આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના બેચરી ફાટક પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા..!


અચાનક પાણી આવતા માલસામાન પલળી ગયો.

ઉમરેઠમાં બે દિવસ પડેલા અવિરત વરસાદના પગલે બેચરી ફાટક પાસે આવેલા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બેચરી ફાટક પાસે આવેલ નગારી વિસ્તાર ખુબજ નિચાણવાળો છે, તેમજ આ વિસ્તારમાં ખાડામાં ઝુપડ પટ્ટી વિસ્તાર હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અચાનક રાત્રિના સમયે પાણી આવી જતા લોકોને પોતાની ઘરવખરી ખસેડવાનો પણ સમય મળ્યો ન હતો. બેચરી ફાટક પાસે પાણી ભરાઈ જતા ઉમરેઠ થી ભરોડા તેમજ અહીમા જવાના ડુંગરીપૂરા માર્ગ પર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા તેમજ આ વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે બપોરબાદ વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરવાની આશા દેખાઈ રહી છે પરંતુ જો વરસાદ પૂનઃ પડશે તો પાણી વધી પણ શકે તેમ સ્થાનિકો મત પ્રગટ કરી રહ્યા છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.