આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

રોટરી ક્લબ ઓફ ઉમરેઠનો પદગ્રહણ સમારોહ યોજાયો


રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પદગ્રહન વિધિ સમારોહ નિમિત્તે નગરન શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ આ સમયે રો.આશીષભાઈ અજમેરા(ડી.જી) પ્રમુખ સંદિપભાઈ શાહ, ર્ડો.નિરવભાઈ શાહ સહીત રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ક્લબ ઓફ ઉમરૅઠનો પદગ્રહણ સમારોહ આજે અત્રેની દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો જેમાં પદગ્રહણ પુરોહિત પદે રો.આશીષભાઈ અજમેરા(ડી.જી)અને અતિથિ વિશેષ પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ઉમરૅઠના પ્રમુખ પદે સંદિપભાઈ શાહ તેમજ મંત્રી પદે વિનોદભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. નવા વરણી પામેલા પ્રમુખ સંદિપભાઈ શાહ અને તેઓની ટીમને રો.આશીષભાઈ અજમેરએ પદગ્રહણ કરાવ્યા હતા. સમારોહ દરમ્યાન ગત વર્ષમાં રોટરી ક્લબ ઓફ ઉમરૅઠ દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકિય કાર્યોની ટુંકી માહીતી આપવામાં આવી હતી જ્યારે ગત વર્ષના પ્રમુખ ધ્વારા નવા વર્ષના પ્રમુખને વિધિવત વહિવટ સોપવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં રો. આશીષભાઈ અજમેરાએ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી ક્લબના કાર્યોની પ્રશંસા કરી હતી અને ક્લબ આવનારા સમયમાં સંદિપભાઈ શાહના નેતૃત્વમાં સારા કાર્યો કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પ્રાસંગિક પ્રવચન કરતા પ્રમુખ સંદિપભાઈ શાહએ જણાવ્યું હતું કે, નવા વિચાર અને સકારાત્મક અભિગમ સાથે તેઓ અને તેઓની ટીમ ઉમરેઠમાં સદાય સેવાકિય પ્રવૃત્તિઓ કરવા રોટરી ક્લબના માધ્યમથી સક્રીય રહેશે. રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પદગ્રહણ સમારોહમાં ઉમરેઠના અગ્રણી વહેપારીઓ સહીત રોટરી પરિવારના સભ્યો અને નગરના આગેવાનો હાજર રહ્યા હતા.સમારોહને સફળ બનાવવા માટે રોટરી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અંતે નવા પ્રમુખ અને મંત્રીને ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.