આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના મુળેશ્વર મહાદેવ ખાતે અષાઢી જોખાઈ – ઓછા વરસાદનો વર્તારો


ઘઊં,અડદ,કપાસનો પાક વધારે થશે,મગ અને વરસાદનો નકારાત્મક વર્તારો

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે ઐતિહાસીક અષાઢી જોખાઈ હતી. જેમાં વિવિધ તેલીબીયા અને અનાજ સહીત વરસાદના વર્તારા અંગે અનુમાન કરવામાં આવ્યા હતા. પરંપરાગત મુજબ મહાદેવના ગર્ભગૃહમાં ચમત્કારી ગોખમાં મુકેલો ઘડો પંચ સમક્ષ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને તેમાં મુકેલા ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. આ વર્ષે જોખાયેલ અષાઢીના વર્તારા મુજબ ઘઊં,અડદ,કપાસ જેવા ધાન્યો,અનાજ અને પાકમાં વધારો જોવા મળશે તેમજ મગ અને વરસાદ ગત વર્ષની સરખામણીમાં ઓછો રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ પ્રફુલભાઈ સુત્તરીયા, આર.ટી.આઈ એક્ટીવીસ્ટ નરેન્દ્રભાઈ ગાભાવાળા, રાજેશભાઈ બશેરી, ગોપાલભાઈ શાહ(અપ્પુ) સહીત નગરના અગ્રણી વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મંદિરજા પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતુ કે ઉમરેઠના સદર મહાદેવમાં જોખવામાં આવતી અષાઢીનું ખુબજ મહત્વ છે નગરના ગંજના વહેપારીઓ સહીત ખેડૂતો આતુરતાથી અષાઢીની રાહ જોતા હોય છે અને અષાઢીના વર્તારા મુજબ જ પાક કયો કરવો અને વહેપારીઓએ કયા ધાન્ય અને તેલીબીયાનો વહેપાર કરવો તેનું અનુમાન કરે છે.

સૌરાષ્ટ્રમાં ઉમરેઠની અષાઢીનું મહત્વ –  ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથક માંજ નહી પરંતું સૌરાષ્ટ્ પંથકમાં પણ મહત્વ ધરાવે છે,સૌરાષ્ટ્ર ના ખેડૂતો પણ અષાઢીના વરતારા અંગે મહાદેવમાં પત્ર-વ્યવહાર કરી પુછતા હોય છે જેનો જવાબ પત્ર દ્વારા પુજારી ગીરીશભાઈ દવે નિયમિત આપતા રહે છે.
એડવર સિક્કાનું મહત્વ – અષાઢીમાં તોલાતા ધાન્યો અંગ્રેજોના જમાનાના એડવર સિક્કાના વજન જેટલા લેવામાં આવે છે. પહેલા તે સિક્કાના વજન જેટલા ધાન્યો જોખી ચમત્કારી ગોખમાં મુકાવામાં આવે છે. બીજે દિવસે તેનું ફરી વજન કરવામાં આવે છે અને જે ફેરફાર થાય તેને અષાઢી કહેવાય છે.
વરસાદના વરતારા માટે માટીનો ઉપયોગ – વરસાદનો વરતારો જાણવા માટે ધાન્યોની જગ્યાએ પોટલીમાં માટી મુકવામાં આવે છે. બીજે દિવસે આ માટી જે પ્રમાણે ભીનાશ પકડે તે મુજબ વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગતવર્ષ જેટલો જ વરસાદ મધ્યમ રહેશે તેવું અનુમાન છે.
ત્રણ પેઢીથી સોની પરિવાર અષાઢી જોખે છે – ઉમરેઠમાં ઐતિહાસિક અષાઢી તોલવાનું ગૌરવ છેલ્લી ત્રણ પેઢીથી સોની પરિવારને મળે છે. હાલમાં દિલીપભાઈ સોની અષાઢી તોલે છે, આ પહેલા તે પિતા બંસીલાલ સોની તેમજ તેઓના દાદા જેઠાલાલ સોનીએ અષાઢી તોલી હતી. દિલીપભાઈ સોનીએ જણાવ્યું હતુ કે,ત્રણ પેઢી થી અષાઢી તોલવાનો અમોને લાભ મળે એ તે અમારા માટે ગૌરવની વાત છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.