છે કૌરવો અઢળક છતાં,નટવર સખા પાંડવ નથી
માભોમને કાજે મહાભારત હવે સંભવ નથી
વાણી ભલે ઉચ્ચારતાં,નાદાનિયતની લાગતી
ધારીને જોશો તો હવે,ભોળા રહ્યાં શૈશવ નથી
ભારે પડે પીછાણવાં,તરકટ પ્રપંચીનાં અહીં
નાખો નજર જો સૂક્ષ્મતો,પાપીપૂરા માનવ નથી.
જીવન જીવેછે આ બધા,એશો અને આરામથી
પણ હરપળે ઉચાટ્માં,મનથી ખરો વૈભવ નથી
ફુલો સુવાસિત જ્યાં હતાં,આજે ખડી ઇમારતો
મનહર કમળ ક્યાં પાંગરે? એ જળ નથી,કાદવ નથી
આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ સાહેબ
આપની એક પંક્તિ સો ટચના સોના જેવી છે,
દિલને હચમચાવનારી છે.
વાંચીને ખુબ જ આનંદ થયો સાહેબ
” છે કૌરવો અઢળક છતાં, નટવર સખા પાંડવ નથી
મા ભોમને કાજે મહાભારત હવે સંભવ નથી. “
ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ફેબ્રુવારી 24, 2013 @ 12:11 પી એમ(pm) |
છે કૌરવો અઢળક છતાં,નટવર સખા પાંડવ નથી
માભોમને કાજે મહાભારત હવે સંભવ નથી
These two lines are the heart of your Gazal. Excellent, respected Narendrabhai.
ટિપ્પણી by venunad — ફેબ્રુવારી 24, 2013 @ 2:34 પી એમ(pm) |
સરસ ગઝલ બની છે નરેન્દ્રભાઇ….
ફુલો સુવાસિત જ્યાં હતાં,આજે ખડી ઇમારતો
મનહર કમળ ક્યાં પાંગરે? એ જળ નથી,કાદવ નથી – આ શેર બહુ ગમ્યો. – અભિનંદન.
ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ફેબ્રુવારી 24, 2013 @ 2:54 પી એમ(pm) |
સરસ , લય બદ્ધ ગઝલ.
———-
કાદવ નથી
————
એના તો ઢગલે ઢગલા છે; અને એમાં કમળ પણ કો’ક તો છે જ.
એમના જેવાના પૂણ્યના કારણ એ તો ભારત ટકી રહ્યું છે – હજાર વરસથી
આ રહ્યું એવું કમળ.
ટિપ્પણી by સુરેશ જાની — ફેબ્રુવારી 24, 2013 @ 3:05 પી એમ(pm) |
બહુ સચોટ રજુઆત. સરસ રચના.
સરયૂ પરીખ
ટિપ્પણી by SARYU PARIKH — ફેબ્રુવારી 24, 2013 @ 3:50 પી એમ(pm) |
ફુલો સુવાસિત જ્યાં હતાં,આજે ખડી ઇમારતો
મનહર કમળ ક્યાં પાંગરે? એ જળ નથી,કાદવ નથી
તમારી વ્યથા વ્યાજબી છે… શહેરીકરણને લીધે ગામડાઓ પૂરાતા જાય છે, કોંક્રીટના જંગલો વધતા જાય છે અને કુવા, તળાવ, વાવ નામશેષ થતા જાય છે … પછી બિચારા કમળનું શું થાય … કદાચ આવતી પેઢી કવિતામાં અને ટીવી પર જ કમળને માણી શકશે …
ટિપ્પણી by દક્ષેશ કોન્ટ્રાકટર — ફેબ્રુવારી 24, 2013 @ 6:11 પી એમ(pm) |
ભારે પડે પીછાણવાં,તરકટ પ્રપંચીનાં અહીં
નાખો નજર જો સૂક્ષ્મતો,પાપીપૂરા માનવ નથી.
જીવન જીવેછે આ બધા,એશો અને આરામથી
પણ હરપળે ઉચાટ્માં,મનથી ખરો વૈભવ નથી
……………………
ગઝલના દરેક શેર વાંચતાં જ વાહ! ઉદગાર થઈ જાય છે. શબ્દ અને વિચારો એકી સાથે ઝબકે છે. ખૂબ જ
જોરદાર ગઝલ માટે ખૂબખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
ટિપ્પણી by Ramesh Patel — ફેબ્રુવારી 24, 2013 @ 9:03 પી એમ(pm) |
વાહ સરસ ગઝલ બની છે…અને
વાણી ભલે ઉચ્ચારતાં,નાદાનિયતની લાગતી
ધારીને જોશો તો હવે,ભોળા રહ્યાં શૈશવ નથી બધાં શેર સરસ થયાં છે
ટિપ્પણી by sapana53 — ફેબ્રુવારી 25, 2013 @ 1:11 એ એમ (am) |
બહુ સરસ રચના થઇસારું કે ગઝલ સંભવે છે ..સંભાવનાનાં બીજ હજી ધરબાયેલા છે તો અંકુર ફૂટે આવનારી વસંતો જોઈ માનવ હરખાય
ટિપ્પણી by Dilip Gajjar — ફેબ્રુવારી 25, 2013 @ 11:45 એ એમ (am) |
saras
ટિપ્પણી by anil chavda — ફેબ્રુવારી 26, 2013 @ 5:16 એ એમ (am) |
સુંદર ગઝલ થઇ છે – આ વિશેષ ગમ્યું
….
વાણી ભલે ઉચ્ચારતાં,નાદાનિયતની લાગતી
ધારીને જોશો તો હવે,ભોળા રહ્યાં શૈશવ નથી..વાહ !! એક સૂચન કરવા જેવું લાગે છે કે ચોથા શેરમાં તમે જે એશો અને આરામથી એમ કહ્યું છે પણ
એશો શબ્દ પોતે જ એશ અને ઔર ભેગાં થઇ બન્યો છે. તેથી વચમાં અને જરૂરી નથી.
ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — માર્ચ 6, 2013 @ 10:43 એ એમ (am) |
મત્લાથી થતો સુંદર ઉપાડ આખી ગઝલને સરસ દિશા તરફ દોરી જાય છે.
ટિપ્પણી by MANHAR M.MODY — માર્ચ 21, 2013 @ 10:09 એ એમ (am) |
મત્લાનો શેર ખાસ કરીને ઘણો ગમ્યો. આખી ગઝલ સરસ બની છે.
ટિપ્પણી by Tejas Shah — એપ્રિલ 3, 2013 @ 10:50 પી એમ(pm) |