12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)

જો કપાયેલી પતંગો પર મચેલી લૂંટ છે,
ચાલી નીકળ ઝંડા લઈને, તને પણ છૂટ છે.

મંઝિલે પહોંચ્યા નહોતા તો ન’તી તકલીફ બહુ,
મંઝિલે પહોંચ્યા પછી ની જ માથાકૂટ છે.

લાખ કોશિશો મથામણ કરી ત્યારે મળ્યો,
વ્યસ્ત હો જેની બધી લાઈનો એ આ રૂટ છે.

જીંદગી લૂપો મહી એવી ચકડોળે હતી,
વર્ષ જો આવ્યું નવું તો થઈ રીબુટ છે.

સાક્ષર

તા.ક. – Happy New Year. મારો નવા વર્ષનો સંકલ્પ – 15 ફેબ્રુઆરી સુધી જીમ જવું નહિ… બહુ ભીડ હોય છે 🙂

2 thoughts on “12– મંઝિલોની માથાકૂટ (#100ગઝલપ્રોજેક્ટ)”

પ્રતિસાદ આપો