મારો સમય કમજોર છે તું સમજી જા
ખોટા વખતનો દોર છે તું સમજી જા
અંટસ તને શાની પડી મારા થકી
‘અરમાન’ કાંઇ ઔર છે તું સમજી જા
તારી મને આદત ખરે અકળાવતી
જાલીમ અદા શિરજોર છે તું સમજી જા
આ દામિની ચમકાવતી તારું વદન
આકાશ જો ઘનઘોર છે તું સમજી જા
મારી વલે તેં શી કરી છે એ સમજ
તું તો સનમ ચિત્તચોર છે તું સમજી જા
