આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: CONGRESS

ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું.


– રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીના મનોબળને નીચું લાવવા પ્રયત્ન કરાય છે – રવી પટેલ- પ્રમુખ યુથ કોગ્રેસ – ઉમરેઠ

ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા સામાન્ય માણસોને સ્પર્શના વિવિધ મુદ્દાને આવરી લઈ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ યુથ કોગ્રેસના પ્રમુખ રવી પટેલ સહીત કોગ્રેસના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નગરમાં તેમજ રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે તટસ્થતાથી ટકી રહે તે માટે માંગ કરી હતી. આ અંગે ઉમરેઠ યુથ કોગ્રેસના પ્રમુખ રવીભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર દ્વારા આઈ.પી.એસ અધિકારીઓનો દૂર ઉપયોગ કરવામાં આવે છે, જે આઈ.પી.એસ વણઝારાના પત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કથીત દિશા સુચણને અનુસરી આજે લગભગ ૩૨ જેટલા અધિકારીઓ જેલના સળીયા પાછળ છે, ત્યારે આવનારા સમયમાં પ્રવર્તમાન અધિકારીઓ પણ આજ નિતિનો ભોગ ન બને તે માટે વણઝારાના પત્રને લાલ બત્તી સમાન ગણાવ્યો હતો. તેઓએ ઉમેર્યુ હતુ કે સરકાર દ્વારા સારું કામ કરનાર પોલીસ અધિકારીઓના મનોબળને નીચુ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેને કારણે સારા પોલીસ અધિકારીઓની કાર્યક્ષમતા ઉપર અસર પડે છે. ઉમરેઠ નગરપાલિકાના કથીત કૌભાંડનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતુ કે ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સદર કૌભાંડની તપાસ સોપવામાં આવી હતી અને ગણતરીના દિવસ માંજ તેઓ પાસેથી તપાસ પરત લઈ અન્ય અધિકારીને આ તપાસ આપવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે રાજ્ય સરકારના આ વલનને કારણે પોલીસ અધિકારો નાસીપાસ થઈ રહ્યા છે. તેઓએ આર.ટી.આઈ એક્ટીવિસ્ટની સુરક્ષા અંગે પણ માંગ કરી હતી અને આર.ટી.આઈ કાર્યકરતાઓને વિવિધ મુદ્દે મળતી ધમકી અને દબાણ અંગે સુરક્ષા પ્રદાન કરી તેઓને પોતાના કાર્યમાં મોકળું મેદાન મળે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ પોતાના આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે ત્યારે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ક્યારેક તો મહીલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં જ અસભ્ય વર્તન થાય છે તેવા બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે જેથી સામાન્ય માહસ એફ.આર.આઈ સુગમતાથી નોંધાવી શકે તે માટે તંત્રએ પગલા ભરવા અપીલ કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં ઉમરેઠમાં ભ્રષ્ટાચાર ચરમ ઉપર આવી ગયો છે, આ અંગે યોગ્ય તપાસ પણ થતી નથી જેથી તાજેતરમાં ધારાસભ્ય જયંતભાઈ પટેલે પણ આ મુદ્દે અનસન કરવું પડ્યું હતુ તે કેટલું યોગ્ય છે.

ઉમરેઠ બેઠક માટે કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધનને લઈ અસમંજસ બરકરાર..!


  • બંન્ને પક્ષના કાર્યકરો પોતાની દાવેદારી મજબૂત હોવાની વાતો કરે છે.

ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે કોગ્રેસ અને એન.સી.પીના ગઠબંધનને લઈ નગરમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નવા સિંમાકન બાદ સારસા વિધાનસભાના ગામો ઉમરેઠ વિધાનસભામાં આવી જતા એન.સી.પીના મહત્વના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)એ ઉમરેઠ બેઠક ઉપર પોતાની ઉમેદવારી માટે દાવો કર્યો હતો. જ્યારે ઉમરૅઠ બેઠક ઉપર કોગ્રેસના સીટીગ ધારાસભ્ય લાલસિંહ વડોદીયા સહીત ગણપતસિંહ ચૌહાણ તેમજ ઉમરેઠના સુભાષભા શેલત પણ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. એક તરફ કોગ્રેસનું પ્રભૂત્વ ધરાવતી ઉમરેઠ બેઠક જતી કરવા માટે ઉમરેઠના સ્થાનિક કોગ્રેસી આગેવાનો સહીત કાર્યકરો એકના બે ન થવાના મૂળમાં દેખાઈ રહ્યા છે, બીજી બાજૂ એન.સી.પી દ્વારા કોગ્રેસ સાથે ગઠબંધન કરી ગુજરાતભરમાં એન.સી.પીના પ્રભૂત્વ ધરાવતી કેટલીક બેઠકોની માગણી કરી છે , જેમાં ઉમરેઠ બેઠક પણ એન.સી.પી દ્વારા પોતાના આગલી હરોળના નેતા જયંતભાઈ પટેલ (બોસ્કી) માટે માગેલ છે. ત્યારે બંન્ને તરફ ઉમરેઠ બેઠકને લઈ અસમંજસની સ્થિતી પ્રવર્તમાન બની છે. બીજી બાજૂ એન.સી.પી અને કોગ્રેસ બંન્ને પક્ષના કાર્યકરો પોતાના નેતાની ઉમેદવારીને લઈ પોતપોતાની દાવેદારી મજબૂત હોવાની વાતો કરી રહ્યા છે. ત્યારે બંન્ને પક્ષ માંથી કયા પક્ષના કાર્યકરો ની વા સાચી નિકળશે તે આવનારો સમય જ બતાવશે. ચર્ચાઈ રહ્યું છે કે જે પણ કોઈ પક્ષનું પત્તુ કપાશે તે પક્ષના સંભવિત ઉમેદવારો પૈકી કેટલાક ઉમેદવારો અપક્ષ લડવા માટે પણ મન બનાવી ચુક્યા છે, જેથી જો કોગ્રેસ અને એન.સી.પીને લઈ મડાગાંઠ નહી ઉકેલાય તો ઉમરેઠ બેઠક માટે ત્રિ-પાંખિયો જંગ થાય તો નવાઈ નથી.

ભાજપમાં ઉમેદવારને લઈ અસમંજસ બરકરાર – ઉમરેઠમાં ભાજપના ઉમેદવારને લઈને પણ અસમંજસ બરકરાર છે. કહેવાય છે નિરીક્ષકોની ટીમ દ્વારા ભાજપના કાર્યકરો સહીત નગરના પ્રતિષ્ઠીત લોકોના ઉમેદવારને લઈ સુચનો લેવામાં આવ્યા હતા આ સમયે અનુક્રમે વિષ્ણુભાઈ પટેલ ભૂષણભાઈ ભટ્ટ તેમજ ભૃગરાજસિંહ ચૌહાણ અને ગોવિંદભાઈ પરમારની વિવિધ કાર્યકરોએ રજૂઆત કરી હતી. હાલમાં તમામ ઉમેદવારો દ્વારા પોતાના દાવા મજબૂત હોવાનું કહેવાઈ રહ્યું છે , પરંતુ પક્ષની સત્તાવાર જાહેરાત પછી જ ચિત્ર સ્પષ્ટ થશે તેમા બે મત નથી.