RSS
અસાઈડ

Image

प्रभु का सन्देश :

 

कहाँ कुछ खोया है ?

तुने बहुत संजोया है

बरसों का है चिंतन तेरा
तुज में ही निवास है मेरा
सोच सोच में तुने मुझको
नित्य पिरोया है
तुने कहाँ कुछ खोया है ?

कोई संत नहीं, सिर्फ मानव है तू
विचलित होना, है मानव लक्षण
भूल जो की, वो फिर से होगी
पर प्रायश्चित के जरिये तुने
सद्गुण बोया है
तुने क्या न संजोया है ?

अंश है तू
अद्वैत है हम
ब्रहम है तू
गर आज नहीं तो कल

अज्ञानी नहीं, तू पंथी है

धर्म ही तेरा संगी है

है बालक तू, मैं साथ में हूँ

कर्तव्य निभाए चल तू चल
चैन की नींद
आखिर तू सोया है
तुने कुछ नहीं खोया है
तुने ‘निज’ को पाया है

जनक म देसाई

प्रभु को अंगीकार -चंचल साक्षी

मालिक मैने बहुत कुछ खोया है
क्या कहूँ, कुछ नही संजोया हैं।
तुम तो यही थे
दिल में मेरे
फिर भी जाने क्यू रोया है
मालिक मैने बहुत कुछ खोया है।

एक फूल थी जो भूल की
तेरे बिना मैं थुल थी
जीवन में कांटे मैने बोया है
मालिक मैने बहुत कुछ खोया है।

तुम मिले तो जग मिला
एक तुम बिन मुझे क्या गिला
तेरे नाम लेके चैन से सोया है
मालिक मैने बहुत कुछ खोया है।

तुम दिल मे हो, धड़कन मे हो,
इस पल मे हो, उस पल मे हो
तेरे लिए सपने मैंने संजोया है
मालिक मैने बहुत कुछ खोया है।

तुम पास हो, तुम आश हो,
हर जीव कि तुम साँस हो
विश्वाश में अपने तुम्हे पिरोया है
मालिक मैने बहुत कुछ खोया है। / चंचल साक्षी

 

जनक के कुछ सोच:

एकांत में, एकाग्र चित्त के ज़रिये, आत्मा और परमात्मा का मनन करने से ज्ञान प्राप्त होता है.
आत्म जागृति की ओर प्रयाण होता है.
यजुर्वेद में ‘अहं ब्रह्मास्मि’ का उल्लेख है,
सारांशतः ‘अहं’ यानी कि मैं ही ‘ब्रह्म+अस्मि’ यानी कि ‘ब्रह्म’ हूँ.
आत्मा और परमात्मा अद्वैत है.
मनुष्य आत्मज्ञान प्राप्त करके ही ब्रह्मा की ओर जा सकता है.
ब्रहम: अर्थात आध्यात्मिक ज्ञानका व्याप होना।

 

अथर्ववेद = अयमात्मा ब्रह्म (आत्मा ब्रह्म है)
रुग्वेद = प्रज्ञानं ब्रह्म (सभान होना ब्रह्म है)
यजुर्वेद = अहं ब्रह्मास्मि (मैं ही ब्रह्म हूँ – स्व और सर्वस्व अलग नहीं है)
सामवेद = तत्त्वमसि (ब्रह्म.… वोह तू ही है )

અહં બ્રહ્માસ્મિ
જે બ્રહ્મ ને ગોતી રહ્યો, તે બ્રહ્મ તું જ છે
ચેતન અને જડ ના સ્વરૂપો માંય તું જ છે
જો હામ તું રાખી શકે, પામીશ તું તને
પરમાત્મામાં જીવતો આતમ એ તું જ છે

જનક મ દેસાઈ

अयमात्मा ब्रह्म

जिस ब्रह्म की जांच है, वोह ब्रह्म तू ही है

जड़ एवं चेतन, हर स्वरूप में सर्वत्र तू ही है
ज़ुर्रत और धैर्य से ही ‘निज’ की प्राप्ति होगी
परमात्मा के भीतर वोह आत्मा भी तू ही है

<

p style=”text-align:center;”>जनक म देसाई

 
માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/05/04 માં જનક દેસાઈ

 
ચિત્ર

અંતર કેરું સ્નાન

અંતર કેરું સ્નાન

રોજ સવાર સ્નાન કરીને
મંદિર જઈ, ત્યાં ધ્યાન ધરીને
ખખડાવું છું અંતર કેરું દ્વાર …
વળી પુછું પ્રભુને કેમ કરે તું વાર !

ઉન્ને: ખટપટીયો વળી હસ્યા કરે, જ્યાં
ભંડારે જઈ હળવો કરું હું ભાર…
‘ને રોજ પૂછે તે મુજને વારંવાર :
‘તું શાને થયો છે મુર્ખોનો સરદાર !’

ચડી વ્યથા ભરીને રોજ પગથીયાં,
ઉતરું જ્યારે ખાલી ખીસ્સે, મને…
રોજ રહે તે કહેવાને તૈયાર :
‘ખખડાવા તો હું પણ જાઉં
નિત્ય નવે દરબાર, ‘ને
ખાલી સૌને નિત્ય કરીને
ખિસ્સાં મ્હારા રોજ ભરું પરભાર’…

‘ને હું પણ ત્યારે હસ્યા કરું છું
હું પણ મારા ‘ખિસ્સાં’ ભરું છું;
આવ્યું ક્યાં કોઈ લઈને જવાના ?
સહુ ખિસ્સાં આખર ખાલી થવાના,
મ્હારો તો છે ભીતરી કારોબાર
‘ને રોજ પૂછું હું એને વારંવાર :
‘તુ શાને કરે ના અંતરનો વિચાર !’

… જનક

 
અંતર કેરું સ્નાન માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/04/12 માં જનક દેસાઈ

 
ચિત્ર

a flake – pure as can be

flake - pure as can be

a flake
pure as can be,

a creation
a process
I can not fathom,

descends
…for a time
and disappears
into oblivion;

I too…
arrived …. Pure
and will depart
in a white pure? cover

do I want to be covered ?
…during the last stretch !
and let the fire ignite my Pile
or, do i want to ignite within
and go the way i came ?

Pure
like a Flake

Janak

 
a flake – pure as can be માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/09 માં જનક દેસાઈ

 

દૂરત્વ

એટલી નજદીક તું, કે દૂરતા હું જોઇ શકું, 
એટલી તકલીફ કે દૂરત્વ ના હું ખોઈ શકું.

જનક

 
દૂરત્વ માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/05 માં જનક દેસાઈ

 
ચિત્ર

संधि

संधि

बात:
——
शाम के वख्त
सुनहरी संधि देख,
फिर एकबार सोचता हूँ मैं…
सो जा यार !
सो जा आज
चैन की नींद सोजा !!

है ये अँधियारा सिर्फ एक रात का,
ये शाम जो रंग लाइ है,
है वो आने वाली सुबह का मंगलाचार,
ये लाली जो छाई है …
फिर से देख तू,

सेतु है,
सेतु है, यह अंधियारी रात
सेतु है दो संध्याओं का,

तेरी नींद के वक्त,
लाली भी, चैन की सांस लेती है,
पर उठती है वो,
तेरे उठने से पहले,
रंग बिछा देती है तेरे आँगन में
ताकि एहसास न हो पाय अंधियारे का

और तू !
सपनों का दिया जलाता है
बेचैनी के अंधियारे में रहता है

उठेगा क्या ?

… जनक

 
संधि માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/04 માં જનક દેસાઈ

 
ચિત્ર

દેહ અને આત્મા

દેહ અને આત્મા

દેહ અને આત્મા:
આથમતું અજવાળું સાંજે, આવીને ઢંઢોળે મુજને, ‘કે
સાંજ ઢળી અંધારે ગઈ, પણ તું ના મળ્યો છે તુજને ;

જન્મ-મરણના મધ્યાંતરમાં મરી મરી ને જીવ્યો ,
જીવતર આખું ભટક્યો તોયે પ્રગટ્યો ના મરજીવો ;

ભાર થયું જે જીવન, તેની ગાંસડી બાંધી કોણે?
હળવો થાતે ત્યાગ કરીને, તો મુક્તિ ફળતે તુજને ;

‘ને પડ્યા ટકોરા દ્વારે જ્યારે, કટાઈ ગ્યા’તા તાળા ,
પ્રાયશ્ચિતની ચાવી મળી ત્યારે બુરાઈ ગ્યા’તા કાંણા ;

સાથ હતું જે, હાથ ન લીધું, શિરસ્તો ક્યાં સમજ્યો તું ,
સાથ જે આવ્યું સાથ જવાનું, ના મર્મ ફળ્યો તે તુજને ;

વાયું જ્યારે વહાણું, ત્યારે કેમ કરી ને ઉઘડે આંખ ,
ભાર જે બેઠો વરસોથી તે, કેમ કરી ને ઉપડે આજ ;

વ્યર્થ નથી તોયે આ જીવન, મઝધારે હું ડૂબ્યો છું ,
કિનારો જે ગોતવ નીકળ્યો, આજ મળ્યો છે મુજને .

 
દેહ અને આત્મા માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/03 માં જનક દેસાઈ

 

ટૅગ્સ: ,

અજવાસ

જ્યાં જ્યાં નજર મ્હારી પડે અજવાસ તે,
જે અંતરે ત્યાં તીર્થ છે, અજવાસ તે;

ચોમેર જયારે જોઉ છું, સમજાય છે,
જે પાન પર ઝાકળ વસ્યું, અજવાસ તે;

માંગ્યું કદી મળતું નથી, લાગ્યા પછી,
જે આંખથી વર્ષે દુઆ, અજવાસ તે;

હું સૂર્ય સામે જોઇને રહ્યો આંધળો,
તે કોડિયું મધરાતનું અજવાસ તે;

વન ઉપવને મેં જીંદગી ગોત્યા કરી
જે ફૂલમાં સુવાસ છે, અજવાસ તે;

હું આમ તો રહ્યો હાંફતો હર શ્વાસ માં,
હું શ્વાસ જ્યારે લઇ શકું અજવાસ તે .

જનક

 
અજવાસ માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/02 માં જનક દેસાઈ

 

શિરસ્તો

શિરસ્તો :
જીંદગીની સૌ પ્રથા સમજાય છે ,
એક દી મોડી, છતાં સમજાય છે ;

સુખ જે મુજને મળ્યાં, સમજ્યો નહિ ,
દુઃખ અંતે અન્યના, સમજાય છે ;

દુઃખ એકે ના હતા, તોયે રડ્યો ,
સુખ થોડા જે મળ્યાં, સમજાય છે ;

આમ તો પ્રશ્નો ઘણા પૂછ્યા હતાં ,
ઉત્તરો સમજ્યો હું ક્યાં? સમજાય છે ;

પ્રેમ પંથે એકલો ભટક્યા સમું ,
જે મળ્યાં તે ક્યાં ફળ્યાં? સમજાય છે .

જનક

 
શિરસ્તો માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/01 માં જનક દેસાઈ

 

પછી તું રહીશ ને !

અધૂરી મારી ઇચ્છા જોને,

જાવા ન દે ક્યારેય તને

તું આવ ને મારી કને ,

મને ઇચ્છા વિહીન કરવાને

 

પુરાયો હું અંધાર્યા ઓરડે

આવ ને, અજવાળ ને

મારી યાદો ના પટ ને,

જ્યાં,  ક્યાંક તું છે, માત્ર તું,

ને તારું આગમન માત્ર, એક ચાવી સમુ

ખોલી દે તાળુ,, થાય અજવાળુ,

 

પછી તું રહીશ ને   !

 

રહે તો સારું.

જનક

 
પછી તું રહીશ ને ! માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2014/02/01 માં જનક દેસાઈ

 

એક વત્તા એકનો સરવાળો

એક વત્તા એકનો 
સરવાળો જ્યાં એક જ થાય
ગણિત ત્યાં મૂંઝાય, 
સૌ વિદ્વાનો અથડાય,
પણ સંબંધો !!
સઘળાય હરખાય 

ગાંઠો, 
ગાંઠો તો આદતથી ગૂંચવાય,
સંબંધોના પંથે સૌ ફાંટાઓ પથરાય ;
પણ !!
સંબંધોના સરવાળામાં, 
ઈચ્છા એવી થાય …
કે એક વત્તા એકનો 
સરવાળો એક જ થાય. 

વિશ્વાસ વર્તાય, કારણો કરમાય
લાગણીઓ બંધાય,
પારકાં પોતીકા થાય
કેટલુંય ના સમજાય
તોય
નાદ અંતરનો મધુર ગીતો ગાય.

…જનક

 
એક વત્તા એકનો સરવાળો માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/27 માં જનક દેસાઈ

 

मासूमियत

एक छोटी सी कुटिया,
वही छोटा सा गाँव,
आज भी साथ लिए
फिरता हूँ मैं;
आज भी इसी लिए
जिंदा हूँ मैं;

जरा गौर से सुनीयेगा:

न कोई इमारत थी,
न कोई दरवाजा;
न कोई सीमा थी,
न कोई दरबान;

एक आँगन था
एक कारवाँ था
एक भीड थी
दिलों की महफिल थी

तु था
मैं थाा
कहीं … हाँ, कहीं
वो भी राह तकत थी
वो… हम थे

तु गया
मैं गया
पर…
हम रहे
कारवाँ भी है
आँगन भी है

वो दिल था
आज भी है

है ना?

जनक

image

 
मासूमियत માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/16 માં જનક દેસાઈ

 

હા… આશાઓ જ, તો વળી.

અધૂરી મુલાકાતો મધ્યમ,

…અધૂરા અહેસાસો !!

હોય … સતત નિરાશાઓ મધ્યમ

…કેટલાંય સમણાંઓ

ને શેરી ના ખૂણે વહેતી હવા

જાણે …

આવી ખખડાવે નકુચો અને ….

… પછી બારીઓ

જે, ક્યારેક સૂરમાં હોય

ને, ક્યારે કરે ઘોંઘાટ

 

હા… કાંઇક એવા જ …

મનમાં ઉમંગો

ને ક્યારેક તરંગો

વમળ મધ્યે

ખોયા નહિ પામ્યાની વાત

અંતર કરે લાગણીની મુલાકાત

 

ઈચ્છાઓ સળવળે,

ક્યારે વળી ફળે !

શરમની મારી નજર્યું ઢળે …

…એની

 

ને અંધારે ખૂણે બેઠેલ ઓલ્યો ગુસ્સો !

સ્મિતો ની વચ્ચે,

… ધીમે થી ઓગળે,

 

ને… ઓલી લુચ્ચી…

ફરીથી

ધબકાર મારો વધારી

ને હસે ખડખડાટ

 

ને ફરી

વળી વળી

એકાંત પળોમાં,

પ્રશ્નો પૂછે, અને

જવાબોય ગોતે

એકાંતે ………..

 

હા… આશાઓ જ, તો વળી.

……જનક

 
હા… આશાઓ જ, તો વળી. માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/13 માં જનક દેસાઈ

 

मैं नशे में हूँ

क्या बताऊँ मैं कहाँ और कौन हूँ, मैं नशे में हूँ !
न पता, न मेरा कोई नाम है अब, मैं नशे में हूँ ,

तू ही बता जाने मन क्या नाम दूँ यह नशे को !
तेरे सिवा मैं कुछ भी नहीं, मैं तेरे नशे में हूँ |

जनक

 
मैं नशे में हूँ માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/13 માં જનક દેસાઈ

 

ये हँसी चेहरा

ये हँसी चेहरा: मेरा भाई जगदीश देसाई
मुमकिन नहीं कहना जो मेरे दिल में है मेरे दोस्त
मुनासिब नहीं समझता लफ्जों से कहना मेरे भाई
जरुरत भी कहाँ कुछ कहने की मैं क्या देखता हूँ
तू जाने की मैं जानूँ तेरी हँसी तेरा प्यार, मेरे भाई

Jagdish Desai 

 
ये हँसी चेहरा માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/13 માં જનક દેસાઈ

 

જામ ભરવા આય, તો વળી ઓળખું

નશો છે એટલો કે હોશ નથી ,
જામ ભરવા આય, તો ક્યાંક ઓળખું.

જનક

 
જામ ભરવા આય, તો વળી ઓળખું માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/13 માં જનક દેસાઈ

 

तेरे सुर में मिलादे तू अपना संगीत :

तेरे सुर में मिलादे तू अपना संगीत :
—————————————-
तेरी आँखों को, तेरे चेहरे को एक प्यार भरा गीत गाने दे ,
तेरी नस-नस में, अंगड़ाई में कुछ पल के लिए दोहराने दे ,
एक प्यार भरा गीत गाने दे ;
जो बीत चुकी वो पल को अब, चल जाने दे, चल जाने दे ,
अब प्यार भरा गीत गाने दे ;

जी चाहे तो बोल दे अपनी बातें ,
चुप रहने को कौन यहाँ पर कहता है ,
ये आलम तेरा अपना है, तेरा भी एक सुन्दर सपना है ,
तू खोल दे अपनी आँखे , कर खुद से ही कुछ बातें ,
और अपनों से जो करनी है तू कर ले सब फरियादे ;
बोझ जो तेरा अपना है, मुझे बाँट के मेरा करना हैं ,
मेरा भी सुन्दर सपना है , तेरे सपनों को सच करना है ;

अब दोहराता हूँ मैं भी अपना गीत ,
मेरे सुर में मिलादे तू अपना संगीत ,
ये मकाँ जो मेरा अपना है, तेरे बिन वो सिर्फ एक सपना है ,
तेरी आहट से, तेरी चाहत से, तेरी नज़रों से, अंगड़ाई से ,
तेरे सात सुरों के संगीत से ,
उसे गीत बना दे …
उसे घर बना दे ….
तेरे सपनों से सजादे …

फिर साथ में मिलके हम दोनों को
प्यार भरा गीत गाने दे
एक प्यार भरा गीत गाने दे
एक प्यार भरा गीत गाने दे |

जनक

 
तेरे सुर में मिलादे तू अपना संगीत : માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/11 માં જનક દેસાઈ

 

ખોટો પડ્યો

કે ક્યાંક હું ખોટો પડ્યો, અહેસાસ અંતે થાય છે,

કેમ આ ઝરણાં બધાં શિખરે થી સાગર જાય છે ! …જનક

 

 
ખોટો પડ્યો માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/07 માં જનક દેસાઈ

 
ચિત્ર

बाती ३६० लेकर

बाती ३६० लेकर

शत-शत दीप जलाता हूँ मैं
हर दिन आज मनाता हूँ मैं
बाती ३६० लेकर
मन-मंदिर तक जाता हूँ मैं

है हर दिन आया दमक लिए
है हर दिन लाया महक नई
तुमने योग दिया है घी का
आज मेरा गीत गाता हूँ मैं

लौ जो आज जलाई भीतर
दिल कहता है तेज है तू ही
जान है तू, मेरा प्यार भी तू ही
तुम्हे दीप में आज सजाता हूँ मैं

जो दीप जलाया, आश है मेरी
शीतल सौम्य उजास बसे घर
माँ लक्ष्मी की कृपा तुम्ही पर
गणपति विघ्न हरे हर एक पल
और उन्नति का ताज रहे तेरे सर
प्रज्ज्वलित रहे शांति तेरे घर

जनक देसाई

 
बाती ३६० लेकर માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/11/03 માં જનક દેસાઈ

 
ચિત્ર

હાય રે વાલમ, આવને મારી પાસે

હાય રે વાલમ, આવને મારી પાસે

ઉંબરે ઊભી, આંખો મારી ગૌરજ ફાકે,
‘ને તોયે મારી નજર્યું, કેમેય ના થાકે,
… બોલ ને વાલમ, શાને થાકે !

ગાયો આવે ઘેર, ‘ને તુંયે આવે,
દલડું મારું આશા એવી રાખે,
… કે’ને વાલમ, કેમ ન રાખે !

વિદાય દઉં છું પાદરે જ્યારે ,
હૈયુ ભાંગે, આંખ્યું થાકે,
એકેક પગલું ભારે લાગે
… રસ્તો લાંબો કેમ ન લાગે !

વળી વળી તું જુએ મુજને,
વળી વળી મન આશા એવી રાખે,
… ‘ને વ્હાલા, તું ગાડું તારું હાંકે રાખે ;

જાતાં જોઈ દૂર તને,
મુજ માંહે વેદના જાગે,
મને પાંપણો ભારે લાગે,
સઘળી આશાઓ મારી, ભાંગે;

દ્હાડે ધબકાર વાગે,
ને રાત પડે અંધકાર,
તુજ વિણ રાત્યું લાંબી લાગે;
સપનાનીય બીક મને લાગે,
‘ને આશામાં આંખ્યું ના લાગે,
… બોલ ને વાલમ ! સવાર ક્યારે જાગે ?

‘ને ઘેર વળી તું આવે જ્યારે,
આલિંગનની તલસ પોકારે,
શરમની મારી નજર્યું તારી,
દૂર મને કાં રાખે ત્યારે !
.. હાય રે વાલમ, આવને મારી પાસે.

…. જનક મ દેસાઈ

 
હાય રે વાલમ, આવને મારી પાસે માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/10/16 માં જનક દેસાઈ

 

દેસાઈ વાસ, પાલનપુર

મારી ગલી:

જે માટી ઉડી,
તે આંધીની સુગંધ ગમી.

‘ને કુતરાએ,
ડોકી મરડી તે ગમ્યું મને.

‘ને પગ તળેનું નેળિયું,
પણ ગમ્યું મને;
વ્હાલના પ્રેમ સમું,
જે સ્પર્શ્યું મને.

સાંકડી ગલીનું,
પહોળો પના વાળું,
જીર્ણ હતું જે,
હુંફાળું હતું તે,
વસ્ત્ર ગમ્યું મને.

ગલી ગલી ભટક્યો,
નવી ગલીની ખોજમાં,
પણ ટાઢમાં ઠર્યો;
હુંફાળી હતી જે,
તે વ્હાલી ગલી વિના,
કૈં ના ગમ્યું મને.

… જનક મ દેસાઈ

નેળિયું/નાળિયું = બેઉ બાજુ થોરિયાં કે ખેતરોની વાડ હોય તેવી સાંકડી ગાડાવાટ, નેળિયું, ગાડાં જવાનો સાંકડો માર્ગ,નેળ; સાંકડી ગલી

 
દેસાઈ વાસ, પાલનપુર માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/10/14 માં જનક દેસાઈ

 

મેલાં વસ્ત્રો

ભીડમાં ભળવા થકી વસ્ત્રો સતત બદલ્યાં કર્યાં,
મેલ ખંખેરી હું નિકળ્યો, તો નવસ્ત્રો લ્યો કહ્યો.

જનક

 જે વ્યક્તિગત વિચારો સામાજિક પ્રથા કે રૂઢિથી અલગ, પરંતુ સાચા હોય છે, તે વિચારોની વ્યક્તતા કરવી સરળ નથી હોતી. ક્યારેક, વ્યક્ત કરનાર હાસ્યપ્રદ બને છે.

વિરોધ, અસ્વીકાર અને ઉપહાસ ના ડરથી, સ્વાભાવિક છે કે મોટાભાગના લોકો “જેમ ચાલે છે, તેમ ચાલવા દ્યો” વૃતિમાં જોડાઈને જીંદગી જીવ્યા કરે છે. સમાજને જે કાંઈ સ્વીકાર્ય હોય તે પ્રમાણે જીવે છે. પોતાના વિચારોને દાટીને, તે ઉપર માસ્ક પહેરે છે…. એટલે કે સમાજ સ્વીકારે તેવા કપડાં પહેરે છે.

અને, જે વ્યક્તિમાં ટોળા-વૃતિનો સામનો કરવાની શક્તિ હોય, તે વ્યક્તિ ડર ફગાવીને સ્વમાન સહીત વર્તન કરે છે. પરંતુ, તે વ્યક્તિની રીતો / વર્તન સ્વીકારાતું નથી.

(સમાજ જેને સભ્ય વર્તન કહે તેને મેં ‘મેલ’ નું રૂપક આપ્યું છે. )

 
મેલાં વસ્ત્રો માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/10/02 માં જનક દેસાઈ

 

બાપુ નો અવતાર

એળે કદીયે ના જશે, વિશ્વાસ છે મને એટલો, બાપુ.. આતો
તારું જવાનું ના ગમ્યું, તેથી ફરી અવતરવાનું કારણ આપ્યું
….જનક

 
બાપુ નો અવતાર માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/10/02 માં જનક દેસાઈ

 

ટૅગ્સ: , ,

બાપુ

જરૂરથી પડ્યાં હશે રેતીમાં જ, પગલાં તારા બાપુ
ગોત્યું એકેય ના મળ્યું , જ્યાં એક ના લાખો થતાં’તા.

…જનક

 
બાપુ માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/10/01 માં જનક દેસાઈ

 

निगाहे-मुख्तसर

हिज्र-ए-जिंदगी कि माँग कभी कि नहीं मैंने ,

निगाहे-मुख्तसर नहीं कि मौत से नाता माँगू ;

माँगा ये भी नहीं कि मौत से फासला मुझे दे ,

मुख्तसर ही सही, मरते दम मुझे जीना देदे |

… जनक

निगाहे-मुख्तसर = अल्पकालीन सोच

 
निगाहे-मुख्तसर માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/09/27 માં જનક દેસાઈ

 

निगाहे-मुख्तसर

Image

 
निगाहे-मुख्तसर માટે ટિપ્પણીઓ બંધ છે

Posted by on 2013/09/27 માં જનક દેસાઈ

 
 
Design a site like this with WordPress.com
શરૂ કરો