Ram Sia Ram Sia Ram Jai Jai Ram

Mangal Bhavan Amangal Haari
Drawahu Su Dashrath Achar Bihari
Ram Sia Ram Sia Ram Jai Jai Ram 2

Ho, Hoi Hai Wahi Jo Ram Rachi Raakhaa
Ko Kare Tarak Badhaye Saakha

Ram Sia Ram Sia Ram Jai Jai Ram

Ho, Dheeraj Dharam Mitr Aru Naarii
Aapad Kaal Parakhiye Chaarii

Ram Sia Ram Sia Ram Jai Jai Ram

Ho, Jehike Jehi Par Satya Sanehu
So Tehi Milaye Na Kachhu Sandehu

Ho, Jaaki Rahi Bhavna Jaisi
Raghu Moorti Dekhi Tin Taisi

Ho, Raghukul Reet Sada Chali Ayi
Praan Jaye Par Vachan Na Jayi

Ram Sia Ram Sia Ram Jai Jai Ram
Ram Sia Ram Sia Ram Jai Jai Ram

Ho, Hari Anant Hari Katha Ananta
Kahahi Sunahi Bahuvidhi Sab Santa

Ram Sia Ram Sia Ram Jai Jai Ram
Ram Sia Ram Sia Ram Jai Jai Ram
Ram Sia Ram Sia Ram Jai Jai Ram

-source(www.hindudevotionalblog.com)

Sankat Mochan Hanuman Ashtak

Baal Samai Rabi Bhakshi Liyo Tabateenahu Loka Bhayo Andhiyaro
Taahi So Traas Bhayo Jaga Ko Yaha Sankat Kaahu So Jaat Na Taaro
Dewan Aani Kari Binatee Tabh Shaadh Diyo Rabi Kashta Niwaaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tiharo

Baali Ki Traas Kapees Basai Giri Jaat Mahaa Prabhu Pantha Nihaaro
Chownkee Maha Muni Saap Diyo Tab Chahiyay Kown Bichaar Bichaaro
Kai Dwija Roop Liwaaya Mahaa Prabhu So Tuma Daas Kay Soka Niwaaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tiharo

Angad Kay Sanga Layna Gayay Siya Koja Kapees Yaha Baina Uchaaro
Jeevat Na Bachihow Hum So Ju Bina Sudhi Laaya Ehaan Pagu Dhaaro
Hayri Thakay Tatta Sindhu Sabai Taba Laaya Siya Sudhi Praan Ubaaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tiharo

Raavana Traas Dayee Siya So Saba Raakshashi So Kahi Soka Nivaaro
Taahi Samaya Hanuman Mahaprabhu Jaaya Mahaa Rajnee Charamaaro
Chaahat Siya Asoka So Aagi Su Dai Prabhu Mudrika Soka Nivaaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tihaaro

Baanlagyo Ura Lashiman Kay Taba Praan Tajay Suta Raavana Maaro
Lai Griha Baidya Sukhena Sameta Tabai Giri Drona So Beera Ubhaaro
Aani Sajeewan Hatha Dayee Taba Lashiman Kay Tum Praana Ubhaaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tihaaro

Raavana Juddha Ajaan Kiyo Taba Naaga Kin Phaas Sabhi Sira Daaro
Sri Raghunath Samet Sabai Dak Moha Bhaya Yaha Sankat Bhaaro
Aani Khagesa Tabai Hanumaan Ju Bhandan Kaati Sutraas Nivaaro
Ko Nahin Jaanat Hain Jaga May Kapi Sankat Mochan Naam Tiharo

Bhandhu Samet Jabai Ahi Raavana Lai Raghunath Pataal Sidhaaro
Debihi Puji Bhali Bidhin So Bali Dewoo Sabai Mili Mantra Vichaaro
Jaaya Sahaaya Bhayo Taba Hi Ahi Raavana Sainya Samet Sanghaaro
Ko Nahin Jaanat Hain Jaga May Kapi Sankat Mochan Naam Tihaaro

Kaaja Kiyay Bara Dewan Kay Tum Beera Mahaa Prabhu Dekhi Bichaaro
Kown So Sankat Mora Gaib Ko Jo Tum So Nahin Jaat Hai Taaro
Baygi Haro Hanumaan Haha Prabhu Jo Kucha Sankat Hoya Ha Maaro
Ko Nahin Jaanat Hai Jaga May Kapi Sankat Mochan Naam Tiharo

Laal Deha Laalee Lasey,
Aru Dhari Laal Langoora
Bajra Deha Daanawa Dalana,
Jai Jai Jai Kapi Soora
Mahabir Swami Ki Jai
Sanatan Dharma ki Jai

-source (www.hindudevotionalblog.com)

શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

મન તું શંકર ભજી લે

મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે
છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક

કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ;
કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧

રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ;
બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨

કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર;
કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩

ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર;
બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪

આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી;
પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫

આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી;
ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬

-Aghnat

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

અખિલ બ્રહ્માંડમાં

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

અમે તો ગીત ગુલાબી, ગાશું !

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

જેનાં મન નવ ડગે

મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં
સોહી હરિજનનાં પરમાણ રે, .. મેરુ તો ડગે

ચિત્તની વ્રુત્તિ સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઇની આશ રે

દાન દેવે પણ રહેવે અજાચી ને
રાખે વચનમાં વિશ્વાસ રે, .. મેરુ તો ડગે

હરખ ને શોકની જેને ન આવે હેડકી ને
આઠે પહોર રહેવે આનંદ જી

નિત્ય રહે સતસંગમાં ને
તોડી દીધા માયા કેરા ફંદ રે, .. મેરુ તો ડગે

સંગત કરો તો તમે એવાની કરજો ને
ભજનમાં રહેજો ભરપૂર રે

ગંગા સતી એમ બોલિયાં રે,
જેના નયણોમાં વરસે સાચાં નૂર રે, .. મેરુ તો ડગે

–ગંગા સતી

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,એ સન્તોના ચરણ કમળમાં મુજ જીવનન અર્ઘ્ય રહે

દીન,ક્રૂર ને ધર્મવિહોણા દેખી દિલમાં દર્દ રહે,કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે.

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતાચિત્ત ધરું.

ચન્દ્રપ્રભાની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે,વેરઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ગુરુ  ગોવિન્દ  દોઊ  ખડે  કાકે  લાગૌં  પાય,
બલિહારી  ગુરુ  આપકી,  ગોવિંદ  દિયો  બતાય.

બલિહારી  ગુરુ  આપકી  ઘડિ  ઘડિ  સૌ  બાર,
માનુષ  સે  દેવતા  કિયા  કરત  ન  લાગી  બાર !

ગુરુ  કુંભાર,  શિષ્ય  કુંભ  હૈ,  ગઢ  ગઢ  કાઢૈ  ખોટ,
અન્તર  હાથ  સહાર  દૈ,  બાહર  બાહૈ  ચોટ.

————–સંત કબીરજી