TET Pass FEMALE mate amulya tak…
KGBV ma Rs.20,000 Fix ma 11 maas karar bharti.
ONLINE arji karva AHIYA CLICK KARO….
TET Pass FEMALE mate amulya tak…
KGBV ma Rs.20,000 Fix ma 11 maas karar bharti.
ONLINE arji karva AHIYA CLICK KARO….
Kanya Kelavani ane Praveshotsav – 2014
કન્યાકેળવણી અને પ્રવેશોત્સવ – 2014
* કન્યાકેળવણી અને પ્રવેશોત્સવ -2014 ના ના આયોજન માટેની માર્ગદર્શક સુચનાઓ. * પ્રવેશોત્સવ વખતે શાળા કક્ષાએ હાથ ધરવાની પ્રવૃતિઓનુ માર્ગદર્શન * શહેરી વિસ્તાર પ્રવેશોત્સવ રૂપરેખા * પ્રવોશોત્સવના સુચારુ આયોજન માટેના નિર્દેશો
SIXAK e ekvar Vachi ne ANAND ane GARV leva jevu…
એક પ્રિસાઇડિંગ ઓફિસરની આત્મકથા……
1 Presiding Officer ni Atmakatha……
ચૂંટણીનાં લેખાંજોખાંના ખાંખાંખોળા ક્યારનાય શાંત પડી ગ્યાં છે પણ કર્મચારીઓમાં ચૂંટણીના ખરખરા હજી ખમૈયા નથી કરતા. તમામ ચૂંટણીઓ સીધી અને સક્રિય કામગીરી કરનારા અમારા શિક્ષકો આ ચૂંટણીથી રાજી થયા કેમકે આ વખતે ચૂંટણીપંચે બેન્કના અને એલઆઈસીના કર્મચારીઓને પણ આ કામગીરીમાં જોડયા હતા. એક અંગત મુદ્દો જે સામાન્ય લોકોને ધ્યાને નહીં હોય કે આ વખતે ચૂંટણીપંચે તમામ કર્મચારીની ત્રીસ માર્કની ઓબ્જેક્ટિવ પરીક્ષા લીધી અને પ્લીઝ કોઈને કહેતા નહીં, બેંકમાં એસી ઓફિસ નીચે વર્ષોથી માત્ર ‘લક્ષ્મીવર્ષા’ જ ગણનારા રૂઆબદાર કેશિયરો કે કર્મચારીઓને માસ્તરો કરતાં ઓછા માર્ક આવ્યા. આખા ગામને ‘તમે ગુજરી જાવ તો તમારા પરિવારને આટલા રૂપિયા મળશે’ આવું આજીવન સમજાવનારા એલઆઈસીના મિત્રોને ઇવીએમ મશીન સમજવામાં ફીણ આવી ગ્યાં અને ઘડીક થયું પણ ખરું કે આના કરતાં તો ગુજરી જાવું સારું! ગામનાં પ્રીમિયમ ગણવા અને ગામનો પ્રિસાઇડિંગ થવું એમાં ‘ઓસામા’ અને ‘ઓબામા’ જેટલો તફાવત છે. ઢાંગરા જેવા કર્મચારીઓનું કીડિયારું પરીક્ષા દેતું’તુ ઈ જોઈને ઘણા’યને કાયમ ચૂર્ણની સહાયતા વગર પેટ સાફ આવી ગ્યાં.
માસ્તરોની આખી અમારી નાતને બધા હંમેશાં મેણું મારે છે કે તમારે શું હવે ‘માસ્તરની નોકરીમાં સૌથી વધુ મજા, છ મહિના કામ અને છ મહિના રજા!’ ઈ તમામને આ ચૂંટણીમાં ખબર પડી કે આવી તો અનેક ચૂંટણીઓ, આર્થિક ગણતરીઓ, વસ્તી ગણતરીઓ, પોલિયો કે જ્યાં સંખ્યા ઓછી થાય એમ હોય ત્યાં શ્રોતા તરીકે પણ આ દેશના શિક્ષકો જ કામ લાગ્યા છે. ચૂંટણીપંચે દરેક પ્રિસાઇડિંગને ૧૨૦ વસ્તુઓ આપી, પછી તો કરોડોની કેશ જોઈને પરસેવો નહોતો વળ્યો એને આ એકસોવીસમાં પરસેવો વળી ગ્યો. ઘરવાળીના દાગીનાની પણ પરવા ન કરનારા એલઆઈસીવાળા સીલબંધ કરેલી મતદાનની સૂટકેસો છાતીસરસી ચાંપીને બેઠા હતા.
ઝાઝા ભાગનાં મતદાન બૂથો શાળામાં જ રખાય છે જેથી ગ્રામ્યજનોને યાદ રહે કે આ નિશાળ હજી ચાલુ છે અને અહીંયાં ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ પણ આવવાનું હોય છે…! સારી શાળાઓ તો પ્રિસાઇડિંગ અને પોલિંગવાળાના ગલઢાઓનાં પુણ્ય હતાં એને જ પ્રાપ્ત થઈ. બાકી તો ઘણા’ય દિવસમાં બે વાર ના’વાવાળાને એક વાર ના’વાનું પણ નસીબ ન થ્યું. કોઈને ખાવા ન મળ્યું તો કોઈને ‘જાવા’ (સમજી ગ્યાને) ન મળ્યું…! વાંઢાને પોતાના માંગાની ઉત્સુકતા હોય એમ અતુલને એનો ઓર્ડર આવ્યો એટલે ઈ ઠેકડે ઠેકડ થ્યો. મને અતુલે તરત ફોન કર્યો કે સાંઈ, મારો ચૂંટણીનો ઓર્ડર મારા સસરાના ગામમાં થ્યો છે! હાશ! જમવાનું તો મળશે! દૃશ્ય બહુ અનોખાં સર્જાયાં હતાં. દરેક પ્રિસાઇડિંગની આજુબાજુ પત્રકોનો કરિયાવર પથરાયેલો હતો.
પ્રાંત અધિકારીએ નિરાંત માટે જે વ્યવસ્થા કરી હતી એમાં સમરાંગણ ખેલાયું. કો’કનાં લગ્નના ભોજન સમારંભમાંથી સીધા ઉપાડી લઈ આવેલાં ટેબલ મતદાનમથકો પર મૂકવામાં આવ્યાં હતાં. દાળ અને શાકના અવશેષો ચૂંટણી અધિકારીઓને ઘરની સ્મૃતિઓ તાજી કરાવીને કામગીરીમાં વિક્ષેપ પાડવા સક્ષમ હતા. સૂવા માટે આપેલાં પાથરણાં પોલીસવાળાએ હાથ કરી લીધાં હતાં, ગાદલાં મિલિટરીવાળાએ હવાલે કરી લીધાં, ઓશિકાં પટ્ટાવાળાઓ લઈ ગ્યા હતા. આમ, પ્રિસાઇડિંગ ઓફિસરોની સંપત્તિમાં પોતાની શાલ જ વધી હતી. માસ્તરો તો અનાદિકાળથી આ દુર્વ્યવહાર અને દુવિધાઓથી ટેવાયેલા હતા પણ બિચાડા લાખ લાખ પગાર મેળવનારા કોલેજના પ્રોફેસરો, બેંક અને એલઆઈસીના મિત્રોએ અનાથ બાળકોની જેમ બૂથ ઉપર ‘અડબુથ’ની જેમ રાત ગુજારી હતી.
તમામે ૨૯ એપ્રિલની રાતે એક જ ગીત ગાયું’તુ કે ‘જિંદગીભર નહીં ભૂલેંગે વો ઇલેક્શન કી રાત…!’ ફૂડ પેકેટ હતાં પણ મતદાનના દિવસે કોઈને મમરા ખાવાનો’ય સમય ન મળ્યો. એક બેંકના મિત્રે લાઈવ વર્ણવેલા આ વૃતાંતનું એમનું અંતિમ વાક્ય એ હતું કે “ભાઈ, આ પ્રિસાઇડિંગની ડાયરી તો પત્ની કરતાં’ય અઘરી હોં…!” હાઉકલી કાયમ પોતાની નખ રંગતી મહિલા કર્મચારીઓને ચૂંટણી દરમિયાન જ અવિલોપ્ય શાહી વડે બીજાના નખ રંગવાનો મોકો મળતો હોય છે! તાજી કલમ : એક બેન્ક ઓફિસરના શબ્દો “જે બુથ પર એકાદ શિક્ષક કર્મચારી હોય ત્યાં કામ સારી થાય છે.” શિક્ષકો ખુબજ ચીવટથી કામ કરે છે.
સૌજન્ય – સાંઈરામ દવે