
15. શાંત મન
હે પ્રભુ, જ્યારે મુશ્કેલી આવે, ઉકેલ ન દેખાય ત્યારે મન શાંત કરીને તારી પાસે આવું, તારી સાથે વાત કરું અને તું સુઝાડે એ પ્રમાણે નિર્ણય લઉં. મુશ્કેલીઓ મનને પરેશાન કરી દે છે. જ્યારે મન અશાંત હોય, અકળાયેલું હોય ત્યારે મારે કોઇ નિર્ણયો લેવા નહીં. કોઈ પગલાં ભરવા નહીં. નહીંતર બીજા ગુંચવાડા ઊભા થઈ શકે. એમાં કદાચ પસ્તાવુંય પડે. એવે વખતે મારે બસ એમ જ સમય પસાર થવા દેવો. એવું બને કે અશાંતિના કારણો એની મેળે જ દૂર થઇ જાય. અથવા મન શાંત થયા પછી એના પર વધુ સારી રીતે, સાચી રીતે વિચારી શકાય અને સાચો નિર્ણય લઇ શકાય. આવું પગલું બીજા કેટલીય સમસ્યાઓ અટકાવી શકે. ભૂલ કરીને પછી સુધારવા કરતાં આમ કરવામાં મારો ઘણો સમય બચી જાય. તારી પર શ્રદ્ધા રાખું કે તું બધું જ કરીશ અને એના યોગ્ય સમયે કરીશ.
લતા હિરાણી @ ‘સંવાદ: મૌનને દ્વાર’ (31 પ્રાર્થનાઓનો સંગ્રહ) @ પ્રકાશક નવભારત 2015
આપને મુલાકાત લેવી ગમશે.
કવિતાને જ વરેલી અને કવિતાના તમામ સ્વરૂપોને આવરી લેતી એકમાત્ર વેબસાઇટ
http://www.kavyavishva.com
આભાર.
Discover more from લતા હિરાણી
Subscribe to get the latest posts sent to your email.