સમયે પોતાના ઘરમાં એકલી બેઠી હતી અને ઘરનો દરવાજો ખુલ્લો જોઈ એક ઠગ ઈસમ ઘરમાં પ્રવેશી ગયો હતો અને આ વૃધ્ધ મહિલાને ” કેમ છો, કાકી..? શું કરે છે કાકા..?” જેવા સગાંવ્હાલા કરે તેવા સવાલો કરવા લાગ્યો..! વૃધ્ધ મહિલા આ ઈસમના ઈરાદાને પારખે તે પહેલા આ ઠગ ઈસમે વૃધ્ધ મહિલાને વશમાં કરી “કાકાએ ચાર હજાર રૂપિયા મંગાવ્યા છે, તમે મને આપી દો” કહેતા આ વૃધ્ધ મહિલાએ સકારાત્મજ અભિગમ આપ્યો પરંતુ આ વૃધ્ધ મહિલાની પૂત્ર વધુ અચાનક ઘરના બીજા રૂમ માંથી આવી જતા વૃધ્ધ મહિલાએ ચાર હજાર રૂપિયા પેલા ઠગ ઈસમને આપવા પૂત્રવધુને જણાવ્યું પરંતુ પૂત્ર વધુએ સતર્કતા દાખવી તેઓના પતિને આ અંગે ફોન કરી જાણ કરતાની સાથે પેલો ઠગ પાંચ મિનિટમાં આવું છું કહીને પલાયન થઈ ગયો હતો, અને પૂત્રવધૂની સતર્કતાની આ પરિવાર ઠગાઈનો શિકાર બનતા બચી ગયો હતો.

પોલીસ ફરિયાદ કરતા લોકો ખચકાય છે..!

ઉમરેઠ – ઠગ લોકોની સક્રીયતા ઉમરેઠમાં જગ જાહેર છે છતા પણ આવા ઠગનો ભોગ બનનાર લોકો પોલીસ ફરિયાદ કરતા ખચકાય છે. કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આવા કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે તો ઉલ્ટું ખાતર પાછળ દિવેલની સ્થિતી પેદા થાય છે. જેથી લોકો મુક્ત રીતે ઠગાઈની ફરિયાદ કરવા આગળ આવે તે માટે પોલીસે પ્રજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાની જરૂર છે, અને જનજાગૃતિ ફેલાય તે માટે પગલા ભરવાની જરૂર છે.રાત્રિના ગાડીઓમાં સિંઘમ બની ફરતા પોલીસની પરવા કર્યા વગર ભર બપોરે પણ ઠગ ઈસમો સક્રીય જ રહે તો નવાઈ નહી..!

ઉમરેઠ પોલીસ બજારમાં સિંઘમ અને બસ સ્ટેશનમાં…?

ઉમરેઠ પોલીસ બજારમાં નાના વાહન ચાલકો પાસે દાદાગીરી કરી છે અને જાણે સિંઘમ હોય તેવું બતાવે છે, પણ પોલીસની જીપ બજાર માંથી બસ સ્ટેશન જાય એટલે સાણી સીતા થઈ જાય છે. બસ સ્ટેશનની આજૂ બાજૂ અસંખ્ય છકડા ઉભા રહે છે તેઓની જોડે ઉમરેઠ પોલીસનું કાંઈ ઉપજતું નથી. પી.એસ.આઈની જીપ લઈને નિકળે છે ત્યારે બહૂ રૂઆબમાં આવી જાય છે, બજારમાં પોલીસની જીપ સામે કોઈ વાહન આવી જાય તો તેને રીવર્સ કરાવવા મજબૂર કરવામાં આવે છે, પોલીસની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે, રાત્રીના સમયે બજારમાં પોળ કે ફળીયામાં પરવાંગી લઈ ગરબા આયોજન થાય છે ત્યાં પણ પોલીસ ની જીપ પસાર થતા સમયે ગરબા બંધ કરાવી ખૂરશી અને અન્ય વાહનો હટાવી દેવા નાગરિકોને ફરજ પાડવામાં આવે છે. ત્યારે ગામમાં વિવેક દાખવી બસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સિંઘમગીરી પોલીસ બતાવે તો ખરૂં કહેવાય..!