આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી.


વાંટા સ્ટ્રીટ –

ઉમરેઠના વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સદર વિસ્તારના નાગરીકો દ્વારા ધ્વજવંદન કરી ઝંડાને સલામી આપવામાં આવી હતી તેમજ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયન મંદિર –

ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીજીને ત્રીરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા જેને કારણે મંદિરમાં ભક્તિસભર વાતાવરણમાં દેશભક્તિનો રંગ ઉમેરાયો હતો. સદર દિવ્ય દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠ યુવાક્રાંતિ મંચ

ઉમરેઠ નગરના યુવાક્રાંતિ મંચ દ્વારા ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે નગરમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ઉમરેઠ યુવાક્રાંતિ મંચના યુવાનો દ્વારા નગરના હવન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને ઝંડાને સલામી અર્પણ કરવામાં આવી હતી.

એ.પી.એમ.સી ઉમરેઠ

ઉમરેઠ બજાર સમિતિ ખાતે ૭૦માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એ.પી.એમ.સીના કા.સભ્ય અને સામાજિક કાર્યકર આશિષભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે ગંજ બજારના વહેપારીઓ તેમજ બજાર સમિતિના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

નગરપાલિકા ઉમરેઠ

ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરના લાલ દરવાજા વિસ્તારમાં રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ સહીત પાલીકાના સભ્યો તેમજ કર્મચારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

સેંટ ઝેવિયર્સ સ્કૂલ

ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ન.પાલીકાના ઉપ-પ્રમુખ કનુભાઈ શાહ (બેંગ્લોરી)ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસને અનુલક્ષી વિવિધ મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યા હતા.

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે હર્ષદભાઈ પટેલ (બેરીસ્ટર-લંડન)ના અધ્યક્ષ તેમજ પ,પુ.ટહલકીશોરદાસજીના મુખ્ય મહેમાન અને વિજય ભટ્ટ (શક્તિકંગન)ના અતિથિ વિશેષ પદે ૭૦મો પ્રજાસતાક દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા નાટક સહીત વિવિધ મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન ર્ડોં.મધુસુદન ભગત દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.